અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સ્વાધ્યાયને નથી સામા તીર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
{{Poem2Open}}
{{Poem2Open}}

<center>પ્રાસ્તાવિક</center>
<center>'''પ્રાસ્તાવિક'''</center>
ગુજરાતીનો અધ્યાપકસંઘ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જુદાં જુદાં સ્થળે મળે છે અને એ પ્રદેશની અસ્મિતા સાથે અધ્યાપકોના અધીતને સંકોરવાનું કામ કરે છે. સંઘ, એક સ્વાધ્યાયનિષ્ઠ અધ્યાપકને ઝંખે છે, જેના દ્વારા આવી રહેલા સમયને વધુ સરળ અને સમજદારીભર્યો બનાવી શકાય.  

આવા સંઘના, તેજસ્વી અધ્યાપકોના અભ્યાસથી ગૌરવાંકિત બનેલા પ્રમુખપદ માટે આપ સહુએ મને યોગ્ય સમજ્યો તેનાથી હું મારા અધ્યાપક-જીવનનો સંતોષ અનુભવું છું અને આપ સૌનો આભાર માનું છું. વિશેષ આભાર વલસાડની આ શિક્ષણસંસ્થાનો માનવાનો રહે છે, જેમણે સંઘને પોતાના આંગણે આમંત્રિત કર્યો અને આપણા સૌના મિલન માટે એક ભૂમિકા સર્જી, જે હવે પછીના આપણા સ્વાધ્યાયમાં સહાયભૂત બની રહેશે.  

આજનું હું મારું અધ્યક્ષીય પ્રવચન વલસાડવંદના, અધીતની અપેક્ષા, અધીતના એક ઉદાહરણરૂપ નરસિંહ : શોધ સ્વાધ્યાય' અને સ્વાધ્યાયને નથી સામાં તીર – એવી અનુભૂતિમાં રજૂ કરીશ.

<center>૧. વલસાડવંદના </center>
<center>'''૧. વલસાડવંદના''' </center>
વલસાડની આ લીલી અને નીલી પ્રકૃતિ વચ્ચે આપણે મળી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો સ્થળદેવતાને નમસ્કાર કરી એની સાંસ્કૃતિક પરંપરાનું સ્મરણ કરી લઈએ. મિત્રો, આ સમગ્ર પ્રદેશની ગણના પ્રાચીનકાળના દંડકારણ્ય અંતર્ગત થાય છે. આ પ્રદેશ, અયોધ્યાના પહેલા રાજા ઇક્ષ્વાકુએ પોતાના એક મંદબુદ્ધિ પુત્ર દંડકને આપ્યો હતો અને તેના રાજપુરોહિત તરીકે ઉશનસ્ હતા. (આજે પણ આપણા અર્વાચીન ઉશનસ્ અહીં છે!) દંડકારણ્યનો આ પશ્ચિમકિનારો, દીર્ઘ તમસ તરીકે ઓળખાયેલો છે, જ્યાં સંભવતઃ ઈશાવાસ્ય ઉપનિષદ'ની રચના થઈ હતી! એક મત મુજબ વરાહપુરાણનું ‘તીર્થસ્થલ’ આજનું ‘તીથલ’ છે, જ્યાં ગૌતમ નામના ઋષિએ દંડકથી લાગેલો આ પ્રદેશનો શાપ દૂર કરવા તપશ્ચર્યા કરી હતી અને ધૂળની વર્ષાના બદલે જળની વર્ષા લાવી આ પ્રદેશને ઋષિમુનિઓ સેવે એવો સુંદર બનાવ્યો હતો. ઐતિહાસિક કાળનો પહેલો ઉલ્લેખ આ પ્રદેશની નદીઓ વિશે હોવાનું ડૉ. દિનેશચંદ્ર સરકારે પોતાના સિલેક્ટ ઇન્સ્ક્રિપ્શન'માં તારવ્યું છે. ઇ. સ.ની પહેલી સદીના ઉષવદાત્તના નાસિક અભિલેખમાં પાર, કરબેણી–કાવેરી અને ગંગા (દમણગંગા તથા ઔરગંગા) આદિના ઉલ્લેખો છે. આ નદીઓને લગતી લોકવાર્તાઓ હજુ આપણે ભેળી કરી નથી, આપણામાંનો કોઈ એ કામ કરશે ત્યારે આ પ્રદેશનો સાંસ્કૃતિક ઇતિહાસ સ્પષ્ટ થશે.  

આ પછીનાં હજારેક વર્ષમાં આ પ્રદેશ ‘આનર્ત’ અને ‘અપરાંત’ નામથી ઓળખાતો હશે. દરિયાકિનારાની પ્રજા ‘ન' ઉચ્ચારના બદલે ‘લ’ બોલતી હોવાથી ‘આનર્ત'નું ‘આલર્ત' તથા ‘લર્ત'નું ‘લાટ’ થયું હશે. અલતેકર અને ઉમાશંકર આવા નિર્દેશો આપે છે. મને મારા વતન પોરબંદરમાં મારું નામ ‘નરોત્તમ'ના બદલે ‘લરોત્તમ' સાંભળવા મળ્યું છે! ‘ન' અનુનાસિક છે અને દરિયાના ભેજથી એના રહેવાસીઓનું નાક લગભગ બંધ રહે છે, આથી ‘ન' નો 'લ' કે ‘ર' સંભળાય છે.  

Line 25: Line 25:
હવે આપણે ઉત્તરપદ ‘સાડ’નો વિચાર કરીએ તો તેનું હજાર વર્ષ જૂનું રૂપ ‘સાઢિ’તામ્રપત્રમાં મળે છે. આ સાઢિ, સાંઢા, સાંઢ, (કચ્છમાં વાંઢ) સાંડા, સંડા, સંડ, સાડ વગેરે વિવિધ રૂપે મળતો ગામનામાંત મૂળમાં સંસ્કૃત ‘ખંડ' ઉપરથી ઊતરી આવેલો જણાય છે. પાણિનિ-સૂત્રો ‘ખંડ’ શબ્દ ગ્રામવાચકના અર્થમાં આપે છે. (સૂત્ર ૪.૨.૮૦) ખંડ, સ્થાન, ક્ષેત્ર વગેરે વસવાટસૂચક અતિ પ્રાચીન રૂપો છે. બૌદ્ધસાહિત્યના પાલીપ્રાકૃતમાં ‘અમ્બસંડા’ ગામનામ ‘આમ્રખંડ'ના અર્થમાં મળે છે, જે આજે પણ ખેડા જિલ્લાના ‘ઉત્તરસંડા'માં ચાલુ રહેલો નોંધી શકાય છે. સ્પષ્ટ છે કે ‘ખંડ’નું ‘સંડ–સંડા’ થઈને આજનું ‘સાડ' ઊતરી આવેલ છે. અતઃ ‘સાડ’ ગ્રામવાચક શબ્દ છે અને ‘અમલસાડ’, ‘વલસાડ' તથા લઘુતાદર્શક ‘સાડી' (‘ઉંમરસાડી') ઉત્તરપદ તરીકે મળે છે.  

હવે ‘વલસાડ’માં 'વલ'નો અર્થ તપાસવાનો રહે છે. આપણી પ્રાચીન વિદ્યાપીઠ ‘વલભી’માં જે ‘વલ' છે તે જ ‘વલસાડ'નો ‘વલ' હોવાનું અનુમાની શકાય છે, કારણકે વલભી અને વલસાડ બંને દરિયાકિનારે આવેલાં ગામો છે. ‘વલભી'માંના ‘વલ' વિશે દરિયાકિનારે થતા ‘વેલા' (વાર સમુદ્રશોષ)ની એક સંભાવના છે, જે યોગ્ય લાગે છે. અતઃ ‘વલ્લરખંડ’ ‘વલ્લસંડ’‘વાલસાડ’ અને ‘વલસાડ' ઊતરી આવેલ છે, જેનો દરિયાકિનારાના વેલાઓ વચ્ચે વસેલું ગામ' એવો સમજી શકાય છે.  

<center>અર્થ</center>
<center>'''અર્થ'''</center>
વલસાડ છેલ્લાં દોઢબે હજાર વર્ષનું પ્રાચીન ગામ છે, જે દસમી સદીમાં પારસી લોકો અહીં આવીને વસ્યા પછી ઉત્તરોત્તર સમૃદ્ધ થતું રહ્યું છે. વલસાડનો આ પારસી ઇતિહાસ, જેનો મોટો ભાગ ફારસી ભાષામાં લખાયેલો છે, તેની શોધયાત્રા ફારસીના અધ્યાપક માટે રાખી, વલસાડને વંદન કરી આપણે આગળ વધીએ.  

<center>૨. અધીતની અપેક્ષા </center>
<center>'''૨. અધીતની અપેક્ષા''' </center>
પ્રાચીનકાળથી આપણા સમાજમાં ભિન્ન ભિન્ન વિદ્યાઓના પ્રેરક તરીકે હશે; અધ્યાપકનું સ્થાન મુઠ્ઠીઊંચેરું રહ્યું છે. અગ્નિની શોધ, ખેતીની શોધ, ચક્રની શોધ તથા વાસણવસ્ત્રની શોધમાં સામાન્ય માનવી કેન્દ્રસ્થાને જ્યારે ભૂગોળ, ગણિત, વનસ્પતિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર અને લિપિ અધ્યાપકનું સર્જન છે. સ્પષ્ટ છે કે જ્યાં અધ્યાપક તેજસ્વી ત્યાં સમાજ પણ તેજસ્વી. આજે સાધનો અને અધ્યાપકોની સંખ્યામાં વધારો થયો હોવા છતાંય, સાવ અધ્યાપકીય કહેવાય એવા પ્રશ્નોના ઉકેલ પરત્વે પણ અંધારું કેમ પ્રવર્તે છે? સ્વાધ્યાય સાવ ઠરી ગયો નથી એના દાખલા આપણે પછી જોશું, પરંતુ સરેરાશ અધ્યાપક આજે ક્યાં છે? લેખનવાચન લગભગ ઠપ છે, જિજ્ઞાસા મરી પરવારી છે, ઘરેથી કૉલેજ અને કૉલેજથી ઘરે એક લબાચો આવજા કરે છે! સમાજનો જે લાઇવ વાયર હતો તે આવો સાવ નિરર્થક કેમ બની રહ્યો? ઉત્તર સ્પષ્ટ છે : અધ્યયન ઘટ્યું છે. પોતાના વિષય ઉપરાંત જે અનેક વિદ્યાઓનો વાહક હતો તેના હાથમાં આજે પોતાના વિષયની પકડ પણ રહી નથી. અધ્યાપક આજે એક શરમજનક ગાળામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે અધીત, તેજસ્વી અધીતની અપેક્ષા ઉત્તરોત્તર તીવ્ર બની રહી છે. અધીત નહીં તો અધ્યાપક નહીં.  

સદ્ભાગ્યે, જેમની હસ્તીથી આપણું મોં ઊજળું છે, એવા અધ્યાપકો આપણી વચ્ચે છે. છેલ્લાં સો વર્ષથી નરસિંહ વિશે જે શોધસ્વાધ્યાય ચાલ્યો અને જયંત કોઠારી તથા દર્શના ધોળકિયામાં જે પરાકાષ્ઠાએ પહોંચ્યો તે હમણાંના આપણા અધ્યાપક- જીવનનો ગૌરવ લેવા જેવો અવસર છે. જરા વિસ્તારથી જોઈએ :

<center>૩. નરસિંહ : શોધ સ્વાધ્યાય</center>
<center>'''૩. નરસિંહ : શોધ સ્વાધ્યાય'''</center>
‘આદ્યકવિ'નું બિરુદ પામેલા નરસિંહ મહેતા સદીઓથી સતત પ્રકાશિત રહ્યા હોવાના સંકેતો, લોકમાં નિરંતર ગવાતાં એમનાં પદપ્રભાતિયાંથી અને વૈદમાં થઈ રહેલાં એમનાં સંશોધન-વિવેચનથી આપણને મળે છે. પંદરમી સદી એમનો જીવનકાળ, સોળમી સદી એમના ભક્તજીવનની અનેકવિધ દંતકથાઓનો ઉદ્ગમ, સત્તર અઢાર ઓગણીસ એમના જીવનવિષયક પદો અને આખ્યાનોનો રચનાસમય તેમ જ વીસમી સદી એમનાં જીવનકવનના સંશોધનવિવેચનનો કાળ : નરસિંહ મહેતાની કરતાલ જાણે છેલ્લાં છસો વર્ષથી અખંડ, સંભળાય છે!  

પૂરી થઈ રહેલી આ વીસમી સદી તો સંપૂર્ણતઃ નરસિંહ – સ્વાધ્યાયથી જીવંત બનેલી છે. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ અને સયાજી સાહિત્યમાળામાં જયસુખરામ જોશીપુરા લિખિત ‘નરસિંહ મહેતા'નું પ્રકાશન લગભગ એકસાથે થાય છે. આ પછી એક પણ વર્ષ એવું નથી જેમાં નરસિંહવિષયક કોઈ ને કોઈ ગ્રંથ કે લેખનું પ્રકાશન થયું ન હોય! વીસમી સદીનો પ્રત્યેક દાયકો નરસિંહ વિશે વધુ ને વધુ સમૃદ્ધ અભ્યાસો આપતો રહ્યો છે, જેમાં પૂરો થઈ રહેલો આ દસમો દાયકો પરાકાષ્ઠાની પ્રતીતિ કરાવે છે.  

Line 60: Line 60:
જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે.  

સ્પષ્ટ છે કે નરસિંહ જીવનના જન્મમરણસ્થળ તરીકે તળાજા અને માંગરોળ મળે છે તે પાછળનો ઉમેરો છે. નરસિંહ માત્ર જૂનાગઢમાં જ છે અને એક સીધુંસાદું ગૃહસ્થજીવન જીવ્યો છે, ક્વચિત્ ગૃહસ્થજીવનની થોડી મુશ્કેલીઓ પણ એને વેઠવાની આવી છે. આ બધામાં એની ભક્તિ અચલ રહી છે અને એનું કાવ્યઝરણું સતત વહેતું રહ્યું છે. નરસિંહ એક સારો કવિ છે, રસિક કવિ છે, ઉત્તમ કવિ છે અને ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ'ના બિરુદને સર્વથા યોગ્ય બની રહેતો કવિ છે.  

<center>૪. સ્વાધ્યાયને નથી સામા તીર</center>
<center>'''૪. સ્વાધ્યાયને નથી સામા તીર'''</center>
સ્વાધ્યાય વર્ષો નહીં, યુગો સુધી ચાલતો યજ્ઞ છે. વિદિત હશે કે આકાશી પદાર્થો ક્યારે ઊગે છે, ક્યારે આથમે છે અને એની કેવી કેવી ચિત્રવિચિત્ર ગતિ છે તે નક્કી કરવા માટે ગુરુશિષ્યની પચીસપચીસ પેઢીઓ કામે લાગેલી હતી! નિશ્ચિત કરેલી જગ્યા ઉપર ગુરુ બેસે, આખી રાત એની નજર આકાશમાં રહે, નિરીક્ષણો સ્મૃતિમાં ગોઠવે એમ એક પેઢી એટલે પચીસ વર્ષનો ગાળો પસાર થાય! ગુરુ પોતાનાં નિરીક્ષણો શિષ્યને સમજાવે, ગુરુ પછી ગુરુ બનેલો શિષ્ય નિશ્ચિત સ્થળે બેસે અને બીજાં પચીસ વર્ષ એમ નિરીક્ષણ પેઢી દર પેઢી ચાલતું રહે, સદીઓ વીતે, ટાઢ વર્ષા વાવાઝોડાં અધ્યયન સતત ચાલુ, સ્વાધ્યાય અખંડ અને પછી સૂર્યચંદ્રાદિગ્રહો, નક્ષત્રમંડળો તથા રાશિઓ અને એનું પળેપળનું અધ્યયન સમાજ માટે પ્રસ્તુત થયું છે! આપણાં આજનાં તિથિ, માસ, વર્ષની યોજના ભૂતકાળના અધ્યાપકની ભેટ છે. અધ્યયન! પચીસ પચીસ ગુરુશિષ્યની પેઢીઓનું અધ્યયન! કમ્મરતોડ નહીં; કહો કે પેઢીઓતોડ અધ્યયન!!  

સંશોધનો કેવાં હોય છે તેનો છેલ્લાં સો વર્ષ પહેલાંનો એક દાખલો આપું તો ભારતની સૌથી જૂની પ્રાપ્ત હસ્તપ્રત જે ભોજપત્ર ઉપર લખાયેલી છે. આ હસ્તપ્રતના ધારકે આર્થિક લાભ માટે એના ત્રણ ટુકડા કરીને વેચી નાખી! આ ત્રણ ટુકડાના પણ સંખ્યાબંધ ટુકડા થયા, જેનો એક ટુકડો ફ્રેન્ચ વિદ્વાન સેનારના હાથમાં આવ્યો! સેનારે જોયું કે માણસે લખેલી પ્રાચીનતમ હસ્તપ્રતનો આ ટુકડો છે. યોગાનુયોગ એક ટુકડો પેત્રોફિસ્ક નામના રશિયન વિદ્વાનના હાથમાં ચડ્યો! બંને વિદ્વાનોએ મહત્ત્વ પારખી લીધું અને એક બાજુ બાકી રહેતા ટુકડા હાથ કરવા દુનિયા ફેંદી નાખી તો બીજી બાજુ જે હાથમાં હતા તેના આધારે અધ્યયન આરંભ્યું અને વર્ષોની મહેનત પછી દુનિયાભરના વિદ્વાનો જેને પ્રાકૃત. ધમ્મપદ' કહી સન્માને છે તેનું પ્રકાશન શક્ય બન્યું!  