સોરઠી બહારવટીયા - 2/૭.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઢાંચો:પડાતો અક્ષરથી એ કુટુંબ જુદું પડ્યું : રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું. જલદ જીભવાલા લધુ શેઠ પોતાના ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળીઆ તરફ ચાલી નીકળ્યા. રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી. પહેલું ગાડું લધુભાનું : એ નીકળી ગયું, પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઉઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી. ગાડાખેડુએ બૂમ પાડી “એ લધુભા, લૂંટારા!” ઠેકીને બહાદૂર લધુભા ઉતર્યો. “કેર આય!” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો. લૂંટારાઓને પડકારીને કહ્યું, “અચો હરામી! અચો પાંજે ગડે! [આવો મારે ગાડે.]” આવીને જુવે તો આદમીઓએ મ્હોં પર મોસરીયાં વાળેલાં: ફક્ત આંખો તગતગે: મોવડી હતો તેને ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યો : “હાં! વાહ વાહ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજાંગ અયેં.” [તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ! ] લુંટારો ભોંઠો પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યા કે “મુઠો ડન્ને લધુભા! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીંયાંસી, પણ હણેં તો અસાંથી લુંટાય ન! [ભોંઠા પાડ્યા ને, લધુભા! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લુંટાય નહિ.] “લૂંટને! ઈન્ની પાસે તો બસો ચારસો કોરીંયેજો માલ હુંદો! પણ મું આગર બ હજાર કોરીયું આય. હલ, ઈ આંકે ખપે તે ગીની વીંજે!” [લૂંટને! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે. પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ, જોઈએ તો લઈ જા!] “હણેં તો લધુભા! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે, લૂંટણાવા! ચો૫ડેમેં અસાંજે ખાતેમેં ખુબ કલમેંજા ઘોદાં માર્યું આય.” [હવે તો લધુભા! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમારાં ખાતામાં ખૂબ કલમના ઘોદા માર્યા છે.] "હણે કૂરો?" લધુભાએ વાઘેરને પૂછ્યું, “હણેં હલો. આંકે રણજી હુન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના. [હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ. નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.] વાઘેર લૂંટારો ખસીયાણો પડી ગયો. કોઈ કુટુંબી પૂછે તેવી રીતે પૂછ્યું, “લધુભા! ભૂખ લગી આય.” “તો ડીયું ખાવા. જોધો માણેકજો પરતાપ આય.” [તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે.] ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવીયો બન્યો. લધુભાનાં ત્રણે ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.