અનુનય/આમ-તેમની વચ્ચે

From Ekatra Wiki
Revision as of 00:39, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આમ – તેમની વચ્ચે

આમ ગણો તો કોઈ નહીં
ને તેમ ગણો તો તમે;
મછલી અરધી રેતીમાં
ને અરધી જલમાં રમે.
આમ ગણો તો અંધારું
ને તેમ ગણો તો તેજ;
ઉઘાડ-મીંચ આંખોની વચ્ચે
ખારાં જલનો હેજ.
આમ ગણો તો અનુરાગી
ને તેમ ગણો તો ત્યાગી;
ફૂલ અને ફોરમની વચ્ચે
શૂલ ફૂટીને વાગી.
આમ ગણો તો કાંઈ નહીં
ને તેમ ગણો તો તમે;
આમ-તેમની વચ્ચે અંતર
લખચોરાશી ભમે!

૯-૮-’૭૬