સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ'

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝીણાભાઈ દેસાઈ- ‘સ્નેહરશ્મિ’

[‘સરિતાનું ગાન’ એ રૂપક છે. મીઠી અધનીંદરમાં પડેલા શૈશવ (બાળપણ)ને જાણે દૂરથી સમુદ્રધ્વનિ – કોઈ મહાન આદર્શનો અવાજ બોલાવતો ન હોય એ દશાનું વર્ણન કરેલું છે. જીવન-વિકાસની વેદના ગાઈ છે. વિકાસ કરવો બહુ ગમે તો છે, પણ તેમાં કેટકેટલું ખોવાનું-પાછળ મૂકી જવાનું હોય છે? પણ બંને તે કેમ બને? એકની જ પસંદગી કરવી રહે. ૩. દુર્ગો-કિલ્લા. ૧૩. અનિમિષ – પાંપણના પલકારા વગર. ૩૯, અતીત – દૂર દૂર રહેલો. બીજું કાવ્ય સૉનેટ છે, પલટો ૧૦મી પંક્તિથી છે. જીવનનદીનું રૂપક એમાં ગૂંથ્યું છે. નદીના જેવું સદ્ભાગ્ય માણસની જીવનનદીને પણ હશે કે? એમ પ્રશ્નરૂપે આખો ભાવ મૂકી કાવ્યને વધારે સૂચકતા આપી છે. ૧૧. કાન્તારો –વનો. ૧૩. ગહરો-ગભીરો.]