હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/જ્યોત જરા
Jump to navigation
Jump to search
જ્યોત જરા
જ્યોત જરા ઝુમ્મરમાં આવે,
એ આભા અક્ષરમાં આવે.
પ્રશ્ન ઘણા જીવતરમાં આવે,
જે ન કદી ભણતરમાં આવે.
પંખી મોકો મળતાં ઊડે,
માણસ ખુદ પિંજરમાં આવે.
ટેલિવિઝનમાં શું છે દૃષ્ટિ?
ગામનો ઝઘડો ઘરમાં આવે.
એ કહેશે કે અખો છે સોની,
અને કબીર વણકરમાં આવે.
બાકી જીવન ચીલાચાલુ,
કંઈક કદી શાયરમાં આવે.
આખરે ૨૦