અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક’ અને ‘વિવેચન’ અર્વાચીન સંજ્ઞાઓ છે. તેમનું રૂપ સંસ્કૃત તત્સમ શબ્દોનું છે; પરંતુ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, વર્તમાનકાલીન પ્રચલિત અર્થમાં, તેમનો ભાગ્યે જ ક્યાંય ઉપયોગ થયો છે. અભિનવગુપ્ત-વિરચિત ध्वन्यावलोकामोचन, કુન્તક-કૃત वक्रक्तिजीवितम् આદિ ગ્રંથોમાં જ્યાં ‘વિવેચક' અને ‘વિવેચન’ જેવા શબ્દ જોવા મળે છે, ત્યાં તે ‘વિવેકી’ (સારા-નરસાનો ભેદ કરી શકતી વ્યક્તિ) અને ‘ચર્ચાવિચારણા'ના અર્થમાં યોજાયા છે. વિવેચક એટલે સાહિત્યનું વર્ણન–અર્થઘટન- મૂલ્યાંકન કરતો વિદ્વાન અને વિવેચન એટલે સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, એવા અર્થમાં આ સંજ્ઞાઓ સંસ્કૃતમાં યોજાઈ નથી (સંસ્કૃતમાં વિવેચન માટે ‘અલંકારશાસ્ત્ર', ‘કાવ્યશાસ્ત્ર', ‘કાવ્યમીમાંસા' જેવી સંજ્ઞાઓ યોજાતી હતી.)

ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક' અને ‘વિવેચન' સંજ્ઞાઓ અંગ્રેજી critic અનેcriticism શબ્દોના પર્યાય રૂપે યોજાઈ છે. (અંગ્રેજી critic શબ્દનું મૂળ ગ્રીક kritikos પરથી વ્યુત્પન્ન લૅટિન criticusમાં રહ્યું છે. તેનો મૂળ અર્થ છે : સારાસારનો વિવેક કરવો; ન્યાય કરવો.) તેથી અંગ્રેજીમાં criticism અને criticના જે અર્થ રૂઢ અને માન્ય છે, તે જ અર્થનું ગુજરાતી ‘વિવેચન' અને ‘વિવેચક' સંજ્ઞાઓમાં આરોપણ થયું છે. અર્થાત્ સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર તે વિવેચન; અને આવા વિવેચનની કામગીરીમાં પ્રવૃત્ત વિદ્વાન તે વિવેચક.

વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम््. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન.
વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम्. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે : સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન.
વિવેચકની સાહિત્યલક્ષી વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિવેચન યા આલોચના કહેવાય છે. વિવેચનનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં સાહિત્યના ઉપલક્ષમાં થતી તાત્ત્વિક યા સૈદ્ધાંતિક ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે; તેમ કૃતિવિશેષને અનુલક્ષી થતી વિચારણાનો સમાવેશ થાય છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યસ્વરૂપો, સાહિત્યિક આંદોલનો અને પ્રવાહો વગેરેનું (તેમનાં જન્મ, પ્રેરક બળ, લક્ષણ, વિકાસ, પ્રભાવ આદિ દર્શાવતું) નિરૂપણ કરતા સાહિત્યના ઇતિહાસો તેમ જ સર્જકો-વિવેચકોના સાહિત્યસર્જનસાપેક્ષ ચરિત્રગ્રંથો પણ વિવેચનના ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રાચીન-અર્વાચીન કૃતિઓનાં અધિકૃત સંપાદનો સાથે રજૂ થતાં તદ્વિષયક પ્રસ્તાવના, ટીકા-ટિપ્પણ આદિનો સમાવેશ પણ વિવેચનમાં થાય છે. સામયિકો અને વર્તમાનપત્રોની સાહિત્યિક કટારોમાં લખાતાં પુસ્તકાવલોકનો, ગ્રંથસમીક્ષાઓ, કાવ્યકૃતિઓનાં રસદર્શન પણ વિવેચન કહેવાય છે. ટૂંકમાં, સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણા કરતાં તેમ જ સાહિત્યકૃતિઓનાં પરિચય, સમજૂતી, અર્થ-ભાવઘટન, પૃથક્કરણ, તુલના, રસદર્શન, મૂલ્યાંકન આપતાં લખાણ વિવેચનને નામે ઓળખાય છે.

૨
૨
Line 53: Line 53:
(એજન, પૃ. ૨૧૫) આ લેખકે (જશવંત શેખડીવાળાએ) તેના એ લેખમાં આવી બીજી અનેક ભૂલો કરી હતી. તેમને અનુલક્ષી અશોક હર્ષે તેમના લેખમાં જે ટીકા કરેલી તે બિલકુલ સાચી હતી. વિવેચ્ય વિષય માટે જરૂરી જ્ઞાન મેળવ્યા વિના વિવેચક વિવેચન કરે, તો તેનું પરિણામ વિષમ જ આવે. નર્મદે સૈકા પૂર્વે ટીકાકાર યા વિવેચકને અનુલક્ષી જે લખેલું તે આજે પણ પ્રસ્તુત છે :

‘જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારું-નરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા (વિવેચન) કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં : જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકાકારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.''

{{right|(જૂનું નર્મગદ્ય-ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-૧.

{{Gap}}આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)}}

આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬)}}

લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે :

{{Poem2Close}}<poem>સોનલ રમતી રે ગઢડાની ગોખે જો,

Line 95: Line 94:
(પ્રક્રિયા, પ્ર. આ. ૧૯૮૧; ‘સમન્વય’ નામનો લેખ, પૃ. ૫૯-૬૦)

નલિન રાવળ કવિતાના ‘લય’ વિશે આવું વિલક્ષણ વિવેચન કરે છે : લય કવિના રક્તમાં ફરતું તત્ત્વ છે. એના આત્મામાં પ્રકાશતું સત્ય છે અને જે ક્ષણે કવિ આંતર-બાહ્ય વિશ્વના સંપર્કમાં મુકાય છે તે જ ક્ષણે તે વૈશ્વિક લયસંચલનને અનુભવે છે... કાવ્યલય મનુષ્યમાત્રનો આત્મલય છે અને ઉત્તમ કવિતા આપણને આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. આમ કવિતા માત્ર કવિની જ નહીં, મનુષ્યમાત્રની લયાત્મક આત્માકથા છે... કવિતામાં લય એટલે સ્મૃતિ અને સ્મૃતિ...

(અનુભાવ, ‘કવિતામાં પ્રતીક' લેખ, પૃ. ૨૨૦)
{{right|(અનુભાવ, ‘કવિતામાં પ્રતીક' લેખ, પૃ. ૨૨૦)}}

રાધેશ્યામ શર્મા સિતાંશુ યશશ્ચંદ્રના ‘ઓડિસ્યૂસનું હલેસું' કાવ્યસંગ્રહનો પરિચય કરાવતાં લખે છે : આયનાઓમાં સ્વકીય સંકેતોની સુરંગો.'' આ બધાં અને આવાં બીજાં વિવેચનોના વિવેચન માટે વાચકે ક્યાં જવું?

સુમન શાહ આપણા એક વિશિષ્ટ શૈલીકાર વિવેચક છે. સાહિત્યસ્વરૂપો- વિષયક એક ગ્રંથશ્રેણીના સંપાદક તરીકે તેઓ વિવિધ પુસ્તકોના લેખકોનો એવો અનોખો પરિચય કરાવે છે કે તેમાંથી કર્તા કે કૃતિની કશી સાહિત્યિક લાક્ષણિકતાઓનો વિશદ ખ્યાલ મળવાને બદલે કર્તાની કેટલીક વ્યક્તિગત વિચિત્રતાઓનો જ ખ્યાલ મળે છે. દા.ત., ‘ખંડકાવ્ય' પુસ્તકના લેખક જયદેવ શુક્લનો તેમણે આવો પરિચય આપ્યો છે :

Line 107: Line 106:
વિવેચક અને વિવેચન ઇષ્ટ ગુણો-લક્ષણોને આત્મસાત્ કરી શકે, અને અનિષ્ટ વલણો-પ્રવૃત્તિઓને ટાળી શકે, તો સાહિત્યિક ઉત્કર્ષ તેમના લક્ષ્યમાં અવશ્ય સફળ થાય. તે માટે વિવેચકે વાચન, ચિંતન, મનન, ચર્ચા, લેખન વગેરે દ્વારા આવશ્યક તમામ ગુણો કેળવવા જોઈએ અને ઊણપોને નિષ્ઠાપૂર્વક દૂર કરવી જોઈએ. પોતાના વિવેચનમાંથી તેણે ચર્વિતચર્વણ, ગતાનુગતિકતા, અનુકરણ જેવા દોષો નિવારવા જોઈએ, અને પોતાની આગવી મૌલિકતા દાખવવી જોઈએ. પોતાનું વિવેચન વ્યાપક અને તલસ્પર્શી બને, નવીનતા તાજગી વિચારોત્તેજકતાથી સભર બની રહે, તેમ જ સાચું અને શ્રદ્ધેય લાગે, તે માટે તેણે સતત જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાહિત્યેતર લાભાલાભની ગણતરીથી પર રહી, તેણે પોતાની વિવેચનપ્રવૃત્તિ જારી રાખવી જોઈએ. વિવેચક જો આમ કરી શકે, તો વિવેચન અને સમગ્ર સાહિત્યનો ઉત્કર્ષ થઈ શકે.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{reflist}}

{{HeaderNav2
{{HeaderNav2