સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સનતકુમાર ભટ્ટ/“એ તો મારો ભાઈ છે!”
ડુંગરનું ચઢાણ આકરું હતું. યાત્રાળુ સૌનાં મોં પર થાકનાં ચિહ્ન દેખાતાં હતાં. સૌ બોજારહિત થઈ ચાલતાં હતાં, છતાં હાંફતાં હતાં. બધાંની સાથે બારેક વરસની એક છોકરી પણ ચડતી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડયો હતો. કોઈને દયા આવી, પૂછ્યું, “અલી છોડી, આ છોકરાને ઊંચકીને ચડે છે, તે તને ભાર નથી લાગતો?”
છોકરીએ જવાબ આપ્યો, “ભાર? — ના રે, એ તો મારો ભાઈ છે!”