સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દુ:ખે દૂબળાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. દુ:ખે દૂબળાં

શાંતિદાસ

ક્યારે મળશે કાન, જોશીડા, જોશ જુઓની.
સાત સોપારી ને પાનનું બીડું, જાઉં રે જોશીડાને ધામ. જોશીડા૦
દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન. જોશીડા૦
દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન. જોશીડા૦
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ. જોશીડા૦