અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આશ

From Ekatra Wiki
Revision as of 10:43, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી ગગને ગોરંભાયો મેહુલો, {{space}}વરસી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી
ગગને ગોરંભાયો મેહુલો,
         વરસી વાદળી જાય જી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
         ખોબે છલકાતું જાય જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ખીલતી વસંતની વાડીએ,
         આવ્યો ફૂલડાંનો ફાલ જી;
કેમ રે ચૂંટું હું ફૂલ આવડાં?
         છલકે ધરતીની છાબ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
         દૂર ઊઘડે ઉજાશ જી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
         તૂટે તોયે ના આશ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.