સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લેખક-નામોની અકારાદિક્રમ સૂચિ

આ સૂચિમાં લેખકનામ પછીનો અંક પૃષ્ઠક્રમ નહીં પણ લેખકનું જન્મવર્ષ બતાવે છે. ઉદા. તરીકે ત્રિપાઠી બકુલ ૧૯૨૮. આ પદ્ધતિથી, સૂચિ જોતાં જ લેખકનું જન્મવર્ષ સુલભ બને છે. એ પછી, લેખકની વિશેષ વિગતો જોવા માટે ગ્રંથ(text)માં દાયકાવાર કરેલું વિભાજન અને એનું નેવિગેશન સહાયક બનશે. ઉ. ત. ૧૯૨૧-૧૯૩૦ એ દાયકો પસંદ કરીને ૧૯૨૮નું વર્ષ જોતાં સહેલાઈથી ત્રિપાઠી બકુલ ની વધુ વિગતો મેળવી શકાશે. ઉપનામ કે અન્યનામથી જ વધુ ઓળખાતા હોય એટલા લેખકોનો નિર્દેશ ‘ઉપનામ’/મૂળનામ જન્મવર્ષ – એ રીતે કર્યો છે. /ની નિશાની પહેલાંનું નામ એ ઉપનામ છે, એ પછી અટક અને પછી મૂળ નામનો આદ્યાક્ષર.જેમકે, ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦. વળી મૂળ નામ (અટક પ્રથમનામ) અને ઉપનામ એ બંને સામે જન્મવર્ષ નોંધ્યું છે જેથી સંદર્ભ તરત હાથવગો થાય. જેમકે ઉશનસ/ પંડ્યા ન. ૧૯૨૦ પંડ્યા નટવરલાલ ૧૯૨૦ કેટલાંક જન્મવર્ષો પછી * ની નિશાની કરેલી છે એ અનુમાનિત વર્ષ (‘–આસપાસ’)નો નિર્દેશ કરે છે. આચાર્ય, પંન્યાસ, મુનિ, સ્વામી – એવી વિશેષ ઓળખ નામપૂર્વે [–] ચોરસ કૌંસમાં દર્શાવી છે. પણ અકારાદિક્રમ નામ-અનુસારી રાખ્યો છે.



અનુક્રમ