અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ધોળા બરફમાં થીજી જતાં બચવા

From Ekatra Wiki
Revision as of 05:26, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધોળા બરફમાં થીજી જતાં બચવા| દિલીપ ઝવેરી}} <poem> ધોળા બરફમાં થી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધોળા બરફમાં થીજી જતાં બચવા

દિલીપ ઝવેરી

ધોળા બરફમાં થીજી જતાં બચવા
અમાપ અંતરો લગી ઊડ્યે જતાં
નામહીન પંખીઓ જેવા શબ્દો માટે
લીલાકાચ નળ સરોવર સમાન
જે વાટ જોયા કરે
તે કવિતા.
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪