સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —
Jump to navigation
Jump to search
લોકનું તો ભઈ, એવું!
એક ઘડી એ કબૂતરાં
ને ઘડી અન્ય એ સાવજ;
મીણ સમાણાં પોચાં આ પળ,
પળ બીજી એ વજ્જર;
ચિપાઈ જાતાં અંગૂઠે,
ને ઊંચકે દુનિયા અધ્ધર!
“ખડે રહો!”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક,
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક,
— સમો આવતાં
પલક એકમાં
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક! —
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક.