અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/કાવ્યમાં રહસ્ય, ઘટકાંશ, અને કાર્યપ્રયોજન–એનો આંતરસંબંધ

From Ekatra Wiki
Revision as of 09:32, 7 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. કાવ્યમાં રહસ્ય, ઘટકાંશ, અને કાર્યપ્રયોજન– એનો આંતરસંબંધ
હીરાબહેન પાઠક

મારો વિષય છે, કાવ્યમાં Motive, Motif અને Motivation –એનો આંતરસંબંધ, આ તત્ત્વો વિશે મુખ્યત્વે પાશ્ચાત્ય વિવેચને વિચારણા કરેલી છે. આપણે ત્યાં અલ્પ છે. ત્રણેમાંથી Motive તત્ત્વ વિશેની વિચારણા, અને તેનો સદષ્ટાંત વિનિયોગ આપણે ત્યાં થયેલ છે. તે કરેલ છે રા. વિ. પાઠકે. Motif તત્ત્વ વિશેની વિચારણાની યોજનાનું નિમિત્ત પણ કેટલેક અંશે તેમાં થયેલ છે. સાહિત્ય પરિષદ તરફથી જે શામળ-ગ્રંથાવલિ સંપાદિત થનાર હતી, તે તેમના માર્ગદર્શન હેઠળની હતી. તેમાં મુખ્યત્વે ભાયાણીભાઈ અને અન્ય અધ્યાપકમિત્રા ભળ્યા હતા. અને Motifના દૃષ્ટિબિંદુથી એ ક્ષેત્રમાં થોડું ઘણું કામ નીપજ્યું છે. Motivation વિશે આ સંદર્ભમાં કોઈ ચર્ચાઆલોચના થઈ નથી : તો ત્રણેના આંતરસંબંધ વિશે તો વાત જ કયાંથી? અહીં આજે તે ત્રણેને આવરી લેતી વિચારણા રજૂ કરવાના પ્રયત્ન છે. અહીં ‘કાવ્ય' કહેતાં કાવ્યસમગ્ર અર્થાત્ સમગ્ર કલ્પનોત્થ લલિત વાઙ્મય, અર્થ સમજવાનો છે. જેમાં ગદ્ય, પદ્ય અને નાટક ત્રણે કથનાત્મક સર્જનાત્મક વાઙ્મયને સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ ૧. ગદ્યમાં, નવલકથા, નવલિકા અને ટુચકાના અનુલક્ષમાં આ તત્ત્વો વિચારી શકાય. ૨. પદ્યમાં, મહાકાવ્ય, પ્રબંધ, રાસા, આખ્યાનકાવ્ય, સ્તવન, ફાગુ, ખંડકાવ્ય, નાટ્યાત્મક ઊર્મિકાવ્યો વગેરે કાવ્યપ્રકારોના સંદર્ભમાં તત્ત્વચર્ચાનો અવકાશ છે. ૩. નાટકમાં કહેતાં સંવાદ અને એકાંકીથી માંડીને કોઈ પણ મોટા નાટકને અનુષંગે, આ તત્ત્વોનું આકલન થઈ શકે. પદ્યનાટકના પણ, પ્રસ્તુત તત્ત્વચર્ચા અથે સ્વીકાર છે. તાત્પર્ય કે, જ્યાં જ્યાં કથાનક કે ઘટના જેવું, તેનું કોઈ અંગભૂત માર્મિક ઘટક—એકમ હોય, ત્યાં ત્યાં ઓછેવત્તે અંશે ઉપરોક્ત તત્ત્વોની સંભવિતતા છે. કોઈ પણ કથાનકમાં ઘટના—બનાવ કે પ્રસંગનું તત્ત્વ તેમ જ અથવા પાત્રનું તત્ત્વ, એ તેનાં ઘટકા છે. કથાનક અર્થેની તેની પરસ્પરોપકારિતા સ્વીકારાઈ છે. કારણ, એ બંને તત્ત્વોનો અંતર્ગત સંબંધ છે. પાત્ર વડે પ્રસંગો સર્જાય છે. પ્રસંગો વડે પાત્રનિરૂપણ થાય છે. એ બંનેનો કલાત્મક ગોફ તે કથાવસ્તુ, કથાવસ્તુમાં ઉપરોક્ત તત્ત્વો રહેલાં છે. કાવ્યકલા ઉપરાંત અન્ય કલા જોડે આ તત્ત્વોનો શો સંબંધ? સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને અન્ય પ્રયોજિત કલાઓમાં પણ ઉપાદાનભેદે આ તત્ત્વો પ્રવર્તે છે. એટલું નિશ્ચિતપણે કહી શકાય કે તમામ ચેતનાપ્રવૃતિ માટે કલાઓના સર્જન પાછળ Motive (રહસ્ય) તત્ત્વ અનિવાર્ય પણે હોય છે.૧ કારણ, પ્રત્યેક કલાકાર કલાસર્જન દ્વારા રહસ્ય-જીવનદર્શન વ્યક્ત કરતો હોય છે. અદ્યતન કલાશાસ્ત્રો ઉપરોક્ત તેમ જ અન્ય કલાઓમાં Motif (ઘટકાંશ)ના દૃષ્ટિબિંદુને સારું એવું મહત્ત્વ આપે છે. પશ્ચિમના દેશમાં સાહિત્યકલા અંગે તેનું આખું શાસ્ત્ર નિપજાવ્યું છે. આટલું કહી શકાય કે Moti અને Motivationનાં તત્ત્વો એ કલા-આયોજનનાં તત્ત્વો છે. અને જે કલાઓ તેમને ખપમાં લે છે તે માધ્યમની મર્યાદાથી અમુક સ્વરૂપમાં, અમુક રીતિએ અને અમુક અંશે તેને સાધી શકે. સહજપણે, દૃષ્ટાંતલેખે સંગીત જેવી કલા, Motivation ના તત્ત્વને જે આકારમાં સ્વીકારે, તેને માટે પારિભાષિક નામકરણ અન્ય હોઈ શકે. સૂક્ષ્મ એવી કાવ્યકલા આ ત્રણે તત્ત્વો વડે નિજી ભાવાર્થબોધશક્તિને વધુ વેધ અને વ્યાપથી સાધે છે. તો હવે આપણે કાવ્યસમગ્રમાં પ્રત્યેક તત્ત્વનું સ્વરૂપ અને તેમનો અંતર્ગત સંબંધ તપાસીએ. Motive (રહસ્ય) એટલે શું? વ્યવહારમાં આ શબ્દના સાદો સીધો અર્થ છે હેતુ-આશય ઉદ્દેશ–પ્રયોજન; આ પ્રેરક હેતુ, મનુષ્યને ક્રિયાર્થે પ્રેરે છે.’ આ અર્થના પાયા ઉપર, કાવ્યકલાને અભિપ્રેત અર્થનું ચણતર થયેલું છે. આપણે ત્યાં આ શબ્દ ‘રહસ્ય' નામથી પરિચિત છે ઃ વળી તેને, કવિનું જીવનદર્શન-કૃતિગત સત્ય કે કવિનો કાવ્યસર્જન અર્થનો પ્રેરક હેતુ, તરીકેયે ઓળખીએ છીએ. કાવ્યસમગ્રનાં એ ત્રણે તત્ત્વોમાંથી પ્રસ્તુત તત્ત્વ ‘રહસ્ય' (Motive) તેની વ્યાખ્યા સહિત આપણે ત્યાં – જોઈ ગયાં તેમ – વિવેચનમાં કંઈક પ્રચલિત થયેલ છે. Motive – ‘રહસ્ય' શબ્દના વિચાર કરતાં, અર્થવ્યવસ્થાદૃષ્ટિએ એક સૂચન કરવાનું મન થાય છે. આપણે કવિને પક્ષેથી, કૃતિ રચાયા પૂર્વેના તેના સિસૃક્ષા- પ્રેરણારૂપ પ્રયોજનને ‘રહસ્ય' શબ્દથી ઓળખીએ તો? જે કૃતિપૂર્વે કવિના ચિત્તમાં હજી. રહસ્યાત્મક રૂપમાં પડેલ છે, અને છતાં નિશ્ચિતપણે તે માનવજીવનનું કોઈ રહસ્ય તો છે જ, તે રહસ્ય. જેને કવિ વ્યક્ત–સાકાર કરવા પ્રેરાય છે. આ પછી, કવિઅભિપ્રેત આ રહસ્ય કૃતિનિષ્પન્ન થતાં તે છે ભાવક અર્થેનું કવિનું જીવનદર્શન અથવા કૃતિગત સત્ય. આમ સર્જકભાવકપક્ષના અસંકેત તે બની શકે. આમ તો એ Motive તત્ત્વ, માનવમનોવ્યાપારને લગતો શબ્દ છે. મનોવ્યાપારની સર્જનાત્મક ઉત્તમ ચેતના તે કવિતાકલા છે. માનસશાસ્ત્ર એનું સ્વરૂપ લક્ષણ, થોડાથોડા અર્થભેદે જુદી જુદી રીતે વર્ણવે છે. એમાંથી એક અર્થ આ રહ્યો : “any state or event within the organism that (under appropriate circumstances) initiates behaviour in relation to a goal, જોઈ શકાશે કે આ વર્ણન, કાવ્યકલાસર્જનક્રિયાના અર્થાત્ કવિપક્ષેથી આત્માભિવ્યક્તિના – સિસૃક્ષાના, પરમ હેતુને લાગુ પડી શકે તેવું છે. વળી તે, તમામ સર્જનાત્મક કલાના ચેતનવ્યાપારને લક્ષ કરે છે; વ્યવહારુ કલાઓની રચનાનેયે લાગુ પડે છે. હવે કાવ્યકલામાં પ્રયાજિત Motiveના સ્વરૂપ વિશેની જે તત્ત્વચર્ચા આપણને પશ્ચિમમાંથી સાંપડે છે, તે જોઈએ. તેનાં અનેક ઉલ્લેખોવર્ણના થયેલાં છે.૪ તેમાંથી એકાદ બે જોઈએ; “A great composition always has a leading emotional purpose, technically called its motive'૫ અહીં આપેલી વ્યાખ્યા, કોઈ મહાન કૃતિ ‘અનુષંગે છે, તે અન્ય માટેયે એટલી જ સત્ય ઠરે છે. કર્તાને, કૃતિના જે ભાવજન્ય હેતુ સૂઝે છે, તે ‘રહસ્ય' છે. ટૂંકી વાર્તાના સંદર્ભમાં Albrightનુ આ વિશેનું સ્વરૂપઆકલન ઘણું સ્ફુટ છે. વીગતે જોવા જેવું છે. “...where shall the plot come from? Some- thing in the author's experience, real or imagined, must furnish the plot-germ. Plot starts most commonly with an idea orginating in the impression made by a single incident in a situation experienced or invented, in a chance mood or fancy, or in a conception of character. The starting point may be called the story theme, ::. the idea, the plotgerm, or the motive. By the term motive is meant whatever in the material has served as the spur or stimulas to write, the moving force of a story-in short it's reason for existence.૬ પ્રસ્તુત વિવેચક આ સ્થળે, વાર્તાસર્જન અંગેની લેખકની માનસપ્રક્રિયાનો ખ્યાલ આપી તેમાં આવતા ‘રહસ્ય’ તત્ત્વને પુરસ્કારે છે. તેને અનેક નામેવ ને આળખાવે છે. તેમાંથી Plot-germ શબ્દ સવિશેષ માર્મિક છે. આજ પ્રમાણે પોતાની વાર્તાસર્જન-પ્રક્રિયાનો ખ્યાલ આપી બરાબર એ જ અર્થ માં પાઠક તેને કથાબીજ– વાર્તાનું સૂક્ષ્મ બીજ' તરીકે ઓળખાવે છે.૭ બધી વાર્તાનો ઉદ્ભવ (તેનું) મૂળ પ્રવર્તક બળ એક પ્રકારની લાગણી કે રહસ્ય હોય છે... અમુક વસ્તુ સમજવા સાથે તે વસ્તુ વિશે લાગણી થાય છે. આ વસ્તુ સાથે... અંગત સંબંધ હોય એવું અવશ્ય હોતુ નથી, છતાં તે લાગણી અતિપ્રબળ હોય છે... જીવનના મર્મને સ્પર્શે છે, જીવનના મધ્યબિંદુ સુધી જાય છે... જીવનનો એ અમુક વસ્તુ તરફના લાગણીમય–ભાવાત્મક સબંધ એને જ હું રહસ્ય કહું છું, એ રહસ્ય જ વાર્તાનું સૂક્ષ્મ બીજ બને છે. પાઠકને મતે વાર્તામાં, આ રહસ્યનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. તે પ્રાણભૂત તત્ત્વ બનીને કથાને સમગ્રતાનું સ્વરૂપ બક્ષે છે. કૃતિ માટે તે અનિવાર્ય છે.૯ આના પરથી તેઓ ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એવું તત્ત્વ તારવે છે કે “ જે વસ્તુમાં જેટલું. જીવનરહસ્ય તેટલા રસ......જીવનરહસ્યને જ આપણે સત્ય કહીએ છીએ.૧૦ ગુજરાતી વિવેચનમાં આ તત્ત્વાલોચના મુખ્યત્વે પાઠકે જ કરેલી જણાય છે. આમ રહસ્યની પ્રેરણાથી સર્જન થાય છે અને એ જ કૃતિગત રહસ્યને આપણે જીવનનું સત્ય – કવિનું દર્શન કહીએ છીએ. કૃતિનો ભાવાત્મક ઉદ્ગમ તે રહસ્ય. કૃતિરૂપે મૂર્ત થતું આ રહસ્ય, તે કવિનું દર્શન. દા.ત. ‘પ્રેમ એ આત્માની અમૃત કલા છે.’ એ ‘ઉત્તરરામચરિત'નું ભવભૂતિએ કરેલું દર્શન છે. વળી, ‘કાન્તનું દર્શન કાવ્યમાં કરુણુરૂપે વ્યક્ત થાય છે. તેમને જગતની યોજનામાં કોઈ અસહ્ય વિષમતા પ્રતીત થાય છે.’’ (પૂર્વાલાપ). કવિના આ દર્શીન સંબંધે, વિશેષ વિચાર આગળ ઉપર આપણે કરવાનાં છીએ. ૨. Motif (ઘટકાંશ અથવા રૂઢ કથાઘટક) એટલે શું? ર્કાવ્યકલા ઉપરાંત સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય વગેરે સર્જન- ત્મક કલા, તેમ જ કેટલીક પ્રયોજિત કલાઓમાં આ તત્ત્વ સંભવે છે. કૃતિગત કોઈ ૧. મહત્ત્વનો કહેતાં વિશિષ્ટ અંશ, અને વળી તેથી જ દેશકાલ અબાધિત એવો, ૨. પરંપરાથી પુનરાવૃત્ત થતો અંશ તેને ઘટકાંશ કહી શકાય. કાવ્યસમગ્રના સંદર્ભમાં આ બાબત વિચારીએ તો એમ કહી શકાય કે કૃતિમાં આવતા કોઈ કથાનક કે પ્રસંગમાંનો અંગભૂત–અંતર્ગત મહત્ત્વના અસાધારણ અંશ અથવા ખંડ, તે છે આ ઘટકાંશ અથવા રૂઢ કથાઘટક, જે તેથી જ પરંપરાથી અનેક વાર્તાઓમાં પુનરાવર્તન પામતો ટકી રહે છે. પ્રશ્ન થાય કે કથા કે ઘટનાનો કોઈક ચમત્કૃતિભર્યો અંશ શા માટે પુનરાવર્તન પામે છે? કારણ તે, માનવભાવ અને માનવજીવન-વ્યાપારને, જગતનાં કે સમાજનાં ચાલકબળો અને અસાધારણ પદાર્થો વગેરેને, સંભરનાર રસકોષ સમાન છે. માનવજીવન કે જગતનું પડેલું હોય છે. તેને વિશેના સર્જકના અપાર કૌતુકને કારણે તે કથાઘટક, દેશકાલનિરપેક્ષપણે કરો ફરી પ્રયોજાઈ રૂઢ બને છે. દા.ત. સ્વપ્ન, પિછાન, અપર મા.વગેરે. Motif એ કલાકૃતિને એક પ્રકારના કલાકસબ—કલાયુક્તિ (mechanism) છે. આ તત્ત્વનું પશ્ચિમના વિવેચકોએ સારું એવું વિમર્શન કરેલુ છે ; ખાસ તો લોકવાર્તાની દૃષ્ટિએ સદૃષ્ટાંત વિકસિત એવી શાસ્રવ્યવસ્થા કરેલી છે, તેથી તેમને ત્યાં, વ્યાખ્યાલક્ષણથી Motifનું સ્વરૂપ સારી રીતે અવગત થયેલું છે. તેમની દૃષ્ટિએ પહેલાં આપણે Motifના સ્વરૂપને સમજીએ. Motif વિશે, ૧. વ્યવહારસામાન્ય અર્થ, ૨. માનસશાસ્ત્રીય અર્થ, ૩. કલાસામાન્ય અર્થ અને ૪. કાવ્યસમગ્ર સબંધે અ`, જુદા જુદા સંદર્ભગ્રંથો બતાવે છે. Webster તેનો સામાન્ય અર્થ કરતાં કહે છે: “a main element, idea, feature.૧૧ અને તેની સાથે એક બીજો. કલાનુસારી અર્થ મૂકે છે : “a repeated figure in a a design.૧૨ તાત્પર્ય દૃષ્ટિએ આ બન્ને અર્થો Motifનાં પેલાં બે માર્મિક સ્વરૂપલક્ષણોને કથે છે. તેનુ ભાવાદૃષ્ટિએ અસાધારણત્વ અને મહત્ત્વ : તેનું પરંપરાનુસારી પુનરાવર્તન. માનસશાસ્ત્ર, ઉપરોક્ત અર્થની ભૂમિકા સ્વીકારી પોતાના શાસ્ત્રને. અભિપ્રેત અર્થ આમ કરે છે: a dominating feature or theme'૧૩ આ અર્થમાં ‘પુનરાવર્તન’ અંશનો ઉલ્લેખ નથી. એ જ પ્રમાણે Oxford English Dictionary (Vol. VI) અનેક કલાઓ તેમ જ સાહિત્યકલાયોજિત આ શબ્દના જે અર્થ કરે છે, તેમાંયે ‘પુનરાવર્તન’ના અર્થ બાકાત રાખે છે.૧૪ એવી રીતે, Current Literary Terms (By A.F. Scott)ના કોશમાં પણ એ અંશનો ઉલ્લેખ નથી.૧૫ સિવાય કે બન્નેમાં ઉલ્લેખિત - dominant idea’ અને dominant element 'ના તાત્પર્યાર્થ તેવો ઘટાવવા જઈએ. તો તે અર્થની ભાળ લાગે! પણ એ અંશનો સ્પષ્ટોલ્લેખ એક સાહિત્યપરિભાષા સંદર્ભે કૈાશમાં છે ખરો.૧૬ “A word or pattern of thought that recurs in દી similar situation, or to evoke a similar mood, within a work or in various works of a genre” પ્રસ્તુત વ્યાખ્યાનું મહત્ત્વ એ છે કે અહીં કોઈ ચમત્કારક ભાવવિચારની સામગ્રીવાળા રૂઢ કથાઘટક ઉપરાંત એવો કોઈ ભાવ- ગર્ભ શબ્દ—‘word' પણ કથાઘટકરૂપે સ્વીકારાયો છે; જે Symbolic- પ્રતીકાત્મક બની જાય છે, ને પુનરાવર્તન પામ્યા કરે છે, તેથી તેને Motifની વ્યાખ્યામાં સમાવી લીધો છે. The Random House Dictionary Motif આ દ્વિલાક્ષણિક સ્વરૂપ, અન્ય કલાએ, કાવ્યકલા અને વળી લોકસાહિત્યના સદમાં વર્ણવે છે. ૧૭ અન્ય સોંદર્ભ ગ્રંથો ઓછાવત્તા મહત્ત્વથી Motifનાં ભય લક્ષણાને પુરસ્કારે છે, જે સમજવા જેવાં છે.૧૮ લોકવાર્તામાંના Motifનું સ્વરૂપઆકલન સમર્થપણે Stith Thompson અર્થ The Folktale (Dryden Press)માં કરતાં જે વર્ણન કરે છે તે કાવ્યસમગ્રમાં પ્રયાન્નતા Motif ના મૂળભૂત સ્વરૂપનેયે ઘણી કુશળતાથી સ્પષ્ટ કરે છે : “A motif is the smallest element in a tale having a power to persist in tradition. In order to have this power it must have something unusual and striking about it. આ જ સ્વરૂપનિરૂપણ એના એ જ લેખકે અન્ય વિશેષ મહત્ત્વના સંદર્ભગ્રંથમાં આપેલ છે, તે સવિશેષે સમગ્ર લોકકલાની દૃષ્ટિએ થયેલ છે.૧૯ રૂઢ કથાઘટકમાં કશી કૌતુકકારી ચમત્કૃતિ – અવનવીન અસા- ધારણતાનો જે ઉલ્લેખ Stith Thompson ઉપરોક્ત મંતવ્યમાં કરે છે, તેને ફોડ પાડીને સમજાવે છે :૨૦ ...it must be remembered that in order to become a real part of tradition an element must have something about it that will make people rememeber and repeat it. It must be more than commonplace. A mother as such is not a motif. A cruel mother becomes one because she is at least thought to be unusual. The ordinary process of life are not motifs." મને લાગે છે કે રૂઢ કથાઘટક Motif ના સ્વરૂપ વિશે અહીં પૂરતી સ્પષ્ટતા થઈ છે. તો હવે આપણે Stith Thompsonના મત અનુસાર લોકવાર્તામાં આવતાં રૂઢ કથાઘટકો જે ત્રણ વિભાગમાં પડે છે તે જોઈએ. ૧. કાર્ય કરનારાં લાક્ષણિક પાત્રો (દા. ત. પરી, રાક્ષસ, અપર મા, ડાકણવંતરી, ગણિકા, પોપટ કે અન્ય પ્રાણી, માનીતી-અણમાનીતી સ્ત્રીઓ વગેરે), ર, કથાની ભૂમિકામાં રહેલાં કેટલાંક વિલક્ષણ, અગમ્ય, આધિદૈવિક તત્ત્વો (જેવાં કે, અસામાન્ય રૂઢિ, વહેમ-માન્યતાઓ, એંધાણીરૂપ વીંટી કે અલંકાર, ઊડતી ચટાઈ, જાદુઈ ફાનસ, મુખમાંથી મોતી ખરવાં વગેરે), અને ૩. કોઈક એક છૂટી વિલક્ષણ ઘટના. આરૂઢ ઘટકાંશનાં એકાદ બે દૃષ્ટાંતો જોઈએ : આપણે કાન્તનાં કેટલાંક ખંડકાવ્યોમાં તેમનું કરુણ જીવનદર્શન આગળ જાણી ગયાં છીએ. એ કરુણ દર્શન મુખ્યત્વે અવરુદ્ધ પ્રણય (Inhaibited love— Motif)ના ઘટકાંશથી મૂર્ત થાય છે. એમાંની ‘મિથુન’ કૃતિમાં તો કવિએ સીધેસીધું મંતવ્ય પણ મૂકેલું છે : “આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય! આશા જ કેવી?’’ એને સાકાર કરનાર નિરૂપણો ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’, અતિજ્ઞાન’ અને ‘રમા’–આટલાં ખંડકાવ્યામાં છે. પાત્રભેદે, ઘટનાભેદે, તેના કાય પ્રયોજનભેદે આ ઘટકાંશ વ્યંજિત થાય છે. અરે! કાન્તનાં આત્મલક્ષી કાવ્યોમાં પણ જે પ્રણયનો તરફડાટ છે તે પરાક્ષપણે એ જ ઘટકાંશ હોવાની પતીજ પાડે છે. એક ખીજું ઘટકાંશ લઈએ, ‘વિખૂટાં પડેલ સ્વજનોનું મિલન- પિછાનપૂર્વેનું અજ્ઞાતપણે ખેંચાણ’, એ ઘટકાંશ લોક અને પ્રશિષ્ટ ઉભય પ્રકારના સાહિત્યમાંથી જડી આવે છે. દા. ત. ઉત્તરરામચરિતમાં લવકુશની પિછાન થાય તે પહેલાં કુટુંબીજનો અને વડીલોને લવકુશ વિશે અજાણપણે મમત્વ-હેત ઊભરાય છે: તેવું જ તે બાળકોને પણ થાય છે, અને તે પરથી સામસામાં પાત્રોને સ્વજનો હોવાની સંભાવના મનમાં સ્ફુરી આવે છે. શાકુન્તલમાં, રાજા અને સંદમન પરસ્પરને, પિછાનપૂર્વે તેવા ભાવ જાગે છે, મેથ્યુ આર્નોલ્ડના સોરાબ રુસ્તમના દીર્ઘ કાવ્યમાં વારંવાર પિતાપુત્ર બન્ને અજાણપણે પરસ્પરપ્રતિ તેવું ખેંચાણ અનુભવે છે. આ ઘટકાંશ શક્ય બને છે, સ્વજનોનો લાંબો વિયોગ કે પછી કદી ન મળ્યાંને કારણે : છતાં લોહીના સગપણના કો’ક અકલિત ખેંચાણની કૌતુકજન્ય માન્યતા જે મનુષ્યજાતે સ્વીકારી છે, તે અહીં પ્રવૃત્ત થાય છે. આ ઘટકાંશ, કથાનાં ખેંચાણ અનુભવતાં પાત્રોમાંથી સહુથી વિશેષ બાળકના સંદર્ભમાં પ્રભાવક નીવડી શકે. કારણ, તેનો જન્મ કે વિકાસ, છૂટાં પડેલ સ્વજનાથી કળાયો ન હોય અને ત્યારે ઓળખની મુશ્કેલી હોય : આ ઘટકાંશમાં ચમત્કારક તત્ત્વ તે સ્વજન છતાં ઓળખની મુશ્કેલી, અને વળી સ્વજનત્વપ્રતીતિને અસંપ્રજ્ઞાત- પણે મનમાં જાગતો સ્વયંભૂ ભાવ. એવી અસાધારણતાનુ કારણુ રહેલુ હાઈ, તે Motif છે. પ્રસ્તુત કથાઘટકમાં ઓળખની મુશ્કેલી છતાં લોહીના ખેંચાણે, મનોમન સાક્ષીનો ભાવ તેમાંનાં પાત્રો પ્રગટ કરતાં હોય છે, આ ભાવનું ઈંગિત – અનુભાવ, આપણી: લોકવાર્તામાં નિરૂપાયેલ છે. વિખૂટાં પડેલ મા–બાળ વર્ષો બાદ મળતાં, અન્ય કોઈ એંધાણી નથી હાતી ત્યારેયે માતાની મમતાની એંધાણીરૂપ તેને ધાવણુ છૂટે છે, એ હકીકત લોહીના સંબંધની પ્રતીતિવાચક બનતાં, બન્નેની પિછાન થાય છે. આ અત્યુક્ત નિરૂપણવાળો બનાવ પરંપરાથી રૂઢ થયેલો હોઈ તે Motif છે. તમે જરૂર પૂછી શકો કે, જો સમાન ઘટકાંશ હોય તો, તેથી બધી કૃતિઓ કેમ એકસરખી જણાતી નથી? કેમ એકધારી બની. જતી નથી? અને કેમ બહુરૂપી રહે છે? તેના ત્રણ મુખ્ય ખુલાસા આપી શકુ ઃ ૧. મુખ્યત્વે Motivation ને કારણે, ૨. પછી, ઘટકાંશોનું માનવજીવનદૃષ્ટિએ વિષયગત વૈવિધ્ય અને ચમત્કૃતિ, ૩. ઘટકાંશોની સંરચનાનું – કલાઆયોજનનું – કલાયુક્તિનું વૈવિધ્ય દા. ત. ઘટકાંશોનો (Permutation+Combination) સ્થાન વિનિમય અને સંયોગ. આ ત્રણેમાંથી Motivation એટલે કે કાર્ય પ્રયોજનનો. સિદ્ધાંત વધારે પ્રભાવક હોઈ મહત્ત્વનો છે. એ સ્પષ્ટ થતાં, કૃતિની ઘટકાંશલીલાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. એટલું જ નહીં, Motive, Motif અને Motivation ના આંતરસંબંધથી કૃતિના સ્વરૂપનો યથાયોગ્ય પરિચય થાય છે. વળી કથાના Motiv અને Motif ઉપર થતી Motivation ની પ્રક્રિયા પ્રત્યક્ષ થાય છે. એટલે પહેલાં Motivation નુ' સ્વરૂપ જોઈએ : Motivation (કાર્યપ્રયોજન) એટલે શું? Encyclopaedia Britania (Vol. ૧૫) એનો સામાન્ય અર્થ આમ આપે છે : "is a term used to cover explanations of why a person behaves as he does. અહીં વ્યક્તિને હેતુયુક્ત કાર્ય કરતી બતાવવી, અર્થાત્ તેના કા પાછળના પ્રયોજનને સ્ફુટ થવા દેવું, તે છે. માનસશાસ્ત્ર વ્યક્તિના મનાવ્યાપાર ઉપર ભાર મૂકી એક અર્થ એવો કરે છે કે, વ્યક્તિ કોઈ ખાદ્ય પદાર્થનિરપેક્ષ રીતે પોતાની ખાસ આંતર જરૂરતને અનુસરી કાર્ય કરવા પ્રેરાય તે Motivation છે. "Motivation that seeks to meet a need without being directed toward a specific outside. object.”૨૧ જ્યારે સાહિત્યના અનુલક્ષમાં થતો અર્થ જે આપણને અભિ- પ્રેત છે, તે આ રહ્યોઃ "To supply a motive which determines the actions, of a character in fiction. It is usually a combination of circumstance and temperament, and should realistically account for these actious.રર આ જ મંતવ્યને ઘણી વધારે સ્પષ્ટતાથી એક ખીજો સાહિત્ય- પરિભાષાગ્રન્થ સ્ફુટ કરે છે, જે પણ જાણવા જેવા છે.૨૭ છેવટે આપણે Hudson ના મંતવ્યથી Motivationનું સ્વરૂપ સમજી લઈએ:૨૪ This introduces the special question of notivation. It is a part of the author's- duty as Scott properly remarks, to afford satisfactory details upon the causes of the separate events he has recorded.' This means that in the evolution of plot out of character, the motives which prompt the persons of the story to act as they do must impress us as both in keeping with their natures and adequate to the resulting incidents we are thus brought round again to the problem of psychological truth which is as essential in the management of the plot as in the handling of characters itself.” આ પરથી પ્રતીત થશે કે કૃતિમાં પાત્રના ને કથાના અણુધાર્યા કે વિરોધી કે તમામ અશા પાછળનાં પ્રેરક પ્રયોજનો કાર્યોની સહૃદયને સહજપણે જાણ થતી રહેવી જોઈએ. કથાનકની કેટલીક કારણરૂપ કડીઓ અને પાત્રના આંતરહેતુઓનુ નિરૂપણ એવી રીતે થતું રહેવુ જોઈએ કે સહૃદયને તે તમામ પ્રતીતિજનક-સુસંગત જણાય. આ કારણરૂપ કડીઓ અને આંતરહેતુએ તે છે કૃતિનુ Motivation-કાર્યપ્રયોજન–જેના વડે કથાવસ્તુનું ગુંફ્ન રચાય છે. દૃષ્ટાંત લઈએ. ‘ગુજરાતનો નાથ’માં મંજરીએ કાકને તમાચો માર્યો. તેની જરીક પહેલાં મંજરીના કાક પ્રત્યેના પ્રણય-સ્ફુરણની વાત લેખકે કહી દીધી છે. એ બન્ને ઘટનાઓ વચ્ચે કેટલો વિરોધ! પણ સહૃદયને એક બીજી વાત પણ જાણવા મળી છે : તે છે પ્રણયી કાકની આભાસી ટાઢાશ : મંજરીના પ્રેમને જાગ્રત કરવા યોજેલી ટાઢાશ : વળી, મંજરી અંતરથી પ્રયોત્સુક ન બને ત્યાં લગીની કૃતિભરી ટાઢાશ. વિચક્ષણ એવા કાકનું આ મુજબનુ પરસ્પર-વિરોધી એવું બેવડું ભાવપટ છે : એ ટાઢાશ જ મુગ્ધ મંજરીને ઉત્તેજનારી બને છે. પરિણામે કાકને પડેલા તમાચા, એ પ્રેમોત્સુક મજરીનો પ્રણ્યરાષ છે, એ હકીકતની સમજૂતી આપણને આપોઆપ કથામાંથી મળી જાય છે. અને તે છે Motivationનું તત્ત્વ. આમ, ખાદ્ય સંજોગોના સંદર્ભમાં વ્યક્ત થતા પાત્રના મનોભાવે! – ભાવોપ્રતિભાવો–આચરણો વગેરે પાત્રોનાં કાર્ય છે. તે પાછળનાં પાત્રમાનસનાં પ્રેરક પ્રયોજનોની તે કાર્યો એટલે કે Motivationsની સંતોષકારક જાણ વાચકને થવી જોઈએ, તે બધુ સંભવાસંભવ દૃષ્ટિએ સુસંગત જણાવુ જોઈએ. બે રીતેઃ ૧. એક જ પાત્રની પોતાની જ બે વિરોધી કે અણધારી વૃત્તિ અને વર્તન વિશે સુસંગતતા છે. ખરી? એ છે પાત્રનું સ્વલક્ષી પાસું, ૨. પાત્રનું પરલક્ષી પાસાથી સુસંગત વર્તન છે ખરું? અર્થાત્ બે કે વિશેષ પાત્રોના અન્યોન્ય પ્રત્યે વિરોધી કે અણધાર્યાં વર્તનમાં સુસંગતતા છે ખરી? બન્ને માટે મંજરીવાળા પ્રસંગ જરીક દૃષ્ટાંતરૂપ થઈ પડશે. આપણે ઉપર જોયું તેમ, કાકના પ્રેમમાં પડેલી મંજરીનો તમાચોયે પ્રેમ–તેના રોષનો જ સૂચક છે. તેના દેખીતા વિરોધી વર્તન પાછળની એકરૂપતા અન્ય વિગતોથી નિર્દેશાય છે. તે પાત્રના સ્વલક્ષી પાસાથી નિરૂપાયેલ કાર્યપ્રયોજનવ્યાપાર. હવે પરલક્ષી દૃષ્ટિએ મંજરી અને કાકનું અન્યોન્યના સંબંધમાં વન્યો તપાસીએ. પ્રેમ છતાં મંજરી કાક પ્રત્યે પ્રેમથી વિપરીત અનુભવ કેમ પ્રગટ કરે છે? અને કાક પ્રેમ છતાં મંજરી પ્રતિ ટાઢાશ કેમ દાખવે? વળી, તમાચો પડ્યા પછી તે તમાચાથી નહીં પણ પ્રેમથી પ્રતિભાવ કેમ પ્રગટ કરે? ત્યારે કથાનકમાંનાં કાર્યપ્રયોજનોથી પ્રત્યક્ષ થાય છે કે બન્નેના સંદર્ભમાં બન્નેનું પ્રેમવિરોધી વર્તન એ પણ પ્રેમનો ઉન્મેષ હોઈ શકે. આવું કાર્ય કારણરૂપ અને સ્પષ્ટીકરણરીતિનું પાત્રનાં કાર્ય- પ્રયોજનાનું કલાત્મક નિરૂપણ, તે Motivation, તે સહિતનું કથાનક, તે કથાવસ્તુ-Plotને નામે ઓળખીએ છીએ. આ દૃષ્ટિએ ‘ઉત્તરરામચરિત'નું પ્રથમ ચિત્રદર્શનનું દૃશ્ય, એકી સાથે કથાવસ્તુઘડતરનાં સામસામાં જણાતાં પ્રયોજનાને એકરૂપરસે સિદ્ધ કરે છે. અથવા તે ‘શાકુન્તલ’નો એક નાનો શો હંસપદિકાવાળો ગીતશ્લોક, આ દૃષ્ટિએ કથાવસ્તુનો દેવડો તો માર્મિક અંકોડો બની રહે છે! આ પ્રસંગોની માર્મિકતા પાછળનાં પ્રયોજનાનું આલેખન, તે જ કાર્ય પ્રયોજનથી ઓળખાય છે. કાર્ય પ્રયોજન એ કથાવસ્તુગુંજનને સબળ પ્રતીતિજનકતા અર્પે છે. એ કલાઆયોજનનું તત્ત્વ, કૃતિગત સ્થાપત્યકલાનું પ્રાણભૂત તત્ત્વ બનીને આવે છે. કથાનકમાં તેના સામર્થ્ય ઉપર કૃતિનું સામર્થ્ય નિર્ભર છે. કૃતિસંરચનામાં ત્રણે ઘટકોનો આંતરસંબંધઃ જો એક જ વાકચમાં કહેવું હોય તો, કવિ પોતાને અભિપ્રેત રહસ્યને, રૂઢ ઘટાકાંશ સંયોજી, કાર્યપ્રયોજનોથી તેને અનુપ્રાણિત કરી કૃતિ દ્વારા મૂર્ત કરે છે. પ્રશ્ન થાય કે સમાન ઘટકાંશ છતાં કૃતિનાં રહસ્યાની ભિન્નતાનો શો ખુલાસો? કાર્યપ્રયોજનો પાત્રોનાં એ કાર્ય પ્રયોજનો ભિન્ન હોવાને કારણે, સમાન ઘટકાંશો હોવા છતાં, કૃતિનાં રહસ્યા–જીવનદર્શનો ભિન્ન સર્જાય છે. આમ કૃતિના વૈવિધ્યમાં કા પ્રયોજનોનું પ્રાધાન્ય અને તેથી મહત્ત્વ છે. કાયપ્રયોજનો પછી-આગળ જોઈ ગયાં તેમ—કૃતિવિવિધતાનાં અન્ય કારણોયે છેઃ તે છે વિવિધરૂપે વિલસતી ઘટકાંશલીલા. ૧. વિષયદૃષ્ટિએ, ૨. કલાઆયોજનષ્ટિએ. તેને લક્ષમાં રાખીને ઘટકાંશદૃષ્ટિએ કૃતિના સૂક્ષ્મ ભેદો પિછાની શકીએ : સવીગત અને ચોકસાઈભર્યું વર્ગીકરણ પાડી શકીએ. પણ, એવું સવીગત વર્ગીકરણ આ સ્થાને શક્ય નથી : આપણે માટે શક્ય તે આ ઘટકાંશતત્ત્વ, તેનાં બે સહચારી તત્ત્વો Motive અને Motivationની મદદથી કેવી વિવિધ ઘટકાંશલીલા આદરી શકે તેના કંઈક ખ્યાલ આપવાના ઇશારારૂપ છે. અનેક કૃતિઓ તપાસતાં, ઘટકાંશલીલાને સહારે, તે નવાં ને નવાં રૂપો ધારણ કરતી જણાય છે. થોડી લીલાનું દર્શન કરીએઃ જુદી જુદી કૃતિમાં એકનું એક ઘટકાંશ છતાં તે અલગ રહસ્ય ધરે છે : એકની એક કૃતિમાં, ૧. ઘટકાંશ અને રહસ્યની વિભિન્નતા, ૨. સમીપતા, અને ૩. એકતા માલૂમ પડે છે. તો એકનું એક ઘટકાંશ એક જ કૃતિમાં પુનરાવૃત્ત થતું જાય છે. બીજી બાજુ, એક જ કર્તાની જુદી જુદી કૃતિમાં એકનું એક ઘટકાંશ પુનરાવૃત્ત થાય છે. વળી, દેશકાળભેદે કે તેથી નિરપેક્ષ, જુદી જુદી કૃતિઓમાં ને કર્તાઓમાં જોવા મળે છે સમાન ઘટકાંશ. તો World Literary Termsના કોશ મુજબ ભાવાનુપ્રાણિત કોઈ એક વિશિષ્ટ Word કહેતાં શબ્દ પણ પ્રતીકાત્મક બની જઈ, ઘટકાંશની ગરજ સારે છે! અને અસામાન્ય પાત્રોનાં કાર્યપ્રયોજના વડે, વિરલ ઘટકાંશોની ભેટ પણ થાય છે. આમ એકનુ એક ઘટકાંશ અલગ કૃતિમાં અલગ ભાવપ્રયોજને પ્રવેશતાં, વિવેચનદૃષ્ટિએ તે કૃતિઓ અલગ અલગ દષ્ટાંતરૂપ બની રહે. કેટલાંક દૃષ્ટાંતો જોઈએ. આપણે સહુ પ્રથમ તો, જુદી જુદી કૃતિમાં સમાન ઘટકાંશો નિષ્પન્ન થતું અલગ રહસ્ય, તેનું દૃષ્ટાંત જોઈએઃ મહાભારતમાંથી દ્રૌપદી અને કૃષ્ણસંબંધનો એક નાનો શો નાજુક ભાવપ્રસંગ છે, પાટો બાંધવાનો. એક જૂના ‘શલોકો’માંથી પંક્તિઓ લઈએ : “શેરડી છોલતાં આંગળી કપાણી, પાસે બેઠાં છે દ્રૌપદીરાણી, ચી...૨ ફાડીને, (અને) ચી...૨ ફાડીને, બાંધિયો પાટો, સભામાં કરે દુર્યોધન વાતો.” મૂળ મહાસભારતમાં આ પ્રસંગ નથી. પણ ચંપૂ. મહાભારતમાં છે. પણ તે ઘણા ભાવસૂચક છે. દ્રૌપદીના એ વત્સલ કૃત્ય બદલ આપણે જાણીએ છીએ કે રાજસભામાં ચીરહરણટાણે, કંસારિ એવા કૃષ્ણ કારુણ્યથી દ્રૌપદીની લાજ રાખવા વહારે ધાયા હતા. એ પ્રસંગનો સુંદર શ્લોક ચંપૂ મહાભારતમાંથી જોવા જેવો છે. तस्यां सभायां ह्रीयमाण वस्त्रा : तन्व्या नितम्बात् सहसा विरासीत् । कंसर कारुण्य पयः पयेाधेः कल्लोलमालेव दुकूल पंक्तिः ॥ અહીં સ્ત્રીપુરુષ પ્રણયભાવથી વ્યતિરિક્ત સ્ત્રીપુરુષ સંબંધનો સમાજધારક અને નાજુક પુનિત ભાવ પ્રગટ થાય છે. પુરુષ કૃષ્ણનું શેરડી છોલવાનું કાર્ય, તે કારણે ધા, સ્ત્રીપ્રકૃતિથી દ્રૌપદીએ પોતાના મોંઘામૂલા ચીરમાંથી ફાડીને પાટેા બાંધી ઘાની કરેલી જતનપૂર્વકની માવજત, તેમાંથી બન્નેના સંબંધમાંથી પ્રગટેલા ભાવિસંકેત, એવો ગંભીર ભાવ આપણને કળાય છે. કોઈ પણ સ્ત્રી પોતાની રીતે પુરુષનું અને પુરુષ પોતાની રીતે સ્ત્રીનું રક્ષણ કરે, તેમાં જ સમાજજીવનના માનવજાતના ધારણને એક પુનિત સંકેત અહીં પડેલે છે. તેની પડછે સભામાં કોણ જાણે કેવીયે?— વાત કરતા દુરિજન દુર્યોધનનુ ચિત્ર મૂકીને વિરોધજન્ય સહોપસ્થિતિથી તેને ઉઠાવ આપેલો છે. આ પ્રસંગમાં રહેલી ચમત્કૃતિ તેને કથાઘટકરૂપે ટકવા દે છે. છેક અર્વાચીન કાળમાં આ જ ‘પાટો બાંધવાનું' કથાઘટક રમણલાલ દેસાઈની ‘પૂર્ણિમા’ નવલકથામાં પુનરાવૃત્ત થાય છે. ચાલતી ટ્રેનમાં ચડતા નાયક અવિનાશને વાગતાં નાયિકા રાજેશ્વરી પોતાની સાડીમાંથી ફાડી પાટો બાંધે છે. એ પ્રસંગબિન્દુમાંથી પરસ્પરના પ્રેમ અંકુરિત થાય છે. ભદ્ર સમાજનો નાયક અને વારાંગનાયુવતીનો સંબંધ લગ્નમાં પરિણમે છે. તો વળી પ્રો. પિનાકિન દવેકૃત ‘વિશ્વજિત’ નવલકથામાં, તે વળી પ્રો. પિનાકિન વેકૃત યુદ્ધપ્રસંગની ભૂમિકા ઉપર ઘાયલ નાયકનો આ જ રીતિએ નાયિકા જોડે પ્રય ગંઠાય છે. ત્રણ સ્થાને પાટો બાંધવાનું ચમત્કૃતિયુક્ત કથાઘટક એક છે— સમાન છે : છતાં કૃષ્ણદ્રૌપદીનાં કાર્યપ્રયોજન અને પછીનાં યુગલ નાયકનાયિકાનાં કા પ્રયોજન વિભિન્ન હોઈ, કૃતિનાં રહસ્યો વિભિન્ન હોય, તે સહજ છે. સમાન કથાઘટકે વિભિન્ન રહસ્ય માટે એક કહેતાં અનેક દૃષ્ટાંતો સાંપડે! એવું જ એક બીજું સ્વપ્નનું કથાઘટક તપાસીએ. સ્વપ્નનુ કથાઘટક ઘણું પ્રચલિત છે. કથાનકના પાત્રના ઘણી વેળા સમીપના— સુખદ કે દુ:ખદ ભાવિની આગાહીરૂપે સ્વપ્નનું આયોજન થતું જોવામાં આવે છે. નરિસંહરાવના જાણીતા કાવ્ય ‘ઉત્તરાઅભિમન્યુ’માં ઉત્તરાને આવેલા દુ:ખદ ભાવિના વૈધવ્યસૂચક સ્વપ્ન વિશે ઉત્તરા અભિમન્યુને પૂછે છે; “સ્વપ્નનો શા સાર હશે કારમો નાથ, ઓ? બરાબર આવો જ પ્રશ્ન, The Light of Asiaમાં બુદ્ધના ગૃહત્યાગ પૂર્વે, યશોધરા સ્વપ્નકારણે જાગી જઈ, બુદ્ધને જગાડે છે પોતાને આવેલ ત્રણ સ્વપ્નદશ્યસંબંધી પૂછે છે : “But with that cry – which shakes my spirit still – I woke O Prince! what may such visions mean Except I die, or—worse than any death— Thou shouldst forsake me, or be taken? બુદ્ધ આશ્વાસન આપતાં એ આગાહી સ્વીકારે છે : ....for though thy dreams may be shadows of things to come.....વગેરે વગેરે.૨૫ અહીં યશોધરા સ્વપ્ન દ્વારા જીવનભર પતિવિરહિતતાની ક્ષણોને સમીપ આવતી જુએ છે. જ્યારે રામાયણમાં યુદ્ધ પૂર્વે મંદોદરી સ્વપ્ન દ્વારા અનિષ્ટ ભાવિ જુએ છે : લંકા રોળાશે અને રાવણ પોતાને વૈધવ્ય આપીને માર્યા જશે, તે સ્વપ્ન-આગાહી મંદોદરી અનુભવે છે. અહીં ભિન્ન રીતે છતાં ત્રણેય નાયિકાપક્ષે સ્વપ્નરહસ્ય પોતપોતાની રીતે કરુણસૂચક છે. સ્વપ્ન કથાઘટકથી વનનું કરુણ દર્શન આપણે કર્યું; એવું. શુભ દર્શન પણ સ્વપ્ન કથાઘટકથી ઘણે સ્થળે નિષ્પન્ન છે. મહાવીર સ્વામીના સ્તવનમાં સિદ્ધાર્થ રાજાને ઘેર પટરાણી ત્રિશલા નામે સુહામણી એ. રાજભુવનમાંહ્ય પલંગે પોઢંતાં ચૌદ સુપન રાણીએ લહ્યાં એ.ર૬ પહેલે સુપને ગયવર. બીજે વૃષભ, ત્રીજે સુલક્ષણો સિંહ, ચોથે લક્ષ્મી, પાંચમે પંચવરણ માળા, છઠ્ઠે ‘અમીઝરોચંદ્ર, સાતમે સૂરજ, આઠમે ધજા, નવમે રૂપલા કળશ, દસમે પદ્મસરાવર, અગિયારમે ક્ષીર સમુદ્ર, બારમે રણઝણ ઘંટાળુ દેવવિમાન, તેરમે રત્નરાશિ અને ચૌદમે અગ્નિશિખા જુએ છે. “ચૌદ સુપન લૈ રાણીજી જાગ્યાં રાણીએ રાયને જગાડ્યા એ. ઊઠો ઊઠો સ્વામી મને સુહણલા લાવ્યા, એ રે સુપનફળ શાં હશે એ? રાજાએ તેડેલ પડિતે ફળ ભાખ્યું : “અમ કુળમંડળ તુમ કુળદીવો ધન રે મહાવીર પ્રભુ અવતર્યા એ.” એવું જ રામજન્મપૂર્વે રામમાતાને મંગલ આગાહીસૂચક સ્વપ્ન સાંપડે છે, એવું જ ઈશુજન્મપૂર્વે મેરીને સ્વપ્ન આવે છે. કાદંબરીમાં કથાનાયક ચંદ્રાપીડના જન્મપૂર્વે માતાને ગર્ભપ્રવેશ વિશે અગાઉથી સૂચન મળે છે; એ જ કથામાં રાજ્યપ્રધાનપુત્રજન્મની યે જાણ સ્વપ્ન દ્વારા થાય છે. ત્યાં નિયતિપ્રેરક શુભ ઘટના અને પાત્રના તજ્જન્ય ભાવો નિરૂપાયા છે. આપણી સંસ્કૃત પ્રશિષ્ટ કૃતિઓમાં ‘પિછાન'નું રૂઢ કથાઘટક ઘણું જ પ્રચલિત છે, તેનાં વિવિધ વિવેચનમૂલ્યોવાળાં દૃષ્ટાંતો જડે. સોરાબરુસ્તમના એ અંગ્રેજી કાવ્યમાં, પ્રસ્તુત કથાઘટક તીવ્રતાથી પ્રબળતાથી નિરૂપાયું છેઃ કરુણનિષ્પત્તિ અર્થે. સગપણથી અજાણપણે પિતાપુત્રે યુદ્ધ કર્યું. અંતે યુદ્ધમાં મરણતોલ ઘવાયા બાદ રુસ્તમ સોરાબને પિછાણે છે : જીવનભર પોતે જ પોતાને કરેલી હાણની બળતરા ભોગવવા માટે જ જાણે ન હોય! એવી હૃદયવિદારક ક્ષણે રુસ્તમ મરતા પુત્રની પડખે ઊભેલ છે. પિછાનની ઘોડી પળેા પૂર્વે જ હજી વીતેલી છે. સદ્ભાગ્ય દુર્ભાગ્યનો નિર્ણય ન થઈ શકે, એવી અવસાદની સોસભરી સ્થિતિમાં, રુસ્તમ કરુણાર્દ્ર ભાવે પુત્રપ્રતિ દૃષ્ટિને ઠેરવી રહ્યો છે : ....but Rustom gaz`d and gaz'd, and stood: Speechless: and then he utter'd one sharp cry “O boy — thy father! and his voice choked there ...and he sunk down to earth. But Sohrab crawi'd to where he lay and cast His arms about his nock, and kissed his lips. આસન્નકાલની સર્વવ્યથાને આ પરમ પિછાનની પુનિત પળો પાછળ ગોપવી દઈને પુત્ર સોરાબ, પિતાનું પિતૃત્વ કરી રહ્યો, આ વચનેઃ ...I find My father; let me feel that I have found ...........and say, 'My Son’ Quick! quick’૨૭ જે મળી છે પિછાનની, તે થાડી પળેા છે. પળના પ્રેમથી પુત્રના ભાવે તે પિતાને નવાજી દે છે. પિતાના પછીના સમગ્ર શોકડૂબ્યા આયુષ્યને આશ્વાસનથી ઉગારવા મથે છે. વળતાં પોતાને અર્થેની પિતૃવાત્સલ્ય તૃષાને આતુરપણે મિટાવી રહ્યો છે. અંત કરુણ છે. ‘પિછાન'–Recognitionનો Motif જ્યાં જ્યાં આવે છે ત્યાં ભાવની માર્મિકતાનો બાઢ પ્રેરે છે. સામાન્ય રીતે આ મુજબની પિછાન'ના ભાવમાંથી સુખાંત કૃતિઓ સંભવ વિચારી શકાય. એ સંદર્ભમાં પ્રસ્તુત કૃતિને કરુણ સવિશેષ ઘેરા બને છે. હૃદય હલાવી નાખે તેવા છે. એવી જ-કંઈક ઓછી હૃદયદ્રાવકતા નળદમયંતીના પિછાનની છે. તેવી જ હૃદયદ્રાવક પિછાન, તપકૃશ શકુન્તલા અને અનુતાપસંતાપ પામેલ દુષ્યન્તની છે. જેને પરિણામે શકુન્તલાનો સર્પદમનપ્રતિ ભાવાતિમૂલ્ય ઉદ્ગાર આપણને મળે છે, “બેટા! તારા ભાગ્યને પૂછ! આ ‘પિછાન'નું ઘટક ‘શાકુન્તલ’ ઉપરાંત, ‘ઉત્તરરામચરિત’, વિક્રમોર્વશીય’ તથા સ્વપ્નવાસવદત્તા (શીર્ષક ‘સ્વપ્ન’ ઘટકાંશના ઉલ્લેખ કરે છે.),–ચારે ય કૃતિમાં હોવા છતાં, તેમનાં રહસ્યો એકમેકથી અનેરાં વીગતોને નીચે મુજબ કોઠાથી નિર્દેશી શકાય. ૧ કૃતિ ૨ કથાઘટક ૩ તેનુંકૃતિમાં નિરૂપણ ૪ રહસ્ય ૧ શાકુન્તલ પિછાન ભરત-દુષ્યન્ત દુષ્યન્ત-શકુંતલા મિલન તે પિછાન દામ્પત્યનો ત્યાગ વડે પરિપાક, ચિરતાર્થતા ૨ ઉત્તરરામચરિત પિછાન લવકુશ ને કૌશલ્યા પ્રેમ, આત્માની અમૃતકલા પિછાન ” ” જનક ” ” રામ ” ” ચંદ્રકેતુ મિલન તે પિછાન ૩ વિક્રમોર્વશીય પિછાન વિક્રમ-કુમાર અને પરિણામે વિક્રમ-ઉર્વશી મિલન—પિછાન પ્રણયગત આપ્તકામના ૪ સ્વપ્રવાસવદત્તા પિછાન ઉદયન-વાસવદત્તા વાસવદત્તાપદ્માવતી મિલન-પિછાન પતિ અને રાષ્ટ્રના અભ્યુધ્યાર્થે બંને રાણીઓનો પ્રેમ દ્વારા હૃદયવિસ્તાર

આ ચાર મથાળાંથી કૃતિનું કથાઘટકદૃષ્ટિએ પૃથક્કરણ છે, તેમાં પાંચમું મથાળું કાર્ય પ્રયોજનનું ઉમેરી શકાય. દા. ત. સ્વપ્રવાસવદત્તાના સંબંધમાં યોગગંધરાયણનાં કાર્યપ્રયોજન સ્પષ્ટ કરી આપી એવી નોંધ થઈ શકે કે, ઉદયનને ચક્રવર્તી બનાવવા અને તેના રાજ્યને પરઆક્રમણથી સંરક્ષવા યોગંધરાયણે જે વેશ લીધો અને પદ્માવતીને લેવરાવ્યો તથા અન્ય તરકીબો કરી તેમાંથી ‘પિછાન'નું કથાઘટક પાંગર્યું અને બધા હેતુ સિદ્ધ થયા. તે મુજબ અન્ય સંબંધિત પાત્રો પદ્માવતી, વાસવદત્તા અને રાજાનાં કાર્યપ્રયોજનની પ્રસ્તુત કથાઘટક અર્થે ઉપયુક્તતાની નોંધ લઈ શકાય. વિસ્તારભયે અહીં છોડી દીધેલ છે. આ મુજબ અનેક કથાઘટકોના અનુલક્ષમાં કૃતિજન્ય નિરૂપણની વિગતાનું પૃથક્કરણ કરી શકાય. કેટલીક વેળા સમાન કથાઘટક અને સમાન અંતવાળી જુદી જુદી કૃતિઓ હોય; તે પરથી કેટલીક વેળા ભ્રમ થવા સંભવ કે લેખકનું રહસ્ય સમાન જ હશે. પણ તેવું નયે હોય. તેની નિર્ણય કરવામાં, તેમાંનાં પાત્રની કોઈ પ્રયોજન દૃષ્ટિએ ચકાસણી થવી જોઈએ. એવી બે સમાન વાર્તાઓનાં દૃષ્ટાંત જોઈએ. નળની ‘કોરી પાની'ની મિલનતામાંથી કલિએ તેનામાં પ્રવેશ કર્યો. કહો. કે નળની અસાવધતા—પ્રમાદમાંથી અનિષ્ટ પેઠું'. તેને રાનરાન ને પાનપાન રખડાવ્યો; મનથી ભમાવ્યો ને સતી દમયંતીનો ત્યાગ કરાવ્યો. અનેક આપત્તિઓમાંથી પસાર થયા બાદ જ્યારે કલિના પ્રભાવ આસર્યો ત્યારે તેનું શુભ થયું. પૂર્વવત્ રાજપાટ, સુખ સાંપડ્યાં. અત્રે, નળનો પ્રમાદ અને તે અસર હેઠળનાં દમયંયીત્યાગ વગેરે કામ પ્રયોજનો છે. નળદમયંતીને પડેલી વિશિષ્ટ આપત્તિઓ રૂઢ કથાંશ છે. હવે બીજી વાર્તા લઈએ. આવા જ દેખીતા ઘણા સામ્યવાળી કથા, સ્વ. શારદાબહેન મહેતાની કિશોરકથાઓમાંથી લીધી છે. વાર્તાનું નામ છે ‘શ્રીવત્સ અને ચિંતા.' લક્ષ્મી અર્થાત્ ઈષ્ટની દેવતા અને શનિ અર્થાત્ અનિષ્ટનો દેવ, શ્રીવત્સ રાજા પાસે જઈ વાદ વદવા પ્રશ્ન પૂછે છે, બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? તેમાંથી કોનો પ્રભાવ વિશેષ?’ રાજા ઇષ્ટનો ઉપાસક, તેણે ઇંગિતથી લક્ષ્મીને નિર્દેશી; શનિનો તેના પર ખોફ ઊતર્યો. નળની જેમ તે પણ રાજપાટ ત્યજી ચિંતારાણીને લઈ નીકળી પડ્યો. વિવિધ વિટંબણાઓનો ભોગ બન્યો. દમયંતીની જેમ ચિંતારાણી નીયે કેટલીક સમાન દુર્દશા થઈ. બંને વિખૂટાં પડી ગયાં. પણ ત્યારેયે રાજા પોતાની શ્રદ્ધામાં અવિચલ રહી ટેક ચૂકયો નહિ. પરિણામે શનિ ઉચાળા ભરી ગયો. પરિણામે બધે આબાદી—લક્ષ્મીની મહેર થઈ રહી. આનું કથાઘટક? નળદમયંતીના આપત્તિના કથાઘટકને અમુક ખાતે મળતુ. કથાનું રહસ્ય? નળકથાથી અલગ. ઇષ્ટની શ્રદ્ધાપૂર્વકની પસંદગીને માર્ગે વિટંબણાઓ વેઠતાં, અનિષ્ટ અંતે લોપ પામે છે. પ્રતીત થશે કે નળ અને શ્રીવત્સનાં કાર્ય પ્રયોજન અલગ અલગ છે. નળ મલિનતાનો ભોગ બની દુ:ખને નોતરે છે. શ્રીવત્સ નિર્મળ બુધ્ધિએ સ્વસ્થ ચિત્તે ઇષ્ટને સેવતાં, દુ:ખને નાતરે છે. છતાં પોતાનો પરાભવ થવા દેતો નથી. પરિણામે શનિ હારીને દૂર થાય છે. આપણે સમાન કથાઘટક અને છતાં અણસરખાં રહસ્યવાળી કથાઓ જોઈ. હવે કથાઘટકને મળતા—કંઈક સામ્ય ધરાવતા છતાં ભિન્ન રહસ્યવાળી કૃતિઓ વિશે વિચારીએ. એ કથાઓમાંનું કથાઘટક કૃતિદૃષ્ટિએ ઘણું માર્મિક હોવાને કારણે કવિનું જીવનદર્શન કથાઘટકને લગભગ મળતુ હોય—સમીપનું... હોય, તેવાં દૃષ્ટાંતો જોઈએ. આવી કૃતિઓમાં, કૃતિમાંથી ઊઠતું ન—રહસ્ય જરા અલગ અલગ. હોય; છતાં આ સમાન ઘટકાંશ કવિનું સામાન્ય જીવનદર્શન વ્યક્ત કરતું હોય, તેવું બની શકે. કાન્તની કૃતિઓમાંથી આપણે તેમનું એક જીવનદર્શન જોઈ ગયાં : “આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય! આશા જ કેવી?” કાન્તનાં ખંડકાવ્યોનો અગાધ કરુણ જીવનદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, પ્રેમનો કરુણ. કહો કે, એ તેમના જીવનદર્શનનો મહત્ત્વનો અંશ—ભાગ છે. હવે કાન્તનાં આપણને અભિપ્રેત ખંડકાવ્યોમાં અવરુદ્ધ પ્રણય તે જ પ્રેમનો કરુણ છે. આ ઉપરથી પ્રતીત થશે કે કાન્તનો અવરુદ્ધ પ્રણયનો ઘટકાંશ ઘણો માર્મિક છે. જીવનદર્શન લગી જતો. આ મુજબ કૃતિનું માર્મિક કથાઘટક અને લેખકનું સામાન્ય જીવનદર્શન લગભગ એક કે મળતું. હોય તેનું ઝળહળતું દૃષ્ટાંત, ગુલાબદાસ બ્રોકરની પ્રણયત્રિકોણ વાર્તાઓ છે, તે અવલોકીએ. ૧ નીલીનું ભૂત : રહસ્ય : પ્રણયત્રિકોણ રચનાર શશીનું ગુનેગાર અંતઃકરણ પરકીયા નીલીને ભાંડે છે–ગુનેગાર લેખે છે—પણ તેથી જ પોતાના ગુનેગાર મનનો ભૂતાવળ અનુભવ પાત્ર : મિત્ર-શશી, પત્ની-નીલી ઘટક : પ્રણયત્રિકોણને લગતું જીવનદર્શન : પ્રણયત્રિકોણની અસામાજિક વૃત્તિનું ને તેના પ્રશ્નનું નિરીક્ષણ, ૨ સુરભિ : રહસ્ય : પતિવિદ્રોહી નાયિકા-સ્ત્રીચરિત્રથી પતિપ્રેમનો ડોળ. પાત્ર : પત્ની–સુરભિ, મિત્ર-સૂર્યકાન્ત ઘટક : પ્રણયત્રિકોણને લગતું જીવનદર્શન : ‘નીલીનું ભૂત’ પ્રમાણે ૩ લતા શું બોલે? રહસ્ય : વિજાતીય મૈત્રીસ ંબંધના લપસણા માર્ગનો ભોગ બનેલ પરિણીતા તથા ત્રિકોણક મિત્ર–પાત્રની ચૌર્યપ્રીતિ. પતિના વિશ્વાસનો વિદ્રોહ પાત્ર : પત્ની લતા, મિત્ર નિરંજન ઘટક : પ્ર. ત્રિ.ને લગતું જીવનદર્શન : ૬ ‘નીલીનું ભૂત’ પ્રમાણે ૪ સૂર્યા રહસ્ય : વિજાતીય મૈત્રીના આકર્ષણનો ખોટો આભાસ મિત્રપક્ષે પાત્ર : મિત્ર-જગદીશ, પત્ની-સૂર્યા કથાઘટક : પ્ર.ત્રિ.ને લગતું જીવનદર્શન : વિજાતીય મૈત્રીમાં પ્ર.ત્રિ.ને આભાસ, વાસ્તવમાં નહિ અહીં ઉપરોક્ત કૃતિગત રહસ્ય કંઈક વિભિન્ન છતાં, તેમાંનું માર્મિક રૂઢ કથાઘટક, લેખકના સમગ્ર જીવનની છબી રૂપે છે. અર્વાચીન યુગીન ઉપરનાં સ્તરનાં ભણેલાં યુવાન સ્ત્રી-પુરુષનો સંપર્ક, વિજાતીય સંબધામાંથી પ્રગટતી મનોદશાનું તેમજ પ્રયણત્રિકોણની સંભવિતતાનું નિરીક્ષણબ્યાન, એ ગુલાબદાસનો વાર્તાવિશેષ છે. અને તે પ્રણયત્રિકોણની શકચતાવાળા કથાઘટક દ્વારા પ્રત્યક્ષ થાય છે. વળી આ દૃષ્ટાંત છે, એક જ કર્તાની જુદી જુદી કૃતિમાં પુનરાવૃત્ત થતું સમાન ઘટકાંશ. દેશકાળભેદે કે તેથી નિરપેક્ષપણે જુદી જુદી કૃતિઓમાં ને કર્તાઓમાં જોવા મળે છે માર્મિક સમાન ઘટકાંશ, અને એનાં દૃષ્ટાંત અસંખ્ય છે. મેં શામળકૃત ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા'માં તેની વિગતે ચર્ચા કરી છે.૨૮ એ ઘટકાંશ છે, પતિ સાથેના ગુપ્ત સબંધને કારણે સગર્ભા સ્ત્રીને વેઠવી પડતી વિટંબણા”. ને તે ઘણું માર્મિક છે. પ્રાચીન–અર્વાચીનના, દેશપરદેશના, વિવિધ ભાષાના સાહિત્યના કર્તાઓની કૃતિઓમાંથી તે તારવી લઈ મેં બતાવેલ છે, તેથી અહીં તેની ચર્ચા કરતી નથી. એટલું કહીશ કે આવા માર્મિક અને વ્યાપક ઘટકાંશનો વિચાર કરતાં, જગતની ચાલનામાં અકલિત માનવમર્યાદાઓએ સર્જેલી કરુણ વિપત્તિઓ તાજુબી પ્રેરે છે. હવે આપણે જોઈએ એકશબ્દી ઘટકાંશનાં દૃષ્ટાંતો, પણ પહેલાં તો તેને ઘટકાંશ કહી શકાય? તે પ્રશ્ન છે. મને લાગે છે તે કલાસ્વરૂપ (Technique)નો પ્રશ્ન છે. વિશેષ ઊંડો નથી. કોઈ એક જ શબ્દકથાનો માર્મિક અંશ હોય, પુનરાવૃત્ત પામતો હોય તો ઘટકાંશ કહેવા માટે વાંધો ન લઈ શકાય. મુકુન્દરાયની વાર્તામાં પુનરાવર્તન પામતો ‘નખ્ખોદ' શબ્દ આ બરનો લેખી શકાય. પ્રસ્તુત શબ્દ, ભાવની ગહરાઈ કે સમૃદ્ધિથી ગર્ભિત બની, પ્રતીકરૂપે તે કલાઆયોજન હોઈ શકે; તેને ઘટકાંશ કહેવામાં બાધ હોઈ ન શકે. હવે છેવટે ઘટકાંશના એક પ્રકાર જોઈ લઈએ. વિરલ કથાઘટક હોઈ શકે? હા. હાઈ શકે. જેમ સામાન્ય મનોદશાનાં પાત્રો હે!ઈ શકે તેમ અસામાન્ય મનોવૃત્તિ ધરાવતાં પાત્રો પણ હોઈ શકે. એટલે તે તે પાત્રનાં કાર્ય પ્રયોજનો પાછળ પ્રગટ થતી અસામાન્યતા, વળી તત્કાલીન રાષ્ટ્ર, સમાજ, ધર્મ, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિશિષ્ટ પરિબળો અને તેને અંગેની માન્યતાઓની ભોંય ઉપર આવું ઘટકાંશ ઊગતું હોય છે. એ દૃષ્ટિએ તેને સમજવાનો પ્રયાસ થવો જોઈએ. દા. ત. સીતા જેવી સ્ત્રીની વિશિષ્ટતા તે તેનું સતીત્વ. વળી ભારતની નારીગૌરવની ભાવનાની પરાકાષ્ઠા તે તેની સતીત્વભાવના. હવે એ સતીત્વ વિશે જ, તેની મૂળગત સચ્ચાઈ (Bona fides) વિશે જ આશંકાનું આળ નાખવામાં આવ્યું હોય તો? તેને મૂળભૂત એવી નિષેધાત્મક આશંકાનું આરોપણ કહી શકાય. સીતાનુ` સતીત્વનિષ્પન્ન અસાધારણ ગૌરવ, તે પછી, આપણા સામાજિક સંદર્ભવાળા કુટુંબજીવનમાં પૂર્વવત્ જળવાય ખરું? ધરિત્રીમાં સમાઈ જવાનો સીતાજીવનનો અંત, ઉપરોક્ત દૃષ્ટિબિંદુથી સ્વાભાવિક લાગવાનું કારણ આ છે. એવું જ એક બીજું દૃષ્ટાંત લઈએ. મેનાં ગુર્જરીનું. વર્ષો પહેલાં, એ નાટકના અંત વિશે વિવાદ થયેલો. મને એ અંત, મેનાંના વ્યક્તિત્વ વિશે વિચારતાં સુસંગત જણાય છે. મેનાં જેવી સ્વતંત્ર, મુક્ત વ્યક્તિત્વ ધરાવતી પતિવ્રતા નારી માટે બાદશાહને ત્યાંથી પાછા ફર્યા બાદ, પૂર્વવત્ ગૃહજીવનમાં પોતાનું પદ રોપવું દુષ્કર જણાય છે. કારણ સાસુ એ સમાજની ચુસ્ત નીતિનું પ્રતીક પાત્ર છે અને તેથી, “કે ત્યાંથી ગુજરી ચાલિયાં ને ગયાં સાસુને ઘેર રે; કે સાસુ મેણાં બોલિયાં, વહુ જાઓ બાદશા’ને ઘેર રે.” આ મહેણું સાંભળી મેના શું કરે? “કે ત્યાંથી ગુજરી ચાલિયાં તે ગયાં તે પાવાગઢ રે; કે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ, મહાકાળી કહેવાય રે’' અહીં પણ તે ગૃહત્યાગ કરે છે. તેના સતીત્વનો વિજય નિર્દેશવા તેને મહાકાળીરૂપ લેખવામાં આવે છે. આ કથાઘટકને હું નામ આપુ' : - ‘પ્રતાપી સ્ત્રીના જીવનનો અસાધારણ બનાવ—અને ગૃહત્યાગ. આ ઘટકાંશ આપણા સમાજજીવનમાં શક્ય જણાય છે, માટે વિરલ પ્રકારના લેખ્યો છે. ગંગાનો શાંતનુત્યાગ તે આ પ્રકારનો ઘટકાંશ ગણાય? આ પ્રશ્ન થાય છે, અહી ગંગાના પાત્રનું આધિદૈવિક તત્ત્વ—લોકોત્તરતાનો અંશ લક્ષમાં લઈએ, તેની સાથેનો રાજાનો વર્તાવ લોકોત્તર નહિ પણ સામાન્ય જનસમાજનો લેખીએ, તો તેના ત્યાગને શું કહીએ? આ ત્યાગને હું ઘટકાંશ લેખવાના વલણની છું છતાં સર્વાંશે કહેતાં અચકાઉં છું. એ પ્રમાણે ઇબ્સનની ‘ઢીંગલી' નાટકની નાયિકાના ગૃહત્યાગ કે ઉર્વશીનો અલોપપ્રસંગ એ ઘટનાઓને કઈ રીતે ઘટાવી શકાય? અને એને યટકાંશમાં લેખી શકાય? એ પ્રશ્ન ધરું છું. છેવટે, આ ત્રણે તત્ત્વાને, આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્ર સાથે ક્યાંય સંબંધ ખરો? વિભાવ-અનુભાવ-સંચારીભાવ એક હોય છતાં રસ જુદો. તેની સાથે ક્યાંક જતો સંબંધ યોજી શકાય ખરો? આ પ્રશ્ન ધરું છું. આપણા લોકકથાસાહિત્યને આ દૃષ્ટિએ તપાસી વર્ગીકરણ. વગેરે દ્વારા તેનું વ્યવસ્થિત શાસ્ત્ર થવું જરૂરી છે. વળી પ્રેમાનંદ– શામળનાં આખ્યાનો–વાર્તાનેયે આ દૃષ્ટિબિંદુથી અવલોકી સંદર્ભગ્રંથો રચી શકાય-જે અભ્યાસક્ષિતિજેને વિસ્તારી આપી શકે. અહી ભારતી વૈદ્યકૃત રાસાસાહિત્ય’ રાસાસાહિત્ય’નામક મહાનિબંધમાં થયેલા તેવા પ્રયત્નનો ઉલ્લેખ કરું છું. આ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ અને તેના આંતરસંબંધની સમજની ફલશ્રુતિ શી? ૧. કવિહેતુનુ motiveથી દર્શન, ૨. બાકીનાં બે તત્ત્વોથી કવિની કલાઆયોજનાનું દર્શન, ૩. તે તે કૃતિનાં કાર્યપ્રયોજનો અને ઘટકાંશ વડે માનવપ્રકૃતિ, તેનું જીવન અને આ જગતનાં સંચલનો-વ્યાપારાની ઊંડી સંવેદનાપૂર્વકની સૂઝ—જે સાહિત્યસેવનનો પરમ લાભ, તે આ તત્ત્વા વડે પામવા મળે. કૃતિના વિમર્શનના—તેના સત્યશોધનનો વેધક દર્શનનો પરમાનંદ લાભ તે આની ફલશ્રુતિ છે.

૨૨મુ સંમેલન.

ટીપ
૧. દરેક કલા પોતપોતાની રીતે જીવનનું રહસ્ય પ્રકટ કરવા પ્રયત્ન કરે છે...ઉપાદાનના પરિચયથી અને પોતાની પ્રતિભાથી પોતે પસંદ કરેલ સાહિત્યપ્રકારમાં શું પ્રકટ કરી શકાય ને શું નહિ, તે સમજી જાય છે... રહસ્ય ઉપરથી તેને અનુકૂળ સ્વરૂપ નક્કી કરે છે.” સાહિત્યવિમર્શ –રા. વિ. પાઠક – ટૂંકી વાર્તા'માંથી-પૃ. ૧૫૬.
૨. Webster's New World Dictionary of the American Literature : (Revised edition) Editor in Chief : David B. Guralnik: “Motive : Some inner drive, impulse, intention etc. that causes a person to do something or act in a certain way, incertise, goal, etc.
The Random House Dictionary of the English Language (Chief Editor: J S. & L. V. } : “ Motive is, literally, that which moves a person...an inner urge that...prompts a person to action......Incentive was once used of anything inspiring or stimulating the emotions, or imagination. કળી શકાશે કે આ અવતરણ, Motive સ્વરૂપવર્ણનની નજીક સુધી જતું છે.
૩. A Comprehensive Dictionary of Psychological & Psychoanalytical Terms (By Horace B. English & Ava Champney English) David Mckay Co.
૪. જુઓ – The Roget's Thesaurus (Norman Lewis) -Revised Edition; The Oxford English Dictionary; Webster's Third New International. Dictionary (unabridged).
૫. Dictionary of World Literary Terms (Edited by Joseph J. Shipley) Revised edition.
૬. The Short Story Its Principles & Structure (Evelyn May Albright, M.A.)
૭. ‘સાહિત્યવિમર્શં – મારી વાર્તાનું ધડતર – ૧લી આવૃત્તિ, પૃ. ૧૨૬
૮. ‘સાહિત્યવિમર્શં – ‘ટૂંકી વાર્તા'માંથી રૂ. ૧૫૪.
(અ) “વાર્તામાં...માત્ર બનાવનો ચમત્કાર બસ નથી...વિશેષ તે માનવજીવનનું રહસ્ય છે. એ જ કથાસાહિત્યનો પ્રાણ છે.
(બ) “ દરેક કવિને પોતાનું દર્શન હોય છે. દર્શન વિના કવન સંભવે નહિ.” કાન્તને! ‘પૂર્વાલાપ’– ઉપોદ્ઘાત.
૯. “વાર્તાની સમગ્રતા આ રહસ્યથી બને છે. વાર્તામાં રહસ્ય સપૂર્ણ પ્રતિબિમ્બિત થવું જોઈએ. ” સાહિત્યવિમર્શ પૃ. ૧૫૫.
૧૦. પૃ. ૧૯.
૧૧-૧૨. Webester's New World Dictionary of the American Literature (Revised Edition) Editor in Chief: David B. Guralnik.
૧૩. A Comperehensive Dictionary of Psychological & Psychoanalytical Terms (By Horace B. English & Ava Champney English) David Mckay Co.
૧૪. Motif:-"i (a) In painting, sculpture, architecture, decoration etc. : A constituent feature of a composition: an object or group of objects forming a distinct element of a design; a particular type of subject for artistic treatment. Also used for: The structural principle or the dominant idea of a work." (b) In literary composition: A type of incident, a particular situation, on ethical problem, or the like, which may be treated in a work of imagination.’
૧૫. A particular idea or dominant element running through a work of art, forming part of the main theme.
૧૬. Dictionary of World Literary Terms (Edited. by Joseph J Shipley, revised edition).
૧૭. Motif: I. a recurring subject, theme, idea etc. esp. in an artistic work as an opera, symphony or novel. ૨. a distinctive and recurring form, shape, figure etc., in a design, as in painting, on a wall-paper etc....૪. a standard often recurring narrative element in folkore and literature. Page ૪૧૫.
૧૮. જુઓ - A Dictionary of Arts & Techniques (Ralph Mayor).
૧૯. "In folklore the term used to designate one of the parts into which an item of folklore can be analyzed. In folk art there are motifs of design, forms which are repeated or combined with other forms in characteristic fashion. There are similary recurring patterns which may be identified in folk music and folk song.
Standard Dictionary of Folklore (Mythology & Legend) by Punk & Wagnalls (Vol. ૨)-Page ૭૫૩.
૨૦. એજન.
૨૨. A Comprehensive Dictionary of Pschological and Psychoanalytical Terms (By Horace B. English and Ava Champney English)-David Mckay Co.
૨૨. Current Literary Terms (A Concise Dictionary) By A. F. Scott-Macmillan.
૨૩. Dictionary of World Literary Terms (Edited by Joseph J. Shipley)-revised edition.
૨૪. An Introduction to the study of Literature-by William Henry Hudson-Chapter: The Study of Prose Fiction માંથી પૃ. ૨૦૧-૨૦૨.
૨૫. The Light of Asia' or "The Great Renuncia- tion' by Sir Edwin Arnold--Page ૫૬-૫૯.
૨૬. મહાવીર સ્તવન—સ્તવન ત્રીજું.
૨૭. Sohrab & Rustam-An Episode by Mathew Arnold An Anthology of Longer Poems-Longman's Green & Co., Page ૧૮૩-૧૮૪.
૨૮. એ ‘ચંદ્ર-ચદ્રાવતી વારતા'-વિવેચન પૃ. ૩૦ થી ૬૬.