અનુનય/પરિવર્તન

પરિવર્તન

અઘોર અરણ્યો
સીધા આકાશ ભણી ચઢતા પહાડો
પાતાળ ઊતરતી ખીણો
હજી કાંઠામાં બંધાઈ નથી એવી
કુંવારી કન્યા જેવી નદીઓ
નામ વગરનાં નાનારંગી ફૂલ
પૃથ્વીનાં પહેલાં વતની જેવાં
વગડાઉ પ્રાણીઓ –
એકદા હું આ બધાંમાં વસતો હતો
હવે તેઓ મારામાં આવી વસે છે
–કહે છે કે ભૂખંડો ખસે છે!

૯-૨-’૭૭