કોડિયાં/મૃત્યુની દીપકવાટ

From Ekatra Wiki
Revision as of 12:08, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુની દીપકવાટ|}} <poem> જીવનનો ઝળહળતો દીવો, {{Space}} પ્રથમ જે દિ’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મૃત્યુની દીપકવાટ


જીવનનો ઝળહળતો દીવો,
          પ્રથમ જે દિ’ પ્રકાશ્યો!
મેઘધનુની રંગલીલામાં,
          પ્રેમસ્પર્શ તું ભાસ્યો! જીવનનો0

કોડ ભરીભરી અંતર લાવ્યો,
          આંખમાં દિવ્ય સુવાસ;
નૈવેદ-છાબડી મૂઠ બીડી બેઉ
          ધરવા પ્રાણપ્રકાશ! જીવનનો0

વાંચી લીધું જગ-સોણલું મારું,
          આશ નથી પણ આગ;
હેત માન્યું હતું જોઉં હળાહળ,
          ગંધમાં સ્વાર્થના શ્વાસ. જીવનનો0

આંસુ નથી, નાથ! હસતાં ભમવું,
          જીવનની રણવાટ;
પ્રાણપ્રકાશ નહિ તોય ધરવી
          મૃત્યુની દીપકવાટ. જીવનનો0

18-11-’31