અથવા અને/ઘાસ લીલાશ...

ઘાસ લીલાશ...

ગુલામમોહમ્મદ શેખ


ઘાસ લીલાશ
હાશ
શુક ઊડ્યાં તે ઝાડ લઈ
લીલોતરી પ્રસરી વ્યોમ
ને
પાછી વળી.
રોજ સાંજે
તડકો શમે
છકે લીલાશ
લેલાં, મેના, દેવચકલી
લીલાંતૂર
પાંદડે પાંદડે ચહેકે
ફરકે હરિત હવા
ધૂળને લીલનો લાગ
છલકાયું આકાશ જો
ઝમ્યું છાપરે
સાંજ થથરતી
ઊતરી ગઈ.

૧૯૮૩ (?)
અને