ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેસ્ટલેન્ડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''(ધ)'''</span> વેસ્ટલૅન્ડ : ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલી ટ...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વેષ્ટનલેખન
|next = વૈદર્ભી
}}

Latest revision as of 12:20, 3 December 2021


(ધ) વેસ્ટલૅન્ડ : ૧૯૨૨માં પ્રસિદ્ધ થયેલી ટી. એસ. એલિયટની સુખ્યાત કાવ્યકૃતિ. તેની આમૂલ પ્રયોગાત્મક નિર્માણ શૈલીને લીધે એ એક અત્યંત પ્રભાવશાળી અને વીસમી સદીના કેન્દ્રવર્તી દર્શનના પ્રતીક સમી કૃતિ તરીકે સ્વીકાર પામી. મૂળમાં એઝરા પાઉન્ડે કરેલા સુધારા સાથે આ કૃતિ ચારસો ઉપરાંત પંક્તિઓની છે અને પાંચ વિભાગમાં વહેંચાયેલી છે : ધ બરિયલ ઑફ ધ ડેડ, અ ગેમ ઑફ ચેસ, ધ ફાયર સર્મન, ડેથ બાય વૉટર અને વૉટ ધ થન્ડર સડ. કથનપદ્ધતિ ત્રૂટક છે. સ્મરણો, દૃશ્યો, વિચારો, સંસ્કારો, પડઘા ઊભરાય છે અને શમે છે. ‘ભગ્ન કલ્પનોનો પુંજ’, એવી આ સામગ્રીને સાંકળતું એક પાત્ર છે અંધ આર્ષદ્રષ્ટા ટાયરીસિયસ, જે પાત્ર ઇડીપસની ગ્રીક-કથામાં જડેલું છે, ભૂત અને વર્તમાન, ગઈકાલનાં એથેન્સ, કાર્થેજ અને આજનું લંડન, એલિઝાબેથ પહેલાંના સમયની ટેમ્સ અને આજની ટેમ્સ નદી એમ દૃશ્યો આસ્ફાલિત થાય છે. કૃતિના કેન્દ્રમાં ભીનાશ અને સુકવણાં – પાણી અને રણ – એ પ્રતીકોનું યુગ્મ છે. પ્રેમ(ઐહિક અને આધ્યાત્મિક) એ એનો મુખ્ય વિષય છે. વીસમી સદીના મધ્યાહ્ન સમયનાં વિશ્વયુદ્ધોથી ઉઝરડાયેલા માનવમનની ઉષરભૂમિને કયાં અમીઝરણાં નવપલ્લિત કરે તેની શોધ કાવ્યના કથાનકનું વસ્તુ છે. અંતે સંસ્કૃત ઉચ્ચાર-શાન્તિ :, શાન્તિ :, શાન્તિ : એલિયટની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવે છે. હ.મા.