ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિસંકેતક્રિયા

From Ekatra Wiki
Revision as of 12:13, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિસંકેતક્રિયા(Decoding) : સંચાર-યાંત્રિકી (Communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષાસામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેતક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ(codification) કરે છે તેનું ભાવક વિસંકેતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે. હ.ત્રિ.