અથવા અને/રેચોલ સેમિનારીની મુલાકાતે

રેચોલ સેમિનારીની મુલાકાતે

ગુલામમોહમ્મદ શેખ

સજાતીય સ્પર્શથી નરમાયો હાથ
મોઢે મરકલું
શબ્દ હળવા હળુ હળુ.
દીક્ષાર્થી મુમુક્ષુઓના સ્પર્શે
સીંચાયેલા
ચીકણા મઠના બાંકડે
જન્મતાં જ વિલીન
પતિત સ્વપ્નનો લિસોટો.
રહ્યો તે રખડતા હાથનો રઘવાટ.
ત્રણસો વરસની તોતિંગ દીવાલ પરથી
જઉં જઉં જીસસ.
તિરાડે તરબોળ
ઘાવ બધા ગણગણે બણબણે.
રોજનું રાત્રિગીત
અને  ભીની દીવાલમાં ભંડારેલાં ચામાચીડિયાં
ચિત્રમાંથી ચાલી જતા જીવોને
પાછાં ભીંતભેગાં કરે છે.

૧૯૮૩
અને