સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અરદેશર ફરામજી ખબરદાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અરદેશર ફરામજી ખબરદાર

[આપણું આ એક જાણીતું કાવ્ય છે. એમાં દેવીના હૃદયમાં રહેલું ઊંડું દર્દ જે કુશળતાથી વ્યક્ત કરવામાં આવ્યું છે તે આ કવિતાને આપણી શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન અપાવે છે. વાંચનારના દર્દ ઊંડી અસર કરી જાય છે એ આ કાવ્યની સફળતા છે. હિન્દદેવીને આ કાવ્યમાંની દેવી તરીકે કલ્પી કાવ્યને માણતાં હરકોઈના હૃદયના તાર ઝણઝણ્યા વિના નહિ રહે. દેવી બલિદાનની માગણી કરે છે. પણ એ બલિદાન કેવું? થોડાક પૈસા આપ્યા, થોડીક આ સેવા કરી, થોડીક તે સેવા કરી— એવું નહિ. આખી જાતને હોમી દેવાય તોપણ ઓછું. બલિદાનના એક ઝાપટાએ શું વળે? એ તો ધોધમાર હેલી હોય તો જ બધી પાળો તૂટે. સિન્ધુ ઊલટી આવતો હોય એવા ભવ્ય બલિદાનની દેવીની યાચનાથી ભર્યું આ કાવ્ય એક વાર વાંચ્યા પછી ભુલાય ખરું? આ સાથે શ્રી. ખબરદારનું ‘ગુજરાતનો યજ્ઞકુંડ’ અને શ્રી. ઉમાશંકર જોષીનું ‘પિપાસા’ ‘ગંગોત્રી’માંથી અવશ્ય વાંચજો.]