રાહબ, ઊઠે કમાણગર, મૂછમરોડ મ રોય; મરદ મરણો હક્ક હૈ, રોણો હક્ક ન હોય.
ઊઠ લડવૈયા, જેણે પોતાની મૂછને વળ દઈ જાણ્યા છે તેનાથી રડાય નહિ. મરદને તો માત્ર યુદ્ધમાં મરી ફીટવાનો જ હક્ક છે, રડવાનો એને અધિકાર નથી.