અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મેશ ન આંજું, રામ! લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ. એક ડર...")
(No difference)

Revision as of 11:41, 24 June 2021

મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.

(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)