અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/આદિમતાની એક અનુભૂતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)}}
{{Right|(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ચિતારો
|next = વર્ષો પછી વતનમાં
}}

Latest revision as of 10:49, 21 October 2021

આદિમતાની એક અનુભૂતિ

જયન્ત પાઠક

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં;
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી-શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો-શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)