સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાલશંકર કંથારિયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાલાશંકર કંથારિયા

[સ્વ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં જાણીતાં કાવ્યોમાં નીચે ઉતારેલા કાવ્યની ગણના થાય છે. સામાન્ય રીતે બોધનાં કાવ્યો હાલ ઓછાં લખાય છે, પણ અગાઉ એ પ્રકારનાં કાવ્યો સારા પ્રમાણમાં લખાતાં. એવાં કાવ્યો કેટલીક વાર શુષ્ક થઈ જવાનો ભય રહે છે, પણ આ કાવ્ય એવા દેશમાંથી મુક્ત છે એટલું જ નહિ, પણ વારંવાર વાંચવું અને યાદ કરવું ગમે એવું છે. એમાંની કોઈ કોઈ પંક્તિઓ તો કહેવતરૂપ થઈ પડે એવી છે. ૨. પ્યારાએ— ઈશ્વરે. ૫. કચેરી - ઈશ્વરનો દરબાર. ૬. જગતકાજી – દુનિયાના સદસદ્ વર્તનનો ન્યાયાધીશ-પંચાતિયા. ૭. જગતના કાચના યંત્રે - દુનિયાની નજરે. દૂરબીન જેવા કાચના યંત્રે જોતાં વસ્તુ હોય તેના કરતાં નજીક દેખાય, અથવા તેને બીજે છેડેથી જોતાં હોય તેનાથી દૂર દેખાય, પણ હોય તેવી તો ન જ દેખાય. એવું જ સૂક્ષ્મદર્શક કાચમાંથી જોવા જતાં પણ થાય. જગત પણ એવું જ કાચનું યંત્ર છે, જે વસ્તુને તેના સાચા સ્વરૂપમાં આપણને નથી બતાવતું. ૧૩. ઉન્મત્ત – અહીં આગળ મગ્નના અર્થમાં. ૨૨. ગ્રીવા - ડોક.]