અંતિમ કાવ્યો/પ્રેમ મૈત્રીમાં ફળે

પ્રેમ મૈત્રીમાં ફળે

તો પ્રેમ મૈત્રીમાં ફળે,
પ્રેમમાં જે હું તું છે, ને જે મોહ છે તે જો ટળે !

મોહમાં આરંભ, એ મોહનો અર્થ,
પ્રેમમાં અંત, મોહ ન હોય વ્યર્થ,
નદી નમતી નમતી અંતે સમુદ્રમાં ભળે.

મૈત્રી એ તો પ્રેમનું અંતિમ રૂપ,
સુખડ બળે પછી અંતે એ ધૂપ;
મૈત્રીમાં પ્રેમ એના વિશ્વરૂપમાં ઝળહળે !

ડિસેમ્બર ૨૦૧૭