અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/વરસે ખાંડાધાર

Revision as of 09:48, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસે ખાંડાધાર|ઊજમશી પરમાર}} <poem> ગોળ ગોળ ચાંદરણાં કેરાં ભોં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વરસે ખાંડાધાર

ઊજમશી પરમાર

ગોળ ગોળ ચાંદરણાં કેરાં
ભોંય પતીકાં પડતાં,
છાનાંછપનાં હરફર હરફર
અહીંથી તહીં આથડતાં.

વરસે ખાંડાધાર ચાંદની
નેવ-નેવ ઢોળાતી,
ફળી ફળી રહબોળે,
માથાબોળ શેરીઓ ન્હાતી;

શીળા શીળા તેજ-ધૂધવા
ઠેર ઠેર દડદડતા.

ઘટાટોપ અંધાર સંઘરી,
વડ મલકાતો મ્હાલે,
ફરતે ફરતે ફાલ ઊજળો,
ઘમ્મર ઘેરા ઘાલે;
સીમેસીમ નગારાં એનાં
રાત બધી ગડગડતાં.
(પરબ, એપ્રિલ)