અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમને ગુરુ મળ્યા છે ગરવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 27: Line 27:
{{Right|(સુરતા, પૃ. ૧૩)}}
{{Right|(સુરતા, પૃ. ૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અમથા અમથા
|next =અમારી બાદશાહી છે
}}

Revision as of 08:31, 21 October 2021


અમને ગુરુ મળ્યા છે ગરવા

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,
         ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
         ઝીલી થયા અમે નરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે
         બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
         જળી રહી તમ હરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,
         મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
         પંડ પાર પરવરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

(સુરતા, પૃ. ૧૩)