અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમને ગુરુ મળ્યા છે ગરવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અમને ગુરુ મળ્યા છે ગરવા — એના શબદ ગયા સોંસરવા : {{space}}અમને ગુરુ મળ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અમને ગુરુ મળ્યા છે ગરવા|`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી}}
<poem>
<poem>
અમને ગુરુ મળ્યા છે ગરવા —
અમને ગુરુ મળ્યા છે ગરવા —

Revision as of 10:15, 10 July 2021


અમને ગુરુ મળ્યા છે ગરવા

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,
         ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
         ઝીલી થયા અમે નરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે
         બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
         જળી રહી તમ હરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,
         મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
         પંડ પાર પરવરવા. —
         અમને ગુરુ મળ્યા છે ગરવા.

(સુરતા, પૃ. ૧૩)