અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/ભાષા અને વ્યાકરણ

From Ekatra Wiki
Revision as of 09:18, 7 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. ભાષા અને વ્યાકરણ
કેશવરામ કા. શાસ્ત્રી

જાણવામાં આવ્યું છે તે પ્રમાણે છેક ૧૮૦૮થી ગુજરાતી ભાષાના વ્યાકરણની નાનીમોટી રચનાઓ અમલમાં આવી છે અને છેક છેલ્લા દાયકાના અંતભાગ સુધી આ પ્રવાહ અવિરત ચાલ્યા જ કર્યા છે. અંગ્રેજોને આ વિશાળ દેશમાં આવ્યા પછી પ્રાંતે પ્રાંતે બોલાતી વિભિન્ન ભાષાઓ અને ખોલીઓના જ્ઞાનની જરૂર રાજ્યશાસનની દૃષ્ટિએ જણાઈ અને શાળાઓની સ્થાપનાની સાથે તે તે ભાષાના વ્યાકરણની રચનાાદિશાપણુ ખૂલી. શરૂના વ્યાકરણકારોની પાસે પરંપરા અંગ્રેજી હતી તેથી વ્યાકરણની પરિભાષા, વર્ગીકરણ, વ્યવસ્થા મુખ્યત્વે અંગ્રેજીને અનુસરનારી રહી અને એનો મેળ સંસ્કૃત પરિપાટીનાં વ્યાકરણોની. સાથે મળી રહે એવી આયોજના હંમેશાં રહીં. અંગ્રેજ લેખકોમાં ધ્યાન ખેંચે તેવા તા હોપ અને ટેલર ગણી શકાય. હોપે પ્રાથમિક કક્ષાને ઉપયોગી થાય એ દૃષ્ટિ રાખી હતી, જ્યારે ટેલરની એનાથી જરા વધુ ઉચ્ચ કક્ષાની હતી. મહિપતરામ નીલકંઠની સામે હોપની જ પરંપરા હતી. ગુજરાતના વિદ્વાનામાં જે નાનામોટા પ્રયત્ન થયા તેઓમાં મહત્ત્વનો તો સ્વ. કમળાશંકર ત્રિવેદીને હાથે ‘લઘુ’ ‘મધ્ય’ અને ‘બૃહદ્’ વ્યાકરણોના રૂપમાં. ‘લઘુ’ અને ‘મધ્ય’માં વ્યાકરણના સિદ્ધાંતો જ નિરૂપિત થયા, જેમાં વર્ગીકરણ વગેરે અંગ્રેજી અને બીજી સંસ્કૃત વ્યાકરણની પરિપાટીમાં આપવામાં આવ્યું. ‘બૃહદ્ વ્યાકરણે’ ઐતિહાસિક દૃષ્ટિ રાખી તુલનાત્મકરૂપે ગુજરાતી ભાષાનો વિકાસ બતાવવાનો પ્રયત્ન કર્યો. ૧૯૪૬માં મારા તરફથી ગુજરાતી ભાષાનું ક્રમિક વ્યાકરણ-ભાગ ત્રીજો લખાયા તેમાં વ્યાકરણનું માળખું તો સ્વ. કમળાશંકરની પરિપાટીનું જ હતું. મારું ઉમેરણ, એમાં ધ્વનિપ્રક્રિયાને લગતા ચાર પાઠ આપી ગુજરાતી શબ્દોની પારંપારિક દૃષ્ટિવાળી આપી, એટલું જ. બચપણથી જ વ્યાકરણ તરફ મને ભારે અભિરુચિ હતી. માત્ર અંગ્રેજી પરિપાટીને જ વળગી રહી અસ્વાભાવિક અથવા આપણી પ્રકૃતિને તદ્દન બંધ ન બેસે તેવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ન જ હોવું જોઈએ એવું મને લાગ્યા કરતું હતું. તેથી મુંબઈમાં ભરાયેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે, મારા ઓગણીસમા વર્ષમાં, ‘ગુજરાતી વ્યાકરણનું દિગ્દર્શન’ નામને નિબંધ મોકલી આપ્યો. એ લેખ સ્વીકારાઈ ગયો તેથી આત્મસંતોષ થયો. મારા મૂળ વતન માંગરોળની કૅારાનેશન હાઈસ્કૂલમાં ૧૯૨૫થી મૅટ્રિકયુલેશનના વિદ્યાર્થીઓને સતત ૧૧ વર્ષ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવાના મને યોગ મળ્યા હતા. પિતાજીની કૃપાએ પાણિનીય સ વ્યાકરણમાં મારા પ્રવેશ થયો જ હતા તેથી અંગ્રેજી તેમજ સંસ્કૃત ભય પ્રકારની વ્યાકરણપદ્ધતિના પરિચય સુલભ થયા હતા. આને લીધે આપણી ભાષાને એક ‘સ્વતંત્ર ભાષા’ તરી કે અભ્યાસ કરવાની ભાવના ઉદિત થઈ અને અર્વાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અપભ્રંશ ભાષાના પણ પાર'પારિક અભ્યાસ સિદ્ધ થતા રહ્યો. આણે મને અર્વાચીન ગુજરાતી ભાષાના પારંપારિક વ્યાકરણની રચના તરફ ખેંચ્યા. ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર, ખંડ ૩જા (૧૯૬૦)'ના રૂપમાં મારા એ પ્રયત્ન વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રસિદ્ધિ પામ્યા. વ્યાકરણના સિદ્ધાંત એમાં તા છુપાયેલા જ પડયા હતા, તેથી માત્ર સિદ્ધાંતા જ રજૂ થાય એ દૃષ્ટિએ ‘ગુજરાતી વ્યાકરણ-શાસ્ત્ર' આપવાના વિચાર ઉદ્ભવ્યા અને એ જ શીકથી ગ્રંથ લખાયો, જેને ૧૯૬૩માં મુંબઈની ફ્રાસ ગુજ. સભાએ. પ્રસિદ્ધિ આપી. ગુજરાતી ભાષાને જીવંત ભાષા’ તરીકે જોવાનો-માણવાનો આ ગ્રંથમાં મારા પ્રયત્ન છે. અત્યાર સુધી જાણે કે મરેલી હાય તેવા સ્વરૂપની ગુજરાતી ભાષાનું વ્યાકરણ બાંધવાને જ જે પ્રયત્ન થયેલા તેમાંથી બહાર આવવાના આમાં મારા પ્રયત્ન છે અને પ્રાંતમાંની મહત્ત્વની ખોલીઓના અંશ પણ તુલનાત્મક રીતે અત્રતત્ર આપવાના યોગ જતો કરવામાં આવ્યો નથી. લિખિત-મુદ્રિત ભાષા એ ભાષા નથી, લોકોમાં સર્વસામાન્ય વ્યવહાર તરીકે સ્વીકારવામાં આવેલું માન્ય સ્વરૂપ એ જ ભાષા છે; ભિન્નભિન્ન ખાલી તો આ સસામાન્ય માન્ય શિષ્ટ ભાષાના શબ્દકાશ અને એવા જ ભાવની સમૃદ્ધિને માટેના પ્રેરણાસ્રોત છે ઓતો યેસ્પર્સનનું આ વાક્ય અહી પ્રસંગોચિત થઈ પડશે :...The spoken and heard word is the primary form for language and of far greater importance than the secondary form used in writing (printing) and reading.' (Philosophy of Grammar, પૃ. ૧૭) – બોલાયેલો અને સંભળાયેલો શબ્દ એ ભાષા માટે પ્રાથમિક રૂપ છે અને લેખન (મુદ્રણ) તથા વાચનમાં વપરાયેલા દ્વૈતીયિ રૂપ કરતાં ક્યાંય વધુ મહત્ત્વનો છે.” એટલે જ ભાષાશાસ્ત્રીય કે વ્યાકરણની દૃષ્ટિએ વ્યવહૃત ભાષા જ મહત્ત્વની છે, તેથી જ્યારે એના સ્વરૂપ વિશે વિચાર કરવામાં આવે ત્યારે પ્રાથમ્ય તેમ મહત્ત્વ જીવંત સ્વરૂપનું જ હોય, લિખિત-મુદ્રિત સ્વરૂપ તો એની નોંધમાત્ર છે. આ દૃષ્ટિએ જ ગુજરાતી ભાષાના વ્યાકરણનો પણ વિચાર થવો જોઈએ એ મારી છેલ્લાં ચુંમાળીસ વર્ષોથી ભાવના સતત રહી છે. કોઈ પણ ભાષા કે બોલીના સ્વરૂપનો વિચાર કરતી વેળા સ્વર- વ્યંજનોચ્ચારણ શબ્દપ્રક્રિયા વાક્યપ્રક્રિયા અને અર્થઘટન એ ચાર વસ્તુ અભ્યાસનો વિષય બની રહે છે. આમાં શબ્દપ્રક્રિયા ફરી બે વિભાગમાં છૂટી પડે છે ઃ ૧. શબ્દસિદ્ધિ અને ૨. રૂપરચના. હૉકેટના શબ્દોમાં કહીએ તો The grammar, or grammatical system, of languages is (૧) The morphomes used in the language und (૨) the arrangents in which these morphomes occur relative to each other in utterance.' (A Course in Modern Linguistics પૃ. ૧૨૯) “કોઈપણ ભાષાનું વ્યાકરણ કે વ્યાકરણી પ્રક્રિયા એ (૧) ભાષામાં વપરાયેલાં રૂપો અને (૨) બોલાતી વેળા એકબીજાની સાથે આ રૂપા સંબંધમાં આવતાં હોય છે તેવી ગોઠવણી, એમ જો હોકેટના મત સ્વીકારીએ તો વ્યાકરણમાં શબ્દપ્રક્રિયા અને વાક્યરચના એ બે અંગ અપેક્ષિત રહે છે. આજથી ૨૫૦૦થીયે વધુ વર્ષો ઉપર હર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રપાઠ'ની રચના કરી ત્યારે એમણે મુખ્ય ધ્યાન શબ્દપ્રક્રિયામાં અંતર્ગત શબ્દસિદ્ધિનો કૃત્ અને તદ્ધિતની દૃષ્ટિએ સર્વાંગપૂર્ણ વિચાર કર્યો હતો; ઉણાદિ પ્રત્યયો વિશે કૃત્રિમ વિચાર આપીને પણ શબ્દસિદ્ધિને જ પુષ્ટ કરવાનો આ પ્રયાસ હતો, અને નામિકી અને આખ્યાતિકી વિભક્તિનાં રૂપાખ્યાન એ એનાથી પણ સબળ પ્રયત્ન હતો. સમાસની યથાવસ્યક ચર્ચા પણ શબ્દસિદ્ધિનો જ ભાગ એ હકીકત છે કે ઉચ્ચારણપ્રક્રિયા અને સ્વરપ્રક્રિયા એમણે ચર્ચી, પણ એનું સ્થાન શબ્દસિદ્ધિની તુલનાએ કાંઈક ગૌણુ જ કહી શકાય. એ કા તે તે વેદનાં પ્રાતિશાખ્યનો શિક્ષાએ સાધી આપેલું. પ્રાકૃત ભાષાનાં વ્યાકરણોએ તે સ્વરવ્યંજન વિક્રિયાના નિરૂપણુ દ્વારા શબ્દસિદ્ધિ આપી પછી રૂપસિદ્ધિ જ બતાવી; પ્રાકૃત વ્યાકરણો એનાથી વધુ આગળ જઈ શકયા નથી. અહીં હૉકેટ અને યેસ્પર્સનનાં ઉપર લીધેલાં અવતરણાનો સમન્વય કરીએ તો એ સ્પષ્ટ છે કે ઉચ્ચરિત શબ્દસ્વરૂપ એ વ્યાકરણનો વિષય હોઈ (૧) વર્ણોચ્ચાર – બેઉ પ્રકારના સ્વરભારની સાથે, (૨) શબ્દસિદ્ધિ રૂપરચના, તથા (૩) વાકવિચાર એ ત્રણે વ્યાકરણનો વિષય બની રહે છે. આમ જ્યારે ભાષાશાસ્ત્રનો સમગ્ર રીતે વિચાર કરવામાં આવે છે ત્યારે તો વ્યાકરણ’ તો એનું એક અંગ થઈ રહે છે. ભાષાતત્ત્વની મીમાંસા કરતાં હોકેટ જણાવે છે કે— A language is a Complex System of habits. be broken down The System as a whole can into five principle Subsystems... (૧) The grammatical System: a stock of morphemes, and the arrangements in which they occur : (૨) The phonological System : phonemes, and the arrangements in which they occur : (૩) The morpho-phoneuic System : the code which ties together the grammatical and phonological system... (૪) The Semantic system... (૫) The phonetic system. (એજન, પૃ. ૧૩૭–૩૮) — ભાષા ટેવોની સંમિશ્રિત પ્રક્રિયા છે. સામૂહિક રીતે આ પ્રક્રિયા પાંચ મુખ્ય પેટા-પ્રક્રિયાઓમાં વિભક્ત થાય છે : (૨) વ્યાકરણી પ્રક્રિયા : રૂપોનો સમૂહ અને એ જેમાં વપરાય છે તેવી ગોઠવણ; (૨) ધ્વનિ-ઘટકીય પ્રક્રિયા : ધ્વનિઓના સમૂહ અને એ જેમાં પ્રયોજાય છે તેવી ગોઠવણી; (૩) રૂપ-ધ્વનિમય પ્રક્રિયા : વ્યાકરણી અને ધ્વનિઘટકીય પ્રક્રિયાઓને સાથે બાંધનાર ઘટક; (૪) અર્થપરિવર્તક એ ‘વ્યાકરણ'ના પ્રક્રિયા; (૫) ધ્વનિપ્રક્રિયા.’’ આમાંની પ્રથમની ત્રણ એ વ્યાકરણનો સ્પષ્ટ વિષય બની રહે છે. આમાં પૂર્વ અને પશ્ચિમ એ બેઉ વિચારસરણીનો મને તો સમન્વય જોવા મળે છે. બહુ સાદી ભાષામાં કહીએ તો તેથી વ્યાકરણ (૧) રૂપરચનામય વ્યાકરણી પ્રક્રિયા અને (૨) ધ્વનિઘટકીય પ્રક્રિયાને પોતાનો વિષય બનાવે છે, જેમાં રૂપોનો પારસ્પરિક સંબંધ જ ભાષાનું પ્રાણરૂપ તત્ત્વ હોઈ (૩) વાક્યવિચાર કિંવા કારકપ્રક્રિયા એનું અનિવાર્ય પરિશિષ્ટ બની રહે છે. આમાં ક્રમની દૃષ્ટિએ વિચારીએ તો (૧) ધ્વનિઘટકીય પ્રક્રિયા, (૨) રૂપપ્રક્રિયા, એનાં શબ્દસિદ્ધિ રૂપાખ્યાન અને સમાસપદ્ધતિ એ ત્રણે અંગ અને (૩) વાક્યવિચાર-એ ત્રણથી વ્યાકરણ સનાથતા ધારણ કરે છે. (૧) ધ્વનિઘટકીય પ્રક્રિયા : ગુજરાતી ભાષાનાં અત્યાર સુધીનાં વ્યાકરણોમાં સ્વતંત્ર વિચારણા થઈ જ નથી. ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’ (૧૯૬૩)માં મારા તરફથી જરૂર ગુજરાતી ભાષાના પ્રયુક્ત સર્વ ધ્વનિઓ-વર્ણોનો પરિચય તો આપવામાં આવ્યો છે, પરંતુ એ રેખાદર્શનથી વિશેષ ન કહી શકાય. સ્વરોના વિષયમાં પ્રો. ડૉ. ત્રંબકલાલ દવેએ સુરતના એમના વ્યાખ્યાનમાં સ્વરપ્રક્રિયા’ વિચારી છે, પરંતુ વ્યંજનોના વિષયમાં એમનો કોઈ પ્રયત્ન પ્રસિદ્ધ થયો નથી. ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૬૫) એ ગ્રંથમાં મારા તરફથી સ્વરો અને વ્યંજનોના વિષયમાં સામટો એક સૂચક પ્રયત્ન સાદર કરવામાં આવ્યે છે, જેમાં પ્રત્યેક ધ્વનિ કયા કયા સ્થાનમાંથી ઉત્પન્ન થઈ પેતિપોતાનું અવ્યભિચારી વ્યક્તિત્વ સાચવી રાખે છે એ બતાવી ઉભયપ્રકારના સ્વરભાર ઃ બલાત્મક કે આધાતાત્મક અને સાંગીતિક કે આરોહા-વરોહાત્મકતા જીવંત ગુજરાતી ભાષામાં નિત્યનો કેવો ઉપયોગ છે એ બતાવવામાં આવ્યું છે. સ્વરભારની પ્રક્રિયા એના જીવંત સ્વાભાવિક સ્વરૂપમાં બતાવવાનો યોગ પચીસેક વર્ષ ઉપર મુંબઈ વિલેપાર્લે સાહિત્યસભા તરફથી પ્રસિદ્ધ થયેલા ગ્રંથ માટે મને મળ્યો હતો, એનું જ અંગ્રેજી કરી સ્વ. કૈ. વા. આનંદશંકર ધ્રુવ-સ્મારકાંક ગ્રંથ ૨માં આપવામાં આવ્યો હતો; મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો (૧૯૫૨)માં પણ ૧લા વ્યાખ્યાનને અંતે એ નિયમો આપ્યા હતા, તેમ મારા ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર' (૧૯૬૩)માં પણ આપ્યા હતા. સ્વરભાર, બેઉ પ્રકારના, એ જીવંત ભાષાની લાક્ષણિકતા છે અને હજી પણ ઊંડી ઘેરી શાસ્ત્રીય વિચારણા માગી લે છે. (૨) શબ્દસિદ્ધિ : એ બે પ્રકારે વિચારવાની છે : આજની ગુજરાતી ભાષાનુ સ્વરૂપ છેક વૈદિક ભૂમિકામાંથી અનેક ભૂમિકાઓ વટાવતું ઊતરી આવ્યું છે, તેથી આદિમ ભારત-આ ભૂમિકાની સ્વરવ્યંજન પ્રક્રિયાના વિકાસમાં આપણું પ્રત્યેક શબ્દસ્વરૂપ સ્થાપિત થયુ છે, અને આવાં સિદ્ધ રૂપો ઉપરથી થયેલાં નવાં રૂપાને વિકાસ એ બીજી વસ્તુ છે. આમાંનો બીજો પ્રયત્ન ઠીક ઠીક અંશે આપણે ત્યાં વિકસ્યો છે. સ્વ. કમળાશંકર ત્રિવેદીએ બૃહદ્-વ્યાકરણ’માં વિચાર્યા પછી મારા તરફથી ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર'માં અને ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર-ખંડ-૩જા'માં પણ ગુજરાતી ભાષાને પ્રધાન રાખી નિરૂપાયો છે; સંસ્કૃત ભાષાના તત્સમ શબ્દોનો બહોળો પ્રચાર ગુજરાતી ભાષામાં હાઈ સંસ્કૃત શબ્દોની કૃત્તદ્ધિત-પ્રક્રિયા પણ આપણાં વ્યાકરણોમાં સ્થાન પામે છે. એ સંસ્કૃત ભાષાના વ્યાકરણનો જ વિષય હોઈ એને સ્થાન ન આપીએ તો ચાલે, જેવું સ્થાન સ્વર-વ્યંજન-વિસર્ગ સંધિઓની તત્સમ શબ્દો માટેની પ્રક્રિયાનું છે. ગુજરાતી ભાષાના આગવા શબ્દોના વિકાસમાં એની આગવી સંધિ પ્રક્રિયા છે, પણ એ વ્યુત્પત્તિની વિચારણામાં જ સમાવિષ્ટ થઈ જાય છે. ભારે મહત્ત્વને વિષય તે નામિકી અને આખ્યાતિકી રૂપાખ્યાન- પ્રક્રિયા-રૂપરચનાનો છે. ગુજરાતી રૂપપ્રક્રિયાને કયા કોણથી જોવી એ આજે સબળ ચર્ચા-વિચારણા માગી લે છે. નામ–સર્વનામ-વિશેષણોનાં રૂપાખ્યાન, એવાં જ ક્રિયાપદોનાં જુદાજુદા કાળ અર્થોનાં રૂપાખ્યાન આપણને વૈદિક-સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-મધ્યકાલીન ગુર્જર ભાષાની પરંપરામાં ઊતરી આવેલાં મળ્યાં છે. નામ સર્વનામ વિશેષણ ક્રિયા- ૫દ ક્રિયાવિશેષણ નામયોગી ઉભયાન્વયી અને કેવળપ્રયોગી એવા આઠ શબ્દપ્રકારોનો આપણે અંગ્રેજી વ્યાકરણની દૃષ્ટિએ ખ્યાલ આપણાં વ્યાકરણોમાં સ્થાપ્યા છે. નામના સામાન્ય વિશેષ ભાવવાચક અને બીજા બે વધુ એમ પાંચ પ્રકાર સ્વીકારવા કે દ્રવ્યવાચક અને ભાવવાચક એવા બે પ્રકાર પાડી દ્રવ્યવાચકના (અ) સામાન્ય, સામાન્યના પાછા સર્વસામાન્ય, સમૂહવાચક અને વસ્તુવાચક, તથા (આ) વિશેષ કે વ્યક્તિવાચક એવા ભેદ અને ભાવવાચક’ના (અ) ગુણવાચક અને (આ) ક્રિયાવાચક એવા ભેદ સ્વીકારી સ્વતંત્ર રીતે એની વિચારણા કરવી એ આપણી સામે મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો છે. ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર'માં મારા તરફથી આ પાછલી વર્ગણીના સમાદર કરવામાં આવ્યો છે. સર્વનામો વિશેષણો અને અવ્યયાત્મક કોટિના ક્રિયાવિશેષણ–નામયોગી—ઉભયાન્વયી કેવળપ્રયોગી એવા ચાર, ક્રિયાપદોના મૂળઅર્થ અને મિશ્રકાળો, આમ સ્વીકારવું કે નવેસરથી એને આપણી ગુજરાતી ભાષાની દૃષ્ટિએ સ્વતંત્ર વિચાર કરવો એ પણ એવા જ પ્રશ્ન છે. આના અંગમાં ઊભો થતો એક મહત્ત્વનો પ્રશ્ન નામિકી વિભ- ક્તિઓના પણુ છે. આપણે સંસ્કૃત ભાષાની ૭+૧ મળી આઠ વિભક્તિની પ્રક્રિયાને અપનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજી-સાતમીના ‘એ' પ્રત્યય સિવાયના બીજી બધી વિભક્તિઓના પ્રત્યય આપણે સદંતર ગુમાવ્યા છે, અપવાદમાં વિકારક અંગનાં રૂપોમાં નર જાતિમાં ૧લી ૨જી વિભક્તિ એ. વ. માં ઓ’ અને નાન્યતરજાતિમાં ત્યાં ‘ઉ' પ્રત્યય બચી રહ્યા છે. થોડા જ અપવાદે ત્રીજી વિભક્તિનો ‘એ’ તે લગભગ ઘસાઈ જ ગયો છે. જ્યાં પ્રત્યયો નથી ત્યાં જૂનાં નામો ઉપરથી ઘસાઈને ઊતરી આવેલા ‘અનુગો’ અને બાકી તો નામયોગી- એ આવી વિભક્તિઓના અર્થા સાચવી આપે છે. નામિકી વિભક્તિમાં બ. વ. માં ઓ' પ્રત્યય અર્વાચીન ગુજરાતી ભાષામાં સ્વીકારવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ‘એ' કે ‘ઉ' તરીકે ખૂબ જ વ્યાપક છે, શિષ્ટ ભાષામાં તો એ મોટે ભાગે અપ્રયુક્ત જેવો હતો. કેમ કે આસપાસનાં વિશેષણોને કારણે બ. વ. સમજાતું હોય છે. હિંદીમાં પણ પહેલી વિભક્તિમાં હોય તો બ. વ, નો (એ) વપરાતો નથી; પ્રત્યયો અનુગે અને નામયોગીઓ પૂર્વે અવશ્ય વપરાય છે. ગુજરાતીમાં એની અપેક્ષા નહોતી, તે નવા પ્રયાગોમાં ઉપેક્ષા પામી રહી છે અને (ઓ) દાખલ થતો આવે છે. આ બધાંના વિચાર પણ વ્યાકરણનો ગંભીર વિષય બની રહે છે. વ્યાકરણ એ પહેલું નથી, ભાષા એ પહેલી છે. તેથી નિયમો તારવવામાં આવે તે ભાષામાં વ્યક્ત થતી અનુભવાતી પરિસ્થિતિથી, પણ એ નિયમો વ્યાકરણમાં સ્થાન પામ્યા પછી એ નિયામકનો નથી જ બની શકતા, તેથી જ જ્યારે વ્યાકરણના નિયમોને અધીન બની ભાષામાં પ્રયોગ કરવા મથીએ છીએ ત્યારે ભાષા કૃત્રિમ અને અસ્વાભાવિક બની રહે છે. વ્યાકરણકારે એ વસ્તુ ગંભીર પ્રકારે વિચારવાની રહે છે. ભાષાનો વિચાર કરતાં આપણને કેટલીક અનિયમિતતાએ જણાતી હોય છે, હકીકતે તો આ અનિયમિતતાઓ તો એક કાળે નિયમિતતા હાય છે; પરંતુ કાળબળે ઘસાઈ જતાં થોડા પ્રસંગોમાં જ એ બચી રહે છે, અને નવા પ્રયોગ અમલમાં આવતાં, નવી નિયમિતતા સ્થપાતાં જૂની નિયમિતતાઓ અનિયમિતતાનું સ્વરૂપ પામે છે. એ હકીકત છે કે પ્રત્યયો ઘસાઈ જવાથી જ્યારે તે તે વિભક્તિના અર્થ આપવા અનુગો કે નામયોગીઓ વપરાય છે ત્યારે એ કોઈ સ્વતંત્ર રૂપાખ્યાન નથી બની શકતાં, પરંતુ એ છઠ્ઠી વિભક્તિના અર્થના અનુગ ‘નું’ કે પાંચમી વિભક્તિના અર્થના વિકારક ‘થું’ ના રૂપમાં કાઇ વિશેષ્યનાં વિશેષણ હોય છે, અથવા તે એવાં અનુગે- વાળાં રૂપો–ગમે તે વિભક્તિના અર્થ આપતાં હોય એ હકીકતે તે ક્રિયાવિશેષણ બની રહે છે. યેસ્પર્સ'ને અંગ્રેજી ભાષાને ઉદ્દેશી આપેલો અભિપ્રાયઃ ‘The oblique cases are really attributive words—વિભક્તિ-અંગાત્મક રૂપે! ખરેખરા વિશેષણ શબ્દો છે.’ ક્રિયાપદોના કાળ-અર્થનાં રૂપોમાં બચેલાં મૂળ રૂપોને જ જુદો જુદો કાળ-અર્થ આપનારાં ગણવાં કે દરેક કાળ કે એ રૂપોને તે તે માટે પાછાં ગણાવવાં એ પણ એક પ્રશ્ન થઈ રહે છે. સોગન્ક ખાવા વર્તમાનકાળના મૂળ રૂપ ‘કરું’ ‘કરિયે' ‘કરે’ ‘કરો’ આ ચાર, આજ્ઞાર્થનાં ‘કરય’ ‘કરો’ અને ભવિષ્યકાળનાં ‘કરીશ’ ‘કરશું’ – ‘કરીશું’ ‘કરશે' આટલાં રૂપ જ માત્ર બચી રહ્યાં છે. બીજા કાળ કે અર્થ આપણે ભિન્ન ભિન્ન કૃદંતોની મથી બનાવી લીધા છે, આમ કરવા જતાં આપણે જૂની પરંપરાને વશ પણ થવું પડ્યું છે. દા. ત. સામાન્ય રીતે સકર્મક ક્રિયાવાચક રૂપ હોય તો ભૂતકાળે તેમજ વિધ્યર્થે કર્મણિપ્રયોગ પ્રયોજાય છે પરિણામે કર્તા પહેલી વિભક્તિમાં આવી શકતો જ નથી. નવી કણિ અને ભાવે રચનામાં તો કર્તાનું શુદ્ધ વિભક્તિરૂપ પણ નથી બચ્યું, આપણે ‘થી’ અનુગથી ચલાવી લેવું પડે છે. આ ગુજરાતી ભાષાની આગવી વિશિષ્ટતા જ કહી શકાય એમ છે. જો કૃદંતોથી જ આમ કાળ અને અર્થ સધાતા હોય, વળી અંગ્રેજી પદ્ધતિએ કૃદંતોની મદદથી જ મિશ્રકાળો પણ નિશ્ચિત કરવામાં આવતા હોય, તો એ ગુજરાતી ભાષાના સ્વરૂપમાં એ રીતે. બંધ બેસે છે કે નહિ એ પણ એટલું જ મહત્ત્વ ધરાવતો વિષય છે. સંસ્કૃત ભાષામાં પણ ભૂતકૃદંત અને વિષ્યર્થ કૃદંત સબળ જોર કરી ગયાં છે ને ‘વિધેય' તરીકેની કામગીરી આપી રહ્યાં છે. અવ્યયોમાં કેવળપ્રયોગી ઉદ્ગારાત્મક શબ્દો તો વાક્યમાં આગળ કે છેલ્લે વધારાના છે એટલે અવ્યયાત્મક દશા સાચવી રાખે છે. ઉભયાન્વયી આજે અવ્યયાત્મક દશામાં છે, ક્રિયાવિશેષણમાં પણ સમાવેશ પામતાં કેટલાંક નામયોગીઓ પણ અવ્યયય કોટિનાં છે, પણ ‘હું મેડા આવ્યે’ જેવામાં ક્રિયાવિશેષણ છતાં વિકારક રૂપ એ ગુજરાતી ભાષાની એક વિશિષ્ટતા છે. આને કઈ કોટિ આપવી એ વિચારણીય છે. આમ રૂપવિચાર સમગ્રપણે આજે નવીન રીતે વિચારવાથી વ્યાકરણની કેટલીક જટિલતા અને નિબિડતાને હળવી કરી શકાય ખરી. આ વ્યાકરણકારની ભારે કુશળતા માગી લે છે. આ વિષયના થોડા પણ નિષ્ણાતો સાથે બેસી પ્રત્યેક પ્રશ્નનો તર્ક શુદ્ધ વિચાર કરી માર્ગ કાઢી આપે તો આ દિશામાં મહત્ત્વની સેવા થાય. (૩) વાક્યવિચાર : ઉપરનાં બંને તો ભાષાનાં અંગ છે, જ્યારે વાક્યર્વિચાર’ એ જ હકીકતે ‘ભાષા’ છે. સંસ્કૃત વ્યાકરણકારોએ ‘કારક’ ઉપર ઘણો સારો પ્રકાશ પાડેલો છે, પણ એ વિચાર વાક્યમાં શબ્દો વપરાતાં સંયોગને વશ થઈ કઈ કઈ વિભક્તિનાં રૂપ ધારણ કરે એના નિયમમાં જ ઇતિકર્ત વ્યતા પામે છે. આજે ઘસાઈ ઘસાઈને રૂપવિહીન રૂપોવાળી થયેલી ભાષાઓને સમસ્ત દશામાંથી વ્યસ્ત દશા તરફ જઈ પહોંચતી કે પહોંચેલી ભાષાઓને સંસ્કૃત વ્યાકરણોના કારક-વિચારની આજે કોઈ જરૂર રહી નથી. આજની વાક્યરચનાની જટિલતાની તુલનાએ સંસ્કૃત ભાષાના ગદ્યની વાક્યરચના સાદીસીધી સરળ છે. સાદાં વાક્ય, મિશ્રવાક્ય અને સંયુક્ત વાક્ય—એ. એક રીતે કહીએ તો પ્રાથમિક દશામાં જ. પ્રાકૃતમાં એમાં વધુ સારલ્ય આવ્યુ અને અપભ્રંશ તથા મધ્યકાલીન ભૂમિકાઓમાં તો અતિસારલ્ય રહ્યું. અંગ્રેજી શિક્ષાને પરિણામે આપણા ગદ્યે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારે પ્રબળ વેગ સાધ્યો. અને એક સૈકામાં તો ભાષાએ ભારે અસા- માન્ય પ્રકારની પ્રૌઢિ સાધી લીધી. આણે આજે આપણને ‘વાક્યવિચાર’ પણ વ્યાકરણનાં એક સ્વતંત્ર અંગ તરીકે અસ્તિત્વ ધરાવતા સાધી આપ્યો છે. ગુજરાતી ભાષામાં ‘વાક્યવિચાર’નું પણ એકાદ સામાન્ય પુસ્તક જ જાણવામાં આવ્યું છે. એક રીતે જોતાં આ વિષય આજના યુગમાં ખૂબ જ ગંભીર છે કારણ કે અવિરત ધારાએ ગ્રંથલેખન અને વર્તમાનપત્રોમાં લેખોના ભારે પ્રવાહ, એમાં અંગ્રેજી વાક્યરચનાનું જાણ્યે અજાણ્યે અનુકરણ, વધુમાં હિંદી ભાષાની વાક્યરચનાનું પણ અનુસરણ, આ વગેરે કારણો ઉત્તરોત્તર પ્રભુત્વ ધરાવતાં થતાં જાય છે. વિરામચિહ્ન એ આજે તો વાહ્નવિચાર'નું અંગ થઈ પડ્યાં છે. સમસ્ત દશાની ભાષાભૂમિકામાં વાક્યમાંનું પ્રત્યેક રૂપ પ્રત્યયાત્મક હોવાને લીધે સંસ્કૃત—પ્રાકૃત ભાષાને માત્ર એક જ ‘દંડ’ ચિહ્નથી પણ પૂરતું હતું. પ્રત્યયરહિત રૂપાની બહુલતાને કારણે વ્યસ્ત દશા તરફ ધસતી જતી ભાષામાં વિરામ-ચિહ્નોની જરૂર ઊભી થઈ. જરૂર, આપણી ભાષાની મુદ્રણ પૂર્વેની હાથપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃતની જેમ માત્ર ‘દંડ’થી ચલાવી લેવામાં આવતું હતું જ. ભક્ત કવિ દયારામના જ માત્ર નહિ, મોડેથી જ્ઞાની-કવિ છોટમ જેવાના હસ્તાક્ષરની પ્રતામાં પણ દંડથી ચલાવી આવતું હતું. અંગ્રેજી શિક્ષણની સાથે ગદ્યના વ્યાપક પ્રચારમાં અંગ્રેજી વ્યાકરણાની છાયામાં વિરામચિહ્નોનો સુવ્યવસ્થિત તેમ જ આદરણીય ઉપયોગ સ્વીકારાયો, જેને આપણે ત્યાં જ નહિ, પૃથ્વી ઉપરની મોટા ભાગની ભાષાઓએ લેખન અને મુદ્રણમાં સ્વીકાર કર્યો છે. ગુજરાતીમાં આપણે આજે લગભગ સર્વાંશે અંગ્રેજી પદ્ધતિએ વિરામચિહ્નો સ્વીકારી લીધાં છે. એનો કવચિત્ અતિરેક પણ અનુભવવામાં આવે છે, ખાસ કરીને અલ્પવિરામના વિષયમાં. આમાં ચોક્કસ પ્રકારનો વિવેક કે. વા. ડો. આનંદશંકર ધ્રુવે સમાહત કર્યો હતો. મારા ક્રમિક વ્યાકરણ'માં તેમજ ગુજરાતી ભાષાલેખન’માં આ દિશામાં ખાસ પ્રકારની ચીવટથી વિચારણા આપી છે. ચાલુ વાકચોમાં પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ અને મહાવિરામ એ ચાર ચિહ્ન આપણી ભાષાને અમુક ચોક્કસ રીતે જ અસંગતિ માટે જોઈએ છે. ચાલુ લાંબા વાક્યમાં આપણે અવિરામને અધૂરી ક્રિયામાં પ્રયોજતા નથી, અંગ્રેજીમાં પ્રયોજાયા છે. મને ઘણીવાર એમ થાય છે કે અધૂરી ક્રિયામાં વાક્યાંશાને તે અવિરામ આવે છે ત્યાં આપણે અલ્પવિરામને જ ચાલુ રાખીએ અને ‘અલ્પવિરામ'ને માટે કોઈ ખાસ સૂચક ચિહ્ન ઉપજાવી લઈએ. અત્યાર સુધી આપણે ગુજરાતી વ્યાકરણને અંગ્રેજી અને સંસ્કૃત વ્યાકરણની પદ્ધતિની પરાધીન છાયામાં જ વિચાર્યું છે. આ જાતની પરવશતા સાથોસાથ લઘુતા કયાં સુધી સાચવી રાખવી એ પ્રશ્ન આપણી સામે હવે ખડા થયો છે. ભાષાએ એનું આગવુ વ્યક્તિત્વ તો ગૌર્જુર અપભ્રંશની ઉત્તર ભૂમિકાથી જ સ્થાપવાનું કર્યું હતું. મધ્યકાલીન ભૂમિકામાં આવતાં ભગિની ભાષાઓથી પ્રાંતીય ભેદે ‘ગુજર ભાખા જુદી પડવા લાગી હતી અને પ્રેમાનંદના સમયથી અર્વાચીન સ્વાંગમાં લેખનસ્વરૂપમાં પણ એ સિદ્ઘ ‘ગુજરાતી. ભાષા' બની હતી; જ્યારે એણે યુનિવર્સિટીની શિક્ષાની સાથોસાથ અનેક સાહિત્યપ્રકારોમાં ભારે દોટ મૂકીને છેલ્લાં સો સવાસો વર્ષમાં ઉચ્ચ પ્રકારના પ્રૌઢ ગદ્યલેખનની પરાકાષ્ઠા સંપ્રાપ્ત કરી લીધી છે અને ભારતની પ્રધાન માન્ય પંદર ભાષાઓમાં સમદરજજાની છતાં ગદ્યપ્રૌઢિની દૃષ્ટિએ પ્રથમ કક્ષાની કહી શકાય તેવી બંગાળી–મરાઠીની હરાળમાં ઊભી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે ત્યારે એને સ્વતંત્ર દૃષ્ટિએ તેમજ, આજે પૃથ્વી ઉપરની ભાષાઓના સ્વરૂપને નવી જ રીતે જોઈને, નવે જ પ્રકારે, ભાષાની મૂલવણી કરી વ્યાકરણે બાંધવામાં આવે છે તેવા પ્રકારે વ્યાકરણો તૈયાર થાય એ જરાય ખોટું નથી. એ અભિનવ પદ્ધતિ પ્રાપ્ત કરવા આપણે એવા વિદેશી શાસ્ત્રગ્રંથોના અભ્યાસ કરવા ઉદ્યુક્ત થવું જ જોઈએ. આ પ્રકાશમાં અહીં સમગ્ર વક્તવ્યનો સાર તારવીએ તો, મને સમજાય છે તેમ અભિનવ વ્યાકરણની રચનામાં નીચેની રૂપરેખા હાલ તરતને માટે સુયોગ્ય થઈ પડે : ૧. ગુજરાતી સ્વરવ્યંજનપ્રક્રિયા : સ્વરો અને વ્યંજનો ભિન્ન ભિન્ન સ્થાનો પ્રમાણે સ્વાભાવિક ઉચ્ચારણ. ૨. આઘાત્મક અને આરોહાવરોહાત્મક સ્વરભાર. ૩. શબ્દસિદ્ધિ-વૈદિક કે સંસ્કૃત પરંપરામાં ભિન્ન ભિન્ન સ્વરોમાંથી અને વ્યંજનોમાંથી યથાસ્થિત યા વિકાર પામી વિકસેલા શબ્દોની શાસ્ત્રીય અવતારણા. ૪. રૂપસિદ્ધિ : (૧) નામિકી રૂપસિદ્ધિનો વિચાર કરતાં ‘નામ’નો વિચાર, દ્રવ્ય ગુણ ક્રિયા આદિની દૃષ્ટિએ; એ પ્રમાણે સર્વનામોનો અને વિશેષણોના વિચાર. (૨) રૂપાખ્યાન. ૫. નામ–સર્વનામ–વિશેષણો વગેરે ઉપરથી સાધિત શબ્દોની વિચારણા. ૬. સમાસ (નામોનો તેમ ક્રિયારૂપો વગેરેનો પણ). ૭. ક્રિયાપદના મૂળ રૂપ ક્રિયા–ધાતુનો સ્વરૂપ પ્રમાણે વર્ગણી અને કાળ તથા સ્વાભાવિક અર્થોની વિચારણા. ૮. કૃદંતોનો વિચાર અને કાળ તથા અર્થો બનાવવામાં એઓ એનો સ્વાભાવિક ઉપયોગ. ૯. અવ્યયોની સ્વતંત્ર વિચારણા : ક્રિયાવિશેષણો નામયોગીઓ ઉભયાન્વયીઓ અને કેવળપ્રયોગી—આવી કે નવી જ રીતે તારવેલી વર્ગણીની વિચારણા. ૧૦. વાકવિચાર અને એમાં વિરામચિહ્નોની ગુજરાતી ભાષા- ના માળખામાં જે રીતે ઉપયોગિતા હોય તે વિશે વિચારણા. મને અત્યારે આ દસ મુદ્દા સૂઝે છે. વ્યાકરણની દૃષ્ટિ વિદેશોમાં છેક અદ્યતન રીતે ખીલી છે. આમાંનું આપણને જેટલું ગ્રાહ્ય હોય અને જે આપણી ભાષાના વ્યાકરણને સરલ અને છતાં સ્વાભાવિક રીતે નિરૂપી શકે તેનો સમજપૂર્વક સ્વીકાર : એમાં જૂનામાંનું પણ સરળ અને સ્વાભાવિક હોય તો એનો પણ સુભગ સમન્વય. આ આજના વિદ્વાનો વિચારે, તો વ્યાકરણ તરફ એની કઠિનતાના હાઉએ જે અરુચિ છે તે દૂર કરી શકવા સમર્થાં થવાય. આ બધાંની પાછળ હેતુ જીવંત ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ સ્વાભાવિક સ્વરૂપમાં સુલભ થાય એ. ૧૮મું સંમેલન નોંધ : ૧૯૬૬ની આખરમાં જૂનાગઢ અધિવેરાનમાં બતાવેલા આ વિચારો પછી બી. એ.ના અભ્યાસક્રમમાં નવું પરિવર્તન આવતાં ‘માન્ય ગુજરાતી ભાષાનું વ્યાકરણ સૂચિત થયું. એના ઉપલક્ષ્યમાં ‘ગુજરાતી માન્ય ભાષાનું લધુ વ્યાકરણ’ (૧૯૬૯) લખવાનો મને યોગ મળ્યો. આનંદની વાત છે કે બી. એ.ના ૩૦ વર્ષના અભ્યાસક્રમમાં એને સદ- ગ્રંથોમાં સ્થાન મળ્યું છે. આ ગ્રંથમાં માન્ય છવંત સ્વરૂપને ચર્ચવાનો યોગ મળ્યો છે. જોડણી અને ઉચ્ચારણ વચ્ચેનો જ્યાંજ્યાં વિસંવાદ છે તે સ્પષ્ટ કરવા કૌ‘સમાં સ્વાભાવિક ઉચ્ચારણ તેને રૂપની ખાજુમાં સ્વરભારના સંકેત સાથે નોંધવામા આવેલ છે. ડૅા. હ. ચૂ. ભાયાણીએ કરેલા સમાસવિચારને આ નવા ગ્રંથમાં વિવેકપુર:સર સમાવી લેવામાં આવેલ છે. વિદેશીય અભિનવ દૃષ્ટિથી થયેલો. શ્રી. જ્યૉર્જ કાર્ડોનાના A Gujarati Reference Grammar (૧૯૬૫)નો પણ નિર્દેશ કરવો જ જોઈએ.