અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સર્જન-વિવેચનના સંબંધો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 65: Line 65:
‘ગૃહપ્રવેશ' પૂરતું તો એમ કહી શકાય કે અંધકારમાં થડકતા દિલે લેખકે હાથ ફંફોળ્યા છે તેથી તેઓ ઘર ભૂલ્યા છે. કોઈ બીજી વાર, આત્મવિશ્વાસ સાથે અને અને આડંબર કોરે મૂકીને પ્રયાસ કરશે તો કદાચ સાચું પ્રવેશદ્વાર જડી આવશે.''

{{right|(‘સંસ્કૃતિ’, નવે. ’૫૭, પૃ. ૪૪૦.)}}<br>  

પ્રવેશદ્વાર આમ ન જડે'' એવું ફરમાન કાઢવાથી કોઈનો પ્રવેશ અટકાવી શકાતો નથી!  
પ્રવેશદ્વાર આમ ન જડે એવું ફરમાન કાઢવાથી કોઈનો પ્રવેશ અટકાવી શકાતો નથી!  
સર્જન-વિવેચનના સંબંધોનો પ્રશ્ન Complex છે, સંકુલ છે. કોઈ યુગને નવાના સ્વીકાર માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. સાહિત્યમાં કશું નવું આવે ત્યારે વિવેચકો એને ન ઓળખી શકે એમ બને. પ્રામાણિકપણે એમને એ ન સમજાઈ હોય. અંગત વિચારધારાને કારણે પણ મૂલ્યાંકન ધૂંધળું બનતું હોય છે. તૉલ્સ્ટૉય જેવા મનીષીએ આખા ને આખા શેક્સ્પિયર ઉપર ચોકડી મૂકેલી! દરેક સમયગાળામાં ભૂતકાળના સાહિત્ય પ્રત્યે એક ટીકાત્મક અભિગમ રહેતો હોય છે. પાછું મતચક્ર બદલાતું પણ રહે છે. સુરેશ જોષીએ ‘સરસ્વતીચંદ્ર’ની કડક ટીકા કરેલી છે, પણ એમની સ્કૂલના સુમન શાહ અને શિરીષ પંચાલને ‘સરસ્વતીચંદ્ર'માં રસ પડતો આપણે જોઈએ છીએ.  

સર્જન અને વિવેચન એક રીતે અન્યોન્યાશ્રયી છે. મૅથ્યુ આર્નલ્ડે તો વિવેચન સર્જનાત્મકતાને પાંગરવાની એક આબોહવા રચી આપે છે એમ ભારપૂર્વક કહેલું. જે તત્ત્વો વડે સર્જકશક્તિ કાર્ય કરે છે તે તો છે વિચારો. જેટલે અંશે પ્રજાજીવનમાં ઉત્તમોત્તમ વિચારો પ્રભાવક બને તેટલે અંશે સર્જકોને પણ એ ઉપયોગી નીવડી શકે. અને આ કાર્ય વિશેષે વિવેચનાનું છે : To make the best ideas prevail...the creating a current of true and fresh ideas. વિવેચન એક બીજી રીતે પણ અસર કરે છે.  