સાહિત્યિક તથ્યોની માવજત/લેખો વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લેખો વિશે

સાહિત્યિક તથ્યોની માવજત : ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૩મા અધિવેશનના અધ્યક્ષ તરીકેનું વ્યાખ્યાન. લખાયું તા. ૧૧-૧૨-૧૯૮૫, રજૂ થયું પૂણેમાં તા. ૨૯-૧૨-૧૯૮૫ના રોજ. ત્યાં વ્યાખ્યાનનો પહેલો મુદ્દો ‘વિવેચનની આજની સ્થિતિ’ વાંચ્યો હતો, પરંતુ બાકીના મુદ્દાઓ મૌખિક રીતે રજૂ કર્યા હતા. અહીં છાપતી વખતે ‘કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય’ એ મુદ્દામાંની ‘ઉપહાર’ કાવ્ય વિશેની ચર્ચાની રજૂઆતમાં થોડો ફેરફાર કર્યો છે અને પછીથી એક સ્થળે પાદટીપ ઉમેરી છે. સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ : ગુજરાતીના અધ્યાપક સંધના ૩૬મા સંમેલનમાં વાડાસિનોર મુકામે તા. ૧૮-૧-૧૯૮૬ના રોજ મૌખિક રૂપે અપાયેલું વ્યાખ્યાન. લખાયું. તા. ૧-૭-૧૯૮૬. ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના જુલાઈ-સપ્ટે. તથા ઑક્ટોે.-ડિસે. ૧૯૮૬ના અંકોમાં તથા ‘અધીત ૧૦’ (સંપા. વિનાયક રાવલ તથા અન્ય, ૧૯૮૭)માં છપાયું. અહીં છાપતી વખતે ત્રણેક ઠેકાણે તાજા સંદર્ભો ઉમેર્યા છે મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા : આ ગ્રંથ માટે લખાયેલો લેખ. મધ્યકાલીન કવિતાના અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ : લખાયો તા. ૧૯-૧૧-૧૯૮૫. છપાયો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૫. એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ : છપાયો ‘ગુજરાત’ દીપોત્સવી અંક વિ.સં. ૨૦૩૯ (૧૯૮૩) (પ્રકા. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), અહીં ક્યાંક જ માહિતી સુધારી છે. આ લેખ લખાયા પછી ‘જૈન ગૂર્જર કવિઓ’નું પુનઃસંપાદન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ લેખમાં છેલ્લે કરવામાં આવેલાં સૂચનોને અમલમાં મૂકવામાં આવ્યાં છે. અહીં આ પ્રકારના સંદર્ભસાધનની ગલીકૂંચીઓના અભ્યાસના એક નમૂના લેખે આ લેખ ગ્રંથસ્થ કરવાનું ઉચિત ગણ્યું છે. નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા : લેખ લખાયો તા. ૬-૪-૧૯૮૩, છપાયો ‘ભાષાવિમર્શ’ એપ્રિલ-જૂન ૧૯૮૩. તે પછી ‘પંચાંગ’નો મુદ્રિત પાઠ મળ્યો. એટલે આ લેખ સુધાર્યો તા. ૧૭-૯-૧૯૮૩ ને એને અનુલક્ષીને એક પુરવણી ‘ભાષાવિમર્શ’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૩ (પ્રકાશિત એપ્રિલ ૧૯૮૪)માં છપાઈ. અહીં સુધારેલો લેખ મુદ્રિત કર્યો છે, જેમાં ‘પંચાંગ’ની વાચનાનો સીધો અભ્યાસ સમાવેશ પામ્યો છે. નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ : છપાયો ‘સામીપ્ય’ જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૮૫ (મે ૧૯૮૭માં પ્રકાશિત). અહીં થોડીક છાપભૂલ ને સરતચૂક સુધારી લધી છે ને પ્રાસ્તાવિકમાં અહીંતહીં સ્વલ્પ ફેરફાર કરેલો છે. કાન્તકૃત ‘ખરી મોહોબત’ : કેટલીક વિશેષ નોંધ : લખાયો તા. ૧૦-૭-૧૯૮૭, પ્રસિદ્ધ થયો ‘શબ્દસૃષ્ટિ’, ઑગસ્ટ ૧૯૮૭. બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ : કીર્તિદા જોશીના સહયોગમાં લખાયો. છપાયો ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૮૨. ત્રણ નોંધ : પહેલી બે નોંધ લખાઈ તા. ૧૯-૮-૧૯૮૬ ને છપાઈ ‘ગ્રંથગરબડ’ એવા શીર્ષકથી ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૮૬. ત્રીજી નોંધ લખાઈ તા. ૮-૩-૧૯૮૫ ને છપાઈ ‘કંકાવટી’, એપ્રિલ ૧૯૮૫. મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો : ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ), સંપા. પ્રકાશ વેગડ, ૧૯૮૪માં મુકાયેલો પ્રાસ્તાવિક લેખ.