અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદુલાલ મણિલાલ દેસાઈ /તારા ધીમા ધીમા આવો

તારા ધીમા ધીમા આવો

ચંદુલાલ મણિલાલ દેસાઈ

તારા ધીમા ધીમા આવો
તારા રમવાને સૌ આવો
તારા રૂપા ગેડી લાવો
તારા ધીમા ધીમા આવો
તારા સંભાળીને આવો
તારા એકે એકે આવો
તારા છાનામાના આવો
તારા ધીમા ધીમા આવો
તારા ચાંદા સાથે આવો
તારા મીઠાં ગીતો ગાઓ
તારા થાકો ત્યારે જાઓ
તારા ધીમા ધીમા આવો.