અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<center><big><big>'''૧૫. બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી '''</big></big></center>
<center><big><big>'''૧૫. '''</big></big></center>
 
<center><big><big>'''બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી '''</big></big></center>
<center><big>'''ડૉ. પ્રભાશંકર તેરૈયા'''</big></center>

{{Poem2Open}}
{{Poem2Open}}
સૌપ્રથમ તો ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના ૪૧મા અધિવેશનનું પ્રમુખપદ આપવા માટે આપનો સહુનો – ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના સર્વે સભ્ય અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.  

ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કશા જ બંધારણ વગર આટલાં વર્ષોથી જે કામગીરી થઈ છે એનો હું સાક્ષી છું. વિચારપૂર્વકનાં આયોજનો કરીને પૂરી નિષ્ઠાથી જે જે અધ્યાપકોએ સંઘમાં યોગદાન આપ્યું છે એ તમામને પણ હું આ પ્રસંગે સ્મરું છું. પરમ શ્રદ્ધેય માંકડસાહેબથી માંડીને છેક હમણાં સુધી સક્રિય જયંતભાઈ કોઠારી અને એ પછી પણ સંઘને વિશેષ ક્રિયાન્વિત કરનાર મંત્રીઓની એક આગવી પરંપરામાંથી કેટલાનો નામોલ્લેખ કરવો? સંઘને ચૈતન્યશીલ રાખવામાં પાયામાં પડેલા આ કાર્યકર્તાઓ પરત્વે પણ હું આ પ્રસંગે મારી આભારની લાગણી પ્રગટ કરું છું.  

યુ.જી.સી.ના કોઈ પરિસંવાદમાં કે અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એના કરતાં પણ આ સંઘના અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એને હું મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું અને એટલે મારી પૂર્વેના ચાલીસેય પ્રમુખોને સાદર વંદન કરીને હું મારા આજના વક્તવ્ય ઉપર આવું છું.  

સીમારેખા અને અભિગમ
<center>'''સીમારેખા અને અભિગમ'''</center>
આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા માટે મેં જે વિષય પસંદ કર્યો છે તેની સીમારેખા તેમ જ તેમાં અપનાવેલ અભિગમ અને પદ્ધતિ વિશે થોડી ભૂમિકારૂપ વિગતો પ્રારંભમાં જ આપી દઉં. આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની જે એક સુદીર્ઘ પરંપરા છે એમાંનાં બારમાસી અને અન્ય બે-ત્રણ સ્વરૂપો તો લોકસાહિત્ય, કંઠસ્થ-પરંપરાના સાહિત્ય અને અર્વાચીન સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે; એટલું જ નહીં, પરંતુ. મધ્યકાળ પૂર્વેના સાહિત્યમાં પણ આ સ્વરૂપો પ્રયોજાતાં હતાં. આપણે ત્યાં અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એનાં ઉદાહરણો મળે છે. શાર્લોટે બૉદવીલે એમના બારમાસા ઇન ઇન્ડિયન લિટરેચર'' નામના પુસ્તકમાં સંસ્કૃત સાહિત્યના સંદર્ભો આપી પ્રાચીન ઋતુકાવ્યોની પરંપરા ભારતીય ભાષાઓમાં કઈ રીતે પ્રવહનમાન રહી છે એની વિગતે સમીક્ષા, ઉદાહરણો આપીને કરી છે.  

આવી સુદીર્ઘ પરંપરા ધરાવતા અને લગભગ અખિલ ભારતીય ગણાવી શકાય એવા આ બારમાસી સ્વરૂપની કેટલીક ખાસિયતો ચર્ચવાનો તથા ગુજરાતી લોકસાહિત્યમાંથી પ્રાપ્ત થતી બારમાસી રચનાઓ વિશે મારાં નિરીક્ષણો આપવાનો એમ બે મુદ્દાઓ પ્રસ્તુત કરવાનો મારો ઉપક્રમ છે.  

Line 36: Line 34:
‘‘વિયોગનાં કાવ્યો લોકરુચિને અનુકૂળ હોવાથી તેની લોકપ્રિયતા આપોઆપ વધતી રહે એમાં આશ્ચર્ય નથી. કારણ કે, સૌ કોઈ વિરહી, પોતાને કૃષ્ણ અથવા ગોપીને સ્થાને મૂકી દઈને પોતાના હૃદયનો ઊભરો ‘હૈયાવરાળ’કાઢી શકતો.''  

સરખાવો :  
સરખાવો :  
“ગોપી-ઉદ્ધવ સંવાદ રે, બાંધ્યા છે બારે માસ;  
{{Poem2Close}}<poem>“ગોપી-ઉદ્ધવ સંવાદ રે, બાંધ્યા છે બારે માસ;  
શીખે, ગાશે ને સાંભળશે, તેની રાધાવર પૂરશે આશ.”
શીખે, ગાશે ને સાંભળશે, તેની રાધાવર પૂરશે આશ.”</poem>{{Poem2Open}}
વળી સરખાવો (દયારામ ‘ઋતુવર્ણન') :  
વળી સરખાવો (દયારામ ‘ઋતુવર્ણન') :  
દયારામ ષૠતુ કથી, શ્યામ-વિરહને વ્યાજે;
{{Poem2Close}}<poem>દયારામ ષૠતુ કથી, શ્યામ-વિરહને વ્યાજે;
રાધાકૃષ્ણ એકરૂપ છે, લીલા ભક્તને કાજે.'
રાધાકૃષ્ણ એકરૂપ છે, લીલા ભક્તને કાજે.'</poem>{{Poem2Open}}
તેથી જ કૃષ્ણ-ગોપી, નેમિ-રાજુલ કે એવાં કોઈ સમાજમાં આદર પામેલાં પાત્રનું આલમ્બન લેવામાં આવતું.'' (પૃષ્ઠ : ૨૭૬)  

“બારમાસનું સાહિત્ય એકલું ગુજરાતમાં જ છે એમ નથી. ઉત્તર હિન્દુસ્તાન તેમ જ બંગાળમાં પણ કેટલીક સમાન પરિસ્થિતિને લીધે આવું સાહિત્ય અસ્તિત્વમાં આવેલું છે. વિરહિણી પ્રિયતમા પ્રત્યેક માસની ઋતુલીલા નિહાળી, પરદેશ ગયેલા પતિને યાદ કરે છે; અથવા તો વિપત્તિમાં પડેલી અબળા પોતાનાં ન સહેવાતાં વીતકો, આવી રચના દ્વારા વ્યક્ત કરે છે; અને ગીત ગાનાર સુંદરીસંઘને વિચારમાં લીન કરી દે છે. બાર માસનું આ સાહિત્ય જ્યાં સુધી સ્ત્રીહૃદયમાં લાગણી છે ત્યાં સુધી લોકપ્રિય અને ચિરંજીવ રહેશે; અને તેમના જીવન-મર્મને સ્પર્શ કરી, તેમના હૃદયના તારને છેડ્યા કરશે.’’ (પૃષ્ઠ : ૨૭૭)  

Line 49: Line 47:
મોરલી વાગે છે.’  
મોરલી વાગે છે.’  
વળી –
વળી –
હાથ રંગીને દે'ર! શું રે કરું? એનો જોનારો પરદેશ:  
{{Poem2Close}}<poem>હાથ રંગીને દે'ર! શું રે કરું? એનો જોનારો પરદેશ:  
મેંદી રંગ લાગ્યો રે!'  
મેંદી રંગ લાગ્યો રે!' </poem>{{Poem2Open}}
એવી લોકગીતોની લીટીઓમાં જણાય છે. ‘આ રત આવી, ને નાથ! આવજો' – એવા મેઘસંદેશા પણ રમણીહૃદય દ્વારા મોકલાતા. તે સમયના પ્રવાસ, નોકરીને અંગે કેટકેટલા લંબાતા તેનું મનોવેધક ચિત્ર નીચેનાં લોકગીતોમાં પડેલું છે :  

લીલી ઘોડી પાતળિયો અસવાર;  
{{Poem2Close}}<poem>લીલી ઘોડી પાતળિયો અસવાર;  
કે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ.  
કે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ. </poem>{{Poem2Open}}
એટલે, વિરહદશાની દુઃખદ અને અકથ્ય વેદનાથી અસ્વસ્થ બનેલી પત્નીએ –

ઝાલી ઝાલી ઘોડલિયાની વાગ કે  
{{Poem2Close}}<poem>ઝાલી ઝાલી ઘોડલિયાની વાગ કે  
અલબેલો ક્યારે આવશે રે લોલ?’  
અલબેલો ક્યારે આવશે રે લોલ?’ </poem>{{Poem2Open}}
પરદેશ ખેડવા નીકળી પડતો નવજુવાન પરદેશની અનિશ્ચિતતા સૂચવતો ઉત્તર દે છે.  

ગણજો ગોરી પીપળિયાનાં પાન રે,  
{{Poem2Close}}<poem>ગણજો ગોરી પીપળિયાનાં પાન રે,  
એટલે ને દહાડે અમે આવશું રે લોલ!'  
એટલે ને દહાડે અમે આવશું રે લોલ!' </poem>{{Poem2Open}}
યુવાન આમ બોલ્યો તો ખરો; પણ એના ઉદ્ધત હૃદયમાંયે સ્નેહની સુંવાળી જગા નહોતી એમ નહીં. મહાભારત યુદ્ધમાં રણે ચઢતાં અભિમન્યુને રોકી ઊભેલી ઉત્તરાસમી નવયૌવનાનો સ્નેહ, આખરે એને ભીંજવે છે, એની આંખ ભીની થાય છે અને એનાથી બોલી જવાય છે :  

ગોરી મોરી! આવડલો શો નેહડો?  
{{Poem2Close}}<poem>ગોરી મોરી! આવડલો શો નેહડો?  
કે આંખમાં આંસુ બહુ ઝરે રે લોલ!' '  
કે આંખમાં આંસુ બહુ ઝરે રે લોલ!' ' </poem>{{Poem2Open}}
(પૃષ્ઠ : ૨૭૩)  
{{right|(પૃષ્ઠ : ૨૭૩) }}<br>
સ્વરૂપગત, વિશિષ્ટતાઓ નોંધવા ઉપરાંત પ્રો. મજમુદારનું બીજું મહત્ત્વનું કાર્ય સામગ્રીને વર્ગીકૃત કરીને વિભાજિત કરીને એનું મૂલ્યાંકન કર્યું છે એ છે. તેમણે જૈનધારા, જ્ઞાનમાસની ધારા, લોકકથાની અંતર્ગત પ્રસ્તુત થયેલી બારમાસી, લોકગીતની બારમાસી, ચારણી બારમાસી અને મરસિયા બારમાસી, આવી બધી ધારાઓનાં ઉદાહરણો આપી, પરિચય કરાવેલો છે. છંદોબંધ, વિષયમાં પ્રવેશેલું નાવીન્ય અને રસસ્થાનોને પણ તેમણે ચીંધી બતાવ્યાં છે. આ બધાં કારણે પ્રોફે. મંજુલાલ મજમુદારની બારમાસી સ્વરૂપવિષયક ચર્ચા અત્યંત મહત્ત્વની છે.  

<center>'''‘ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન’ (૧૯૫૪) '''</center>

Line 73: Line 71:
વલ્લભ ભટ્ટના અંબાજીના મહિનામાં ભક્ત માતાજીના વિરહથી શોકવ્યાકુળ છે. એ માતાને મળવા તલસે છે. જોકે, એ પદની પરિભાષા શૃંગારની છે પણ બીજી રીતે કહીએ તો એમાં માતૃપ્રેમની ભાવના છે.  

એટલે શૃંગાર એ રસ નથી પણ ભાવ છે. બીજાં બારમાસીનાં પદોની જેમ એના વિરહમાસની શરૂઆત કાર્તિકથી થાય છે.''  

(પૃષ્ઠ : ૧૬૨-૧૬૩) હકીકતે આ બારમાસી પ્રેમલક્ષણા ભક્તિના ઉદાહરણરૂપ છે. વળી માત્ર વિરહ કે શૃંગાર એ જ બારમાસી કવિતાનું લક્ષણ નથી; ભક્તમાળાની બારમાસીનાં લક્ષણો અલગ રીતે નોંધવાથી આ બધું સ્પષ્ટ થઈ શકે. તેઓએ ખૂબ જ ઉચિત રીતે નોંધ્યું છે કે,  
{{right|(પૃષ્ઠ : ૧૬૨-૧૬૩) }}<br>
હકીકતે આ બારમાસી પ્રેમલક્ષણા ભક્તિના ઉદાહરણરૂપ છે. વળી માત્ર વિરહ કે શૃંગાર એ જ બારમાસી કવિતાનું લક્ષણ નથી; ભક્તમાળાની બારમાસીનાં લક્ષણો અલગ રીતે નોંધવાથી આ બધું સ્પષ્ટ થઈ શકે. તેઓએ ખૂબ જ ઉચિત રીતે નોંધ્યું છે કે,  
‘ગણપતરામે જ્ઞાનની બારમાસી ગાઈ છે. (‘કાવ્યદોહન' ભાગ-૮, પૃ. ૭૩૭) એમાં એણે બ્રહ્મજ્ઞાન આપનાર ગુરુનું માહાત્મ્ય ગાયું છે. ઉત્તરોત્તર ગુરુએ આપેલા જ્ઞાનથી જીવનો ક્રમે ક્રમે વિકાસ થતો ગયો તે દર્શાવ્યું છે. કાવ્યની શરૂઆત ગુરુસ્તુતિથી જ થાય છે...આ દર્શાવે છે કે, બારમાસીનો પ્રકાર કેટલો પ્રચલિત અને લોકપ્રિય હોવો જોઈએ કે મૂળ વિરહગીત માટે યોજાયેલા આ પ્રકારનો, પછી બધા રસો માટે અને જાત-જાતના વિષયો માટે ઉપયોગ થવા લાગ્યો.''  

(પૃષ્ઠ ૧૬૫-૧૬૬)
{{right|(પૃષ્ઠ ૧૬૫-૧૬૬) }}<br>
આમ બારમાસી સ્વરૂપનું વિરહગીત તરીકેનું મૂળભૂત તત્ત્વ તેમણે ખૂબ જ ઉચિત રીતે બતાવ્યું છે. તેમણે લોકગીતમાંની બારમાસી વિષયે નોંધ્યુ છે :  

‘લોકગીતોમાં પણ વિરહની બારમાસી મળે છે. એમાં ગ્રામજીવનનું વસ્તુ હોવા છતાં પાત્રોનાં નામ રાધા કે રુક્મિણિ ને કૃષ્ણ રાખ્યાં છે.  

(પૃષ્ઠ : ૧૬૬)
{{right|(પૃષ્ઠ : ૧૬૬) }}<br>
અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત સામગ્રીને કારણે તેમણે આટલું સીમિત વિધાન કર્યું છે. હકીકતે લોકસાહિત્યમાં જે બારમાસીઓ પ્રાપ્ત થાય છે એ જોતાં માત્ર રાધા કે ડ્રિમિણ નહીં પણ સીતા, પાર્વતી પણ એમાં નિરૂપાયાં છે. એમાં કૌટુંબિક જીવનની વિગતો પણ કેન્દ્રસ્થાને હોય છે.  

તેમણે જૈનધારાની બારમાસીની પણ વિશદ સમીક્ષા કરી છે.  

Line 85: Line 84:
ડૉ. શિવલાલ જેસલપુરાના ગ્રંથની પ્રસ્તાવના નિમિત્તે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ બારમાસી કાવ્યની લાંબી પરંપરા બતાવવી અને એમાંની સમાન વિષયની અવનવી અભિવ્યક્તિ કે પરંપરાને પોતીકી રીતે પ્રસ્તુત કરવાની પ્રતિભાશક્તિનું દર્શન કર્તાએ કઈ રીતે કરાવ્યું છે, એ તપાસવું એવી અપેક્ષા અભ્યાસીઓ માટે નોંધી છે. તેઓએ નોંધ્યું છે કે,  

‘રચનાશૈલીની દૃષ્ટિએ જુદા જુદા સમયની અને કર્તાની કૃતિઓ સરખાવવા જેવી છે. કયા માસથી વર્ણનનો પ્રારંભ કરવો તે અંગે ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. તેવું જ વર્ણનના વિસ્તાર અને વિગતોની બાબતમાં પણ છે.'

(પૃ. ૬)
{{right|(પૃષ્ઠ : ૬) }}<br>
ડૉ. શિવલાલ જેસલપુરાએ બારમાસીના સ્વરૂપ વિષયે તેમના ગ્રંથમાં કશી વિગતો નોંધી નથી; પરંતુ ૨૯ જેટલી જૈન પરંપરાની બારમાસી, હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને તે કૃતિ અને કર્તાવિષયક વિગતો, પ્રારંભે મૂકી છે. એમાંથી જૈન પરંપરાની બારમાસી – નેમિ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશા-કથાનક, ગુરુ વ્યક્તિત્વ કે કોઈ ધાર્મિક પ્રસંગવિધિને કેન્દ્રમાં રાખીને બારમાસી રચાય છે. વર્ણનો, વિરહ અને વૈરાગ્ય ભાવબોધ કરાવવાની આવડત અને પ્રાસાનુપ્રાસ તરફ અંગુલિનિર્દેશ કરીને જૈન બારમાસીઓની ખાસિયતો એમણે નિર્દેશી છે. એક ધારાની (જૈન ધારાની) મહત્ત્વની બારમાસીઓ તેમણે એકસાથે પ્રસ્તુત કરીને તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરવાની શ્રદ્ધેય સામગ્રી જુદી પાડી હોઈ એનું ઘણું મહત્ત્વ છે.  

તાજેતરમાં છેલ્લા બે-એક વર્ષમાં પ્રકાશિત થયેલ ડૉ. બળવંત જાનીના ચારેક અભ્યાસ-લેખોનો પણ અત્રે ઉલ્લેખ કરવો રહે.  

Line 91: Line 90:
દયારામની કૃષ્ણવિષયક ચાર બારમાસીઓની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપસંદર્ભે તુલનાત્મક અભિગમથી મૂલ્યાંકન કરતો તેમનો એક લેખ પણ પ્રકાશિત થયો છે. ‘કૃષ્ણચરિત્રનો મધ્યકાલીન સાહિત્ય અને લોકસાહિત્યમાંની બારમાસીઓમાં વિનિયોગ' નામનો નિબંધ ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ નિમિત્તે તૈયાર થયો છે, જેમાંથી કૃષ્ણના ચરિત્રની કેવી વિગતો કઈ રીતે પ્રસ્તુત થઈ છે એ બધું નિરૂપીને પરંપરાનું અનુસંધાન દર્શાવી તેમાં નવા ઉન્મેષો પણ તારવી આપ્યા છે.  

આપણે ત્યાં આજ સુધી લોકસાહિત્યની બારમાસીઓને નજર સમક્ષ રાખીને પૂર્ણ કહી શકાય એવો સ્વાધ્યાય હજુ થયો નથી. એ કારણે મને આ વિષયમાં રસ જાગ્યો. કનુભાઈ જાની, જશવંત શેખડીવાળા, જયમલ પરમાર વગેરે મુરબ્બી મિત્રો સાથે વિમર્શ કરીને આ વિષયે સ્વાધ્યાય કરવાનો નિર્ધાર કરેલો.  

<center>'''(૨) બારમાસી : એક સ્વાયત્ત સ્વરૂપ '''</center>

મારા વક્તવ્યમાં બીજો મુદ્દો એ છે કે, બારમાસીને એક આગવા સાહિત્યસ્વરૂપ તરીકે કયા કારણે ઓળખાવી શકાય? એ અંગેનાં મારાં તારણો અને નિરીક્ષણો પણ પ્રસ્તુત કરવાનો ઉપક્રમ મેં રાખ્યો છે, તેથી હવે એ વિષયક વિગતો પ્રસ્તુત કરીશ.

બારમાસીનું કાવ્યસ્વરૂપ લાંબી પરંપરા ધરાવે છે. લોકસાહિત્ય, કંઠસ્થપરંપરાનું પદસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય એમ બધે એ સતત પ્રયોજાતું રહેલું કાવ્યસ્વરૂપ છે. એટલે સ્વાભાવિક છે કે એમાં સમયાનુક્રમે અનેક પરિવર્તનો આવ્યાં હોય. તેમ ભિન્ન ભિન્ન સમયાનુક્રમમાં ભિન્ન ભિન્ન સર્જકોએ આ અત્યંત પ્રચલિત કાવ્યસ્વરૂપને પોતાની રીતે આગવો વળોટ-વળાંક આપેલ જણાય છે.  

Line 114: Line 113:
અહીં આથી લોકસાહિત્યમાળાના ૧થી ૧૪ મણકાઓ, ‘રઢિયાળી રાત, ભાગ-૨’ અને ‘લોકસાહિત્યનાં ઋતુગીતો' એમ ત્રણ સંપાદનોમાંથી લોકસાહિત્યની કુલ ૨૭ બારમાસીઓ અહીં વિષયસામગ્રી પ્રમાણે વિભાજિત કરીને નવો ક્રમ આપીને સંકલન રૂપે મૂકી છે. મારા અભ્યાસમાં મેં આ બારમાસીઓનાં માત્ર શીર્ષક જ નિર્દેશ્યાં છે. પ્રત્યેક બારમાસીઓની નીચે એનો ગ્રંથસંદર્ભ અને પૃષ્ઠાંક પણ કૌંસમાં મૂક્યા છે.  

આ અભ્યાસીઓને સામગ્રી સુલભ થાય એવો એની પાછળ શુભાશય . છે. અને માટે બારમાસીઓના સંપાદકો-પ્રકાશકો પરત્વે ઋણસ્વીકારભાવ પ્રગટ કરું છું.  

ઉદાહ્યત બારમાસીઓની ક્રમિક યાદી, ગ્રંથસંદર્ભ સાથે  
{{Poem2Close}}<poem>ઉદાહ્યત બારમાસીઓની ક્રમિક યાદી, ગ્રંથસંદર્ભ સાથે  
ક્રમ ઉદાહ્યત બારમાસીનું શીર્ષક  
ક્રમ ઉદાહ્યત બારમાસીનું શીર્ષક  
૧. વાલા  
૧. વાલા  
Line 166: Line 165:
૨૨. લોકસાહિત્યમાળા મણકો-૭, પૃ. ૮૬, ૮૭
૨૨. લોકસાહિત્યમાળા મણકો-૭, પૃ. ૮૬, ૮૭
૨૩. લોકસાહિત્યમાળા મણકો-૫, પૃ. ૫૪, ૫૫
૨૩. લોકસાહિત્યમાળા મણકો-૫, પૃ. ૫૪, ૫૫
૨૪. ગુજ. લો.સા.માળા, પૃ. ૧૪૫, ૧૪૬ લોકસાહિત્યમાળા મણકો-૧૨, પૃ. ૨૨૩, ૨૨૪  
૨૪. ગુજ. લો.સા.માળા, પૃ. ૧૪૫, ૧૪૬ લોકસાહિત્યમાળા મણકો-૧૨, પૃ. ૨૨૩, ૨૨૪ </poem>{{Poem2Open}}
લોકસાહિત્યની ઉપર નિર્દેશેલી સત્યાવીશ બારમાસીઓને એની વિષયસામગ્રીના સંદર્ભે રાધા-કૃષ્ણવિષયક, સામાજિક સંદર્ભવિષયક તેમ જ પ્રકીર્ણ એવા ત્રણેક વિભાગમાં વિભાજિત કરીને એનું વિશ્લેષણ અત્રે કર્યું છે.  

<center>'''‘(૧)'''</center>  
<center>'''‘(૧)'''</center>  
Line 175: Line 174:
રાધા-કૃષ્ણવિષયક બારમાસીઓના જૂથમાંની બારમાસીઓ મોટે ભાગે રાધા-કૃષ્ણના વિરહભાવને લક્ષે છે, પરંતુ કેટલીક એ નિમિત્તે કુટુંબજીવનના ભાવોને પણ તાકે છે.  

માગશરે મથુરા ભણી ગયેલા કાન કારતકે ઘેર આવ્યા ત્યાં સુધીનો પ્રત્યેક મહિનાઓનો આલેખ આપતી ‘વાલા!' શીર્ષકની બારમાસીમાં નાયિકાની વિરહાવસ્થા તારસ્વરે વ્યક્ત થઈ છે. પોષ મહિને શોષમાં મુકાયેલી ને રોષમાં ફરતી ગોપીની તીવ્રતમ વ્યથા વ્યક્ત થઈ છે ફાગણમાં  

વાલા! ફાગણ હોળી હૈયે બળે રે,  
{{Poem2Close}}<poem>વાલા! ફાગણ હોળી હૈયે બળે રે,  
દીનાનાથ ગોત્યા ક્યાંય નવ મળે રે!'  
દીનાનાથ ગોત્યા ક્યાંય નવ મળે રે!' </poem>{{Poem2Open}}
હોળીના સામાજિક પ્રસંગની સાથે જ હૈયામાં બળતી હોળી અને એને પરિણામે પેદા થતી હૈયાની બળતરાના સાહચર્યથી અહીં, નાયિકાનો વેદનાગર્ભ વિયોગ સુપેરે વ્યક્ત થયો છે.  

એવી જ રીતે કૃષ્ણના મથુરાગમનને પરિણામે સર્જાયેલી રાધાની વિરહવ્યાકુલ મન:સ્થિતિ, ‘રાધિકાના મહિના'માં વેધક રીતે વ્યક્ત થઈ છે. એમાંયે -

કે ભાદરવો ભલી પેર ગાજે,
{{Poem2Close}}<poem>કે ભાદરવો ભલી પેર ગાજે,
કે સહિયર ઘેર વલોણું ગાજે,  
કે સહિયર ઘેર વલોણું ગાજે,  
કે તે તો મારા રુદિયામાં દાઝે,  
કે તે તો મારા રુદિયામાં દાઝે,  
કે જમુના જાવા દો પાણી!'  
કે જમુના જાવા દો પાણી!' </poem>{{Poem2Open}}
જેવી પંક્તિઓમાં તો રાધાની આ વિરહવિકલતાની પરાકોટિ અનુભવાય છે. સહિયરને ઘેર ગાજતાં વલોણાંના અવાજે પોતાનું રુદિયું દાઝે! સહિયર પ્રિયતમમિલનનું સુખ માણી શકે છે, જ્યારે એની પડખે જ રહેતી પોતે, એ મિલનસુખથી વંચિત છે એ વાત અહીં માર્મિક રીતે રજૂ થઈ છે. સહિયરને ત્યાં મહીનું મંથન કરતું વલોણું જાણે કે પોતાના મનનું મંથન કરે છે! આમ, પોતાની અને સહિયરની સ્થિતિની સહોપસ્થિતિ દ્વારા, રાધાની વિરહવેદનાની તીવ્રતા અહીં આબાદ રીતે દર્શાવાઈ છે.  

તો ‘વાલાજી’ શીર્ષકની બારમાસીમાં પ્રિયતમની પ્રતીક્ષા કરતી પ્રોષિતભર્તૃકા જોશીડા તેડાવવાની ને જોશ જોવડાવવાની વેતરણ કરે, ને જોશીડાને રૂડા જોશ જોઈ દેવાનું કહે –

ભાઈ, જોષીડા! જોજે રૂડા જોષ રે વાલાજી.’  
{{Poem2Close}}<poem>ભાઈ, જોષીડા! જોજે રૂડા જોષ રે વાલાજી.’  
આ કે
આ કે
જે મારા કરમડિયાના દોષ મારા વાલાજી!'  
જે મારા કરમડિયાના દોષ મારા વાલાજી!' </poem>{{Poem2Open}}
પ્રિયતમવિરહને લીધે સર્જાયેલી પોતાની દારુણ સ્થિતિ માટે જવાબદાર પોતે અને પોતાનાં કર્મો જ છે એવું આશ્વાસન લેતી નાયિકા, પ્રિયતમાના નહીં, પરંતુ કરમના જ દોષ જોવાનું કહે છે, ત્યારે એની ગુણગ્રાહિતા ઉઘાડી પડે છે, તો અન્ય બારમાસીઓમાં મોટે ભાગે ભાદરવાની નદિયુંમાંથી ઊતરીને કંથ કેમ આવશે? એવી ચિંતાનો સૂર વ્યક્ત થાય છે, જ્યારે અહીં ભાદરવામાં ભરદરિયે ડૂબેલી નાયિકાને કંથ વિના કર ઝાલીને કોણ ઉગારશે? એવો પ્રશ્ન છેડાય છે. કારતકથી આસો માસ સુધીની સ્થિતિના વર્ણન પછી પણ કેટલીક પંક્તિઓમાં પિયુને આવવાની વિનવણી ક૨વામાં આવે છે. બારમાસીના સ્વરૂપ સાથે અસંગત જણાતા એવા આ ભાગમાં લોકસમાજના ભાવો વ્યક્ત થાય છે અને તેમાંથી પરંપરાગત પરિવારનો પરિવેશ પણ સર્જાય છે. અહીં ‘આવડલી', ‘કરમડિયા', ‘સાસુડી', ‘છોરુડા’ જેવા સ્વાર્થિક ‘ડ' કે ‘લડ' કે 'ડલ' લાગીને બનતા, લઘુતાસૂચક શબ્દો ધ્યાન ખેંચે છે, જે શબ્દપ્રયોગો પછીથી આપણને ન્હાનાલાલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.  

‘લાલજી'ને ઉદ્દેશીને નાયિકાની વિયોગી મનોદશાને વ્યક્ત કરતી ‘લાલજીના મહિના’ રચનામાં, ‘ઓ લાલ, વહેલા આવજો હો લાલ!' જેવી ધ્રુવપંક્તિ દ્વારા લાલને વહેલા આવવાનું કહેવાય, સાથે જ કારતકથી આસો સુધીની ‘લાલજી’ના વિરહે ગોપીની મનઃસ્થિતિ પણ વર્ણવાય; પરંતુ પછીથી ફૂલવાડીમાંનાં રંગીન બાવળના લાકડાંની ઘડાવેલી નવરંગ પાવડીઓ પહેરીને લાલજી આવશે એવો મિલનનો આશાવાદ પણ અહીં વ્યક્ત થાય છે. આમ, કેવળ કારતકથી આસો મહિના સુધીની વાત કરતી પરંપરિત બારમાસી કરતાં અહીં જુદી તરેહનો અનુભવ થાય છે.  

Line 196: Line 195:
એ જ રીતે ‘વિનતિ'માં કૃષ્ણના વિયોગને પરિણામે વ્રજની નારીનું ચિત્રણ છે. અહીં પ્રત્યેક માસના પરિપ્રેક્ષ્યમાં થયેલી વાત પરંપરાગત બારમાસીઓ કરતાં જુદી પડે છે અને નૂતન સ્પર્શ પામીને નિરૂપાય છે.  

દા.ત.
દા.ત.
પોષે પ્રભુજી ગયા પરદેશ  
{{Poem2Close}}<poem>પોષે પ્રભુજી ગયા પરદેશ  
નારીને મેલ્યાં એકલાં રે લોલ.'  
નારીને મેલ્યાં એકલાં રે લોલ.'  
(‘રઢિયાળી રાત-૨', પૃ. ૧૩૯)  
(‘રઢિયાળી રાત-૨', પૃ. ૧૩૯) </poem>{{Poem2Open}}
જેવી પંક્તિની વર્ણસગાઈ તથા પોષમાં શોષ પડવાના પરંપરિત નિરૂપણ કરતાં નોખાપણું ધ્યાનપાત્ર છે.  

‘વૈરાગના મહિના' શીર્ષકની રચનામાં પ્રત્યેક પંક્તિ/ચરણને અંતે ‘કહો હિર કેમ રહુ એકલી, મારો શો .અપરાધ?' એવો પ્રશ્ન છેડતી નાયિકાની સ્થિતિને વેધક વાચા મળી છે. અહીં, સમગ્ર રચનામાં વાત વૈરાગની નહિ, પણ નાયિકાના વિરહભાવની જ છે, તેથી આ રચનાને અપાયેલા ‘વૈરાગના મહિના' શીર્ષકને બદલે ‘વિજોગના મહિના' શીર્ષક જ સમુચિત જણાય છે. વળી અહીં, પોષ પછી સીધી ફાગણની વાત આવતાં એક મહિનો – મહા મહિનો ખંડિત થયેલો માલૂમ પડે છે.  

Line 204: Line 203:
તો ‘મહિના', ‘રમવા આવો ને રે!', ‘આવો હિર', ‘બાર મહિના' તથા ‘રાધાવિરહ-૧' અને ‘રાધાવિરહ-૨' વગેરે બારમાસીઓમાં મોટે ભાગે પૂર્વકથિત ભાવો નિરૂપાયા છે અને એમાં મહદંશે પરંપરાનું અનુરણન સંભળાય છે.  

રાધા-કૃષ્ણવિષયક મોટા ભાગની બારમાસીઓમાં ભાવનિરૂપણની માફક વર્ણનમાં પણ એકવિધતા જોવા મળે છે, પરંતુ અપવાદરૂપ કેટલીક બારમાસીઓમાં ભાષાનો અર્વાચીન પાસ લાગેલો જણાય છે, મોરારને આણાં મોકલવાની વિનવણી કરતી ‘આણાં' રચના આરંભે વિરહિણીની વ્યથા અને અંતે આણાં આવ્યાંના સમાચારથી અનુભવતા આનંદને વ્યક્ત કરે છે. બાર માસ દરમ્યાનની નાયિકાની મનોગતિની વાત કર્યા બાદ –  

ખાજાં તો ખરાં થિયાં ને લાડુડા ખારા ઝેર,  
{{Poem2Close}}<poem>ખાજાં તો ખરાં થિયાં ને લાડુડા ખારા ઝેર,  
જલેબીએ તો જુલમ કર્યો, દહીંથરિયે વાળ્યો દાટ  

કે આણાં મોકલને મોરાર!'  
કે આણાં મોકલને મોરાર!' </poem>{{Poem2Open}}
એવી ભોજનની કેટલીક સામગ્રીને આલેખીને ભોજનના પ્રાકૃત રસમાં કાવ્ય સરી ગયું છે, ને કવિકર્મ પણ નબળું બન્યું છે. વળી, બાર મહિનાની ગતિવિધિના આલેખન બાદ પંદરેક પંક્તિઓ સુધી કાવ્ય વિસ્તર્યું છે, જે બારમાસીના સ્વરૂપ સાથે સુસંગત બનવાને બદલે પરિશિષ્ટ રૂપે પાછળથી આવ્યું હોય એમ લાગે છે.  

તો નંદલાલને રમવા આવવાનું કહેણ મોકલાવતી ગોપીની મનોગતિને નિરૂપતી ‘નંદલાલના મહિના’ના આરંભે

કારતક તો કષ્ટ કહાડચો, ભરદરિયે જેમ જહાજ,  
{{Poem2Close}}<poem>કારતક તો કષ્ટ કહાડચો, ભરદરિયે જેમ જહાજ,  
માગશર મારગડે મેલી, હવે મારું કોણ છે બેલી?'  
માગશર મારગડે મેલી, હવે મારું કોણ છે બેલી?' </poem>{{Poem2Open}}
(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૧) જેવી પંક્તિમાં ‘જહાજ', ‘બેલી' જેવી મુસ્લિમપરંપરાની શબ્દરચના જોવા મળે છે. અલબત્ત, આ પરંપરાનું અનુસંધાન રચનાના અંત પર્યન્ત ચાલુ રહેતું નથી. પરંતુ પછીથી તો પરંપરિત બારમાસીઓના ભાવ અને ભાષાનું રૂપાંતર જ મળે છે, એટલે મુસ્લિમ પરંપરાના શબ્દોવાળો રચનાનો આગળનો ભાગ કોઈએ ઉમેર્યો હોય કે જોડી કાઢ્યો હોય એમ પણ બનવાજોગ છે.  

આમ, રાધા-કૃષ્ણવિષયક કેટલીક બારમાસીઓ  
આમ, રાધા-કૃષ્ણવિષયક કેટલીક બારમાસીઓ વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને કારણે આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહે છે.  
વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને કારણે આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહે છે.  
આ બારમાસીઓમાં એક બાજુ રાધા-કૃષ્ણના વિરહભાવની અભિવ્યક્તિ છે, તો બીજી બાજુ એમાંથી કેટલીક વખત સામાજિક સંદર્ભો અને પારિવારિક પરિવેશ પણ પ્રગટે છે. આવા ભાવને નિરૂપતી કેટલીક બારમાસીઓને ‘સામાજિક બારમાસી'ના અલગ જૂથમાં મૂકી શકાય તેમ છે.  

એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!' એ ધ્રુવપંક્તિવાળી ક્રમાંક ૧૯મી સામાજિક પ્રકારની બારમાસીમાં પરદેશ જતા પિયુને દરેક મહિને કોઈ ને કોઈ કારણોસર રોકવા મથતી અને સંભવિત વિયોગની કલ્પનાથી ફફડાટ અનુભવતી નાયિકાની સંવેદના વ્યક્ત થઈ છે. સંયુક્ત કુટુંબમાં રહેતી પતિવિહોણી પત્નીની સ્થિતિના ચિતારમાંથી આખોયે સામાજિક સંદર્ભ સ્ફુટ થાય છે :  

“પોષે જે અબળાને પિયુડે પરહરી,  
{{Poem2Close}}<poem>“પોષે જે અબળાને પિયુડે પરહરી,  
તે નારીનાં પૂરણ મળિયાં પાપ જો,
તે નારીનાં પૂરણ મળિયાં પાપ જો,
સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,
સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,
મઇયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,  
મઇયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,  
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!’  
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!’ </poem>{{Poem2Open}}
અહીં, સમગ્ર રચના દરમિયાન રાધા-કૃષ્ણના ઓઠા વિના જ, સામાન્ય પતિ-પત્નીના પ્રણયભાવનું નિરૂપણ, નિરાળી રીતે થયું છે. આ કૃતિમાં પરંપરાગત બારમાસીઓમાં વારંવાર પ્રયુક્ત શબ્દગુચ્છો કે પ્રાસો પડઘાતા નથી, પરંતુ ધર્મેતર એવા સ્ત્રી-પુરુષના પ્રણયની વાત આગવી રીતે આલેખાઈ છે. વળી, આ બારમાસીના ભાવનું -  

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,  
{{Poem2Close}}<poem>આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,  
ઝીણા ઝરમર વરસે મેહ  
ઝીણા ઝરમર વરસે મેહ  
ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે!'  
ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે!' </poem>{{Poem2Open}}
એ જાણીતા લોકગીતના ભાવ સાથેનું સામ્ય પણ ચીંધી શકાય તેમ છે.  

એવી જ રીતે રામદે ઠાકોર અને ઠકરાણાંના બારમાસ' શીર્ષકની રચનામાં યુદ્ધ માટે જતા પતિને, યુદ્ધમાં ન જવાની પત્ની દ્વારા થતી વિનવણી ફાવ્યવિષય બની છે. ક્ષાત્રધર્મની આ કૃતિમાં યુદ્ધમાં પ્રસ્થાન કરતા પિયુને –

ઠાકોરને, કોઈ ને કોઈ બહાનું બતાવીને, રોકવાની ક્ષત્રિયાણીની મથામણ મુખ્યત્વે વ્યક્ત થઈ છે. સંક્રાન્તિકાળના આ લોકકાવ્યમાં સર્જકનું સભાન કર્તૃત્વ જણાય છે, ક્યાંક તત્સમ શબ્દોની છાંટ પણ અનુભવાય છે; દા. ત., શુભ શકુન જોવરાવશું, તમે હૃદે ન ધરશો રીસ.’ જેવામાં ‘શકુન’એ પાછળથી ઉમેરાયેલો સંસ્કારાયેલો પાઠ પણ હોય, કેમ કે લોકસાહિત્યમાં તો ‘શકુન'ને બદલે ‘શુકન' શબ્દ જ વિશેષ પ્રચલિત છે, તો  

માહ માસે અમે ચાલશું મેગળ બાંધ્યા બહાર;  
{{Poem2Close}}<poem>માહ માસે અમે ચાલશું મેગળ બાંધ્યા બહાર;  
ઊંટે આથર ભીડિયા, કામની સજે શણગાર.”  
ઊંટે આથર ભીડિયા, કામની સજે શણગાર.” </poem>{{Poem2Open}}
- જેવી પંક્તિઓમાંનાં મેગડ ઊંટના ઉલ્લેખને લીધે અને ચોક્કસ પ્રકારના વર્ણનને કા૨ણે સૈન્યનો પરિવેશ પ્રત્યક્ષવત્ થાય છે. તો વળી, પ્રિય પાત્ર સાથેના સ્નેહસંપૃક્ત સંબંધની ઇન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિ પણ એટલી જ આકર્ષક છે  

ચિત્ત ચૂરમું, મન લાપસી, ઉપર ઘીની ધાર;  
{{Poem2Close}}<poem>ચિત્ત ચૂરમું, મન લાપસી, ઉપર ઘીની ધાર;  
કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસ વાર.'  
કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસ વાર.' </poem>{{Poem2Open}}
અહીં આપણને લોકસાહિત્યના ‘તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર' પ્રયોગનું સ્મરણ થઈ આવે છે.  

સંવેદનની માફક સંવિધાનની દૃષ્ટિએ પણ આ રચના અન્ય બારમાસીઓ કરતાં જુદી પડે છે. અહીં સર્જકનું સંવેદન દોહાબંધમાં રજૂ થયું છે. જોકે એમાં કવિ ક્યારેક કેટલીક છૂટછાટ લઈ લે છે  

આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવરાત;  
{{Poem2Close}}<poem>આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવરાત;  
દશમે ઇસરા પૂજશું, કાળી ચૌદશની રાત.’’  
દશમે ઇસરા પૂજશું, કાળી ચૌદશની રાત.’’ </poem>{{Poem2Open}}
અહીં‘કાળી ચૌદશની રાત'માં લય તૂટે છે, હકીકતે તો અહીં ‘કાળી ચૌદશ રાત' પ્રયોગ જોઈએ. પણ વાતની વધુ સ્પષ્ટતા કરવા ખાતર જ કદાચ કવિ આ છૂટ લે છે. ‘ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે.' ગીતમાંના કાવ્યનાયકને, પરદેશ જવાનો ઇન્કાર કરતી નાયિકાના મનોભાવ સાથે, આ કાવ્યની મનઃસ્થિતિનું પણ પૂરેપૂરું મળતાપણું વાંચી શકાય છે.  

‘આણાં મેલજો'માં સાસરિયેથી પિયર આવવા ઇચ્છતી બહેન ઋતુએ ઋતુએ પોતાના ભાઈને તેડવા આવવાનું કહેવરાવે, વળી પોતે ઉનાળે કાંતણાં કાંતશે, વર્ષાએ જૂઠડાં ખોદશે ને શિયાળે સાંધણાં સાંધશે એમ કહીને બધાં કામ કરી દેવાની ખાતરી આપે, પણ ભાઈ તો જુદાં જુદાં બહાનાં બતાવી બહેનને તેડાવવાને બદલે તમે તમારે સાસરે જ સારાં છો' એમ કહેવરાવે, ફરી પાછી બહેન પોતાના પિયરનાં બાળ-સાથીસમાં ઝાડવાં ને રસ્તા દેખાડવાનું કહે ત્યારે પણ એ ઝાડવાં ને રસ્તા હવે . રહ્યાં નથી એવો જૂઠાણાંવાળો જવાબ ભાઈ તરફથી મળે. અંતે પિયર જવાનું એક પણ નિમિત્ત ન મળતાં, પોતે મરી જઈને ચકલીનો અવતાર પામવાની કે કૂવાનો પથ્થ૨ બનવાની ઝંખના સેવે. આમ, સમગ્ર કાવ્યમાં બહેનની પિયર-દર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત થઈ છે. પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમાની વિયોગવ્યથા જ મોટા ભાગનાં બારમાસી કાવ્યોનો વિષય બને છે ત્યારે ભાઈ-બહેન વચ્ચેના આવા સંવાદને નિરૂપતાં વિરલ કાવ્યો પણ અત્યંત ધ્યાનપાત્ર બની રહે છે.  

Line 251: Line 249:
આમ, ગુજરાતીમાં થયેલો બારમાસીના સ્વરૂપવિષયક વિચારણાનો પરિચય, બારમાસીનું સ્વરૂપ, લોકસાહિત્યની સત્યાવીશ બારમાસીઓ તથા એનું વિશ્લેષણ એમ ચાર બાબતોવિષયક મારું સ્વાધ્યાયનિરીક્ષણો પ્રસ્તુત કર્યાના આનંદ સાથે વિરમું છું.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન

|next = સાહિત્યસ્વરૂપ(Literary Genre)ની નવી વિભાવના : કૃતિવિવેચનમાં તેનો નવેસરથી વિનિયોગ
|next = સાહિત્યસ્વરૂપ(Literary Genre)ની નવી વિભાવના
}}
}}