અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/સમુદ્ર પ્રતિ ઉક્તિ

Revision as of 09:11, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સમુદ્ર પ્રતિ ઉક્તિ

દલપતરામ

ઇંદ્રવિજય છંદ


રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;
કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં. ૫૭