અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ધોળા બરફમાં થીજી જતાં બચવા


ધોળા બરફમાં થીજી જતાં બચવા

દિલીપ ઝવેરી

ધોળા બરફમાં થીજી જતાં બચવા
અમાપ અંતરો લગી ઊડ્યે જતાં
નામહીન પંખીઓ જેવા શબ્દો માટે
લીલાકાચ નળ સરોવર સમાન
જે વાટ જોયા કરે
તે કવિતા.
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪