સાકરલાલ મગનલાલ કાપડિયા
Jump to navigation
Jump to search
કાપડિયા સાકરલાલ મગનલાલ, ‘મધુકર’ (૧૮૯૬, –) : નવલકથાકાર, અનુવાદક. અંગ્રેજી ભાષાના સ્વ-અધ્યયન બાદ ‘જામે જમશેદ’ના તંત્રીવિભાગમાં. એમણે ‘લોહીનો વેપાર’ અને ‘ધીખતા જવાળામુખી’ જેવી મૌલિક નવલકથાઓ તેમ જ વિદેશી નવલકથાઓના અનુસર્જનરૂપ કમનસીબ લીલા–ભા. ૧-૨’ (૧૯૧૭), ‘કલંકિત કાઉન્ટેસ', ‘સૌંદર્ય-વિજય–ભા. ૧-૫’, ‘મધુર મિલન’, ‘આનંદઝરણાં', ‘બુલબુલ’, ‘પ્રેમસમાધિ’ અને ‘લંડન રાજરહસ્ય – ભા. ૧-૨’ (૧૯૨૮) નામની નવલકથાઓ આપી છે. આ ઉપરાંત એમણે ‘હાઉ ટૂ વિન ધ ફ્રેન્ડ્ઝ ઍન્ડ ઇન્ફલ્યુઍસ પીપલ’, રવીન્દ્રનાથકૃત ‘ગોરા’, સીડની હોપ્લરકૃત ‘લેડી ઓવ ધ નાઇટ’ના અનુક્રમે ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’, ‘ગોરા’ અને ‘રાતની રાણી’ નામે ગુજરાતી અનુવાદ તથા ‘પેલે પાર’ અને ‘ગુન્હેગાર’ જેવા નાટ્યાનુવાદ પણ આપ્યા છે.