અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/વિવેચન – વિવેચક-વિચાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક’ અને ‘વિવેચન’ અર્વાચીન સંજ્ઞાઓ છે. તેમનું રૂપ સંસ્કૃત તત્સમ શબ્દોનું છે; પરંતુ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં, વર્તમાનકાલીન પ્રચલિત અર્થમાં, તેમનો ભાગ્યે જ ક્યાંય ઉપયોગ થયો છે. અભિનવગુપ્ત-વિરચિત ध्वन्यावलोकामोचन, કુન્તક-કૃત वक्रक्तिजीवितम् આદિ ગ્રંથોમાં જ્યાં ‘વિવેચક' અને ‘વિવેચન’ જેવા શબ્દ જોવા મળે છે, ત્યાં તે ‘વિવેકી’ (સારા-નરસાનો ભેદ કરી શકતી વ્યક્તિ) અને ‘ચર્ચાવિચારણા'ના અર્થમાં યોજાયા છે. વિવેચક એટલે સાહિત્યનું વર્ણન–અર્થઘટન- મૂલ્યાંકન કરતો વિદ્વાન અને વિવેચન એટલે સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, એવા અર્થમાં આ સંજ્ઞાઓ સંસ્કૃતમાં યોજાઈ નથી (સંસ્કૃતમાં વિવેચન માટે ‘અલંકારશાસ્ત્ર', ‘કાવ્યશાસ્ત્ર', ‘કાવ્યમીમાંસા' જેવી સંજ્ઞાઓ યોજાતી હતી.)  

ગુજરાતીમાં પ્રચલિત ‘વિવેચક' અને ‘વિવેચન' સંજ્ઞાઓ અંગ્રેજી critic અનેcriticism શબ્દોના પર્યાય રૂપે યોજાઈ છે. (અંગ્રેજી critic શબ્દનું મૂળ ગ્રીક kritikos પરથી વ્યુત્પન્ન લૅટિન criticusમાં રહ્યું છે. તેનો મૂળ અર્થ છે : સારાસારનો વિવેક કરવો; ન્યાય કરવો.) તેથી અંગ્રેજીમાં criticism અને criticના જે અર્થ રૂઢ અને માન્ય છે, તે જ અર્થનું ગુજરાતી ‘વિવેચન' અને ‘વિવેચક' સંજ્ઞાઓમાં આરોપણ થયું છે. અર્થાત્ સાહિત્યનું વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકન કરતું શાસ્ત્ર તે વિવેચન; અને આવા વિવેચનની કામગીરીમાં પ્રવૃત્ત વિદ્વાન તે વિવેચક.  

વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम््. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન.  
વિવેચકના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘આલોચક' ‘સમાલોચક' ‘સમીક્ષક’ જેવી સંસ્કૃત તત્સમ સંજ્ઞાઓ પણ પ્રસંગોપાત્ત યોજાતી રહે છે. (હિંદીમાં ‘વિવેચક'ને સ્થાને આલોચક' અને ‘વિવેચન' માટે ‘આલોચના' શબ્દ જ યોજાય છે.) આ બધી સંજ્ઞાઓ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સમાનાર્થી છે. ‘આલોચના’ અને ‘સમાલોચના' શબ્દના મૂળમાં રહેલ लुच् ધાતુનો અર્થ છે ‘જોવું'. ‘આલોચના’–‘સમાલોચના' એટલે ‘બરાબર જોવું'. 'આલોચક’-‘સમાલોચક’ એટલે બરાબર જોનાર'. તે જ રીતે, ‘સમીક્ષા' એટલે सम्यक् ईक्षा યા ईक्षणम्. તેનો પણ અર્થ છે : બરાબર જોવું'. ‘સમીક્ષક' એટલે ‘બરાબર જોનાર’. તેથી ‘વિવેચક,' ‘આલોચક', ‘સમાલોચક’-‘સમીક્ષક’નો લાક્ષણિક રૂઢ અર્થ થાય છે : સાહિત્યકૃતિને સૂક્ષ્મતાપૂર્વક જોઈ-તપાસી, તેમાંના ગુણદોષ યા સુંદરતા-કદરૂપતાનું બરાબર દર્શન કરી, તદનુસાર તેનું સમ્યગ્ વર્ણન અને સમુચિત મૂલ્યાંકન કરનાર વિદ્વાન.  
વિવેચકની સાહિત્યલક્ષી વર્ણન-અર્થઘટન-મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિવેચન યા આલોચના કહેવાય છે. વિવેચનનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં સાહિત્યના ઉપલક્ષમાં થતી તાત્ત્વિક યા સૈદ્ધાંતિક ચર્ચાવિચારણાનો સમાવેશ થાય છે; તેમ કૃતિવિશેષને અનુલક્ષી થતી વિચારણાનો સમાવેશ થાય છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યસ્વરૂપો, સાહિત્યિક આંદોલનો અને પ્રવાહો વગેરેનું (તેમનાં જન્મ, પ્રેરક બળ, લક્ષણ, વિકાસ, પ્રભાવ આદિ દર્શાવતું) નિરૂપણ કરતા સાહિત્યના ઇતિહાસો તેમ જ સર્જકો-વિવેચકોના સાહિત્યસર્જનસાપેક્ષ ચરિત્રગ્રંથો પણ વિવેચનના ક્ષેત્રમાં સ્થાન પામે છે. પ્રાચીન-અર્વાચીન કૃતિઓનાં અધિકૃત સંપાદનો સાથે રજૂ થતાં તદ્વિષયક પ્રસ્તાવના, ટીકા-ટિપ્પણ આદિનો સમાવેશ પણ વિવેચનમાં થાય છે. સામયિકો અને વર્તમાનપત્રોની સાહિત્યિક કટારોમાં લખાતાં પુસ્તકાવલોકનો, ગ્રંથસમીક્ષાઓ, કાવ્યકૃતિઓનાં રસદર્શન પણ વિવેચન કહેવાય છે. ટૂંકમાં, સાહિત્યવિષયક તાત્ત્વિક વિચારણા કરતાં તેમ જ સાહિત્યકૃતિઓનાં પરિચય, સમજૂતી, અર્થ-ભાવઘટન, પૃથક્કરણ, તુલના, રસદર્શન, મૂલ્યાંકન આપતાં લખાણ વિવેચનને નામે ઓળખાય છે.  

<center>૨</center>
<center>૨</center>