અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ

From Ekatra Wiki
Revision as of 16:56, 16 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; કૌસ્તુભ કામદુધા ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં; કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં; એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ; ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭