અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કહીં જશે ?

From Ekatra Wiki
Revision as of 14:34, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી પેલી સવાર ક્યાં ગઈ? કૂકડાની કલગીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી
પેલી સવાર
ક્યાં ગઈ?

કૂકડાની કલગીના જેવી તોરભરી ને મોહક
પેલી બપોર
ક્યાં ગઈ?

ધણ-ધેનુની ખરી મહીંથી ઊડી રહી
રે મ્હેકભરી એ સાંજ
ગઈ ક્યાં?

કહીં જશે
આ ફૂલ સરીખા ફૂટ્યા તારા
કહીં જશે?

આ આભે ખીલી રાત, અને આ રાત મહીં જે ખીલ્યાં
શમણાં મારાં?