સાહિત્ય પલ્લવ – ભાગ ૩/‘આસીમ’ રાંદેરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. મિલનનું સ્વપ્ન

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

[માતા પ્રત્યેના પ્રેમનું આ કાવ્ય છે. તે બતાવવા માટે કવિએ વિષયની પસંદગી ઉત્તમ રીતની કરી છે. જેને આંખ નથી તેવી એક બાલિકા જેટલી તીવ્રતાથી આ ભાવ કોણ અનુભવી શકે? એને તો પોતાની ઉપર અનહદ ઉપકાર કરનારી માતાનું મુખ પણ જોવા મળ્યું નથી! કવિએ પ્રભુ પ્રત્યેની પ્રાર્થનાના રૂપમાં કાવ્ય રજૂ કર્યું છે એ બીજી એક મોટી ખૂબી છે. તે સિવાય એ છેવટની ‘તુજને પણ જોવાની ઇચ્છા, ઓ પ્રભુ! હા, હા, નથી’ પંક્તિ કેમ આપી શકત? આ સંગ્રહમાં આ વિષય ઉપર એક ચિત્ર છે. આ કાવ્ય અને એ ચિત્ર બંનેનો આસ્વાદ એકમેકની મદદથી વધારે લઈ શકાશે. ૮ નેઅમત - ઈશ્વરી ભેટ.]