અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સેટાયર : તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૮. સેટાયર તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ '''</big></big></center> <center><big>'''ડૉ. મધુસૂદન પારેખ'''</big></center> {{Poem2Open}} સેટાયર આમ તો સાહિત્ય જેટલો પ્રાચીન છે. સાહિત્યનો ઉદ્ભવ થ...")
 
No edit summary
Line 27: Line 27:
સેટાયર-લેખક પણ સમાજસુધારક છે. પણ સમાજસુધારક સીધા ઉપદેશથી પ્રજાને પોતાની ભાવનાની પ્રતીતિ કરાવે છે, સેટાયર-લેખક એ જ વસ્તુ પોતાની આગવી કળાથી સિદ્ધ કરવા મથે છે. પોતાના સમાજની વાસ્તવિક પરિસ્થિતિ અને આદર્શ પરિસ્થિતિ વચ્ચે સર્જાયેલી મોટી ખાઈ જોઈને સેટાયરકારનું આખું હૃદય અત્યંત સંવેદનશીલ અને વ્યથિત બને છે; હવે ચૂપ નહીં રહેવાય, એવી આત્મપ્રતીતિ તેને થાય છે. એટલે સમાજનું અનિષ્ટ, રૂઢ માળખું તોડવા માટે, સમાજની સમતુલા પાછી લાવવા માટે તેમ જ સમાજની ઉન્નતિને રૂંધનારા જડ સ્વાર્થી વર્ગને ચાબુક ફટકારવા એ સજ્જ બને છે. જેમ વિશ્વનાં કેટલાંક સમર્થ ઊર્મિકાવ્યો કવિના ચિત્તના અનાયાસ પ્રબળ ક્ષોભમાંથી ઉદ્ભવેલાં છે તેમ વિશ્વનું કેટલુંક ઉત્તમ સેટાયર-સાહિત્ય પણ નિઃસંશય સમાજહિત-ચિંતક એવા સેટાયરકારના ચિત્તમાં, સમાજની વરવી પરિસ્થિતિ જોતાં અનાયાસ ઉદ્દભવેલા પ્રબળ પુણ્યપ્રકોપના ઊભરામાંથી જન્મ્યું છે. સેટાયર એની ઊર્મિઓના કૈથાર્સિસનું નિમિત્ત બને છે.  

કવિ અને સેટાયર-લેખક વચ્ચે મોટો ભેદ છે. કવિ એક ઝબકારામાં સત્ય પામે છે અને સમગ્ર સત્ય પ્રગટ કરે છે. કવિ એ દ્રષ્ટા છે. સેટાયર-લેખક સમગ્ર સત્ય નહીં પણ સત્યનું એકાદ જ પાસું રજૂ કરે છે. તેય દ્રષ્ટાથી હેસિયતથી નહીં, પણ કુશળ વકીલની કળાથી. એ ચતુરસુજાણ છે. સામાજિક પ્રણાલિકાઓના દુર્ગમાં ગાબડું પાડવું અથવા તંત્રને હચમચાવવું એ કેવું દુષ્કર કાર્ય છે તેની તેને ખબર છે. બૃહદ્ જનસમાજની મનોવૃત્તિ રૂઢિના કિલ્લામાં શાંત સલામત જીવન જીવવાની છે એની તેને જાણ છે. વિશાળ જનસમાજ મહદંશે એનાં મંતવ્યો પ્રત્યે કાં ઉદાસીન રહેશે કાં ઉપેક્ષાથી જોશે. એને સહકાર કે સમભાવ મળે તો એક નાનકડા વર્ગનો જ મળે એ હકીકતનો પણ તેને ખ્યાલ છે. કટાક્ષકાર જે પરંપરા કે પ્રણાલિ પર કુઠારાઘાત કરવા સજ્જ થયો છે એ પરંપરા કે પ્રણાલિ અનિષ્ટ છે, સામાજિક પ્રગતિમાં અવરોવધરૂપ છે, એવી પ્રતીતિ ભલે નાનકડા સમાજવર્ગને પણ થવી જ જોઈએ.  

સેટાયરની કળા એ પ્રતીતિ કરાવવાની કળા છે એટલે એની વાણી વાચકને કે શ્રોતાને આકર્ષે, મુગ્ધ કરે, પ્રભાવ પાડે અને પ્રતીતિ કરાવે એવી વિશિષ્ટ અથવા વિલક્ષણ હોવી જોઈએ. સેટાયર એ અેટોરિકની શાખા ગણાઈ છે અને અેટોરિકની વ્યાખ્યા ઑક્સફર્ડ અંગ્રેજી ડિક્ષનરીમાં આ પ્રમાણે આપી છે – પ્રતીતિકર કે પ્રભાવક ભાષાના વિનિયોગની કળા.  
સેટાયરની કળા એ પ્રતીતિ કરાવવાની કળા છે એટલે એની વાણી વાચકને કે શ્રોતાને આકર્ષે, મુગ્ધ કરે, પ્રભાવ પાડે અને પ્રતીતિ કરાવે એવી વિશિષ્ટ અથવા વિલક્ષણ હોવી જોઈએ. સેટાયર એ એટોરિકની શાખા ગણાઈ છે અને એટોરિકની વ્યાખ્યા ઑક્સફર્ડ અંગ્રેજી ડિક્ષનરીમાં આ પ્રમાણે આપી છે – પ્રતીતિકર કે પ્રભાવક ભાષાના વિનિયોગની કળા.  
સેટાયરકાર માટે શું કહેવું એ પ્રશ્ન નથી; કઈ રીતે કહેવું એ પ્રશ્ન છે. સત્ય હકીકત પ્રગટ કરવાથી જ એનો હેતુ સિદ્ધ થતો નથી; પરંતુ અત્યાર સુધી જનસમાજ જે સાચી હકીકત પ્રત્યે આંખ મીંચી રાખતો, દુર્લક્ષ સેવતો હતો તે હકીકત પ્રત્યે તેનું લક્ષ દોરવાનું છે. પોતાને થયેલી પ્રતીતિમાં સમાજના વર્ગોની પ્રતીતિ પણ ભળે, એમની સંમતિ મળે એ હેતુથી કઈ હકીકત છાવરવી, કઈ રીતે વાત રજૂ કરવી એ તરફ તે ખાસ ધ્યાન રાખે છે. આખરે તો તે પોતાનો કેસ રજૂ કરતો કુશળ વકીલ છે. વાણીની મોહિની તો તેનામાં છે જ. રમૂજ અને ‘વિટ' તેનાં અમોઘ શસ્ત્રો છે. <ref>The art of Satire, then, is an art of persuation.</ref>

સેટાયર એ સામાજિક કે ધાર્મિક-રાજકીય રૂઢ વલણોના વિરોધમાંથી અથવા નૈતિક અધઃપતન સામેના આક્રોશમાંથી જન્મે છે. આયન જેક કહે છે : ‘સેટાયર ઉદ્ભવ્યો છે વિરોધવૃત્તિમાંથી, ને એ કલામાં પરિણમેલો વિરોધ છે.’- અંગ્રેજ કવિ પોપે પણ ઉચિત રીતે જ સેટાયરને સત્યના રક્ષણ માટેનું પવિત્ર શાસ્ત્ર ગણ્યો છે. <ref>Art of using language so as to persuade or influence others.</ref>  

Navigation menu