અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ચાલ, ફરીએ

From Ekatra Wiki
Revision as of 06:30, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ચાલ, ફરીએ! માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ! {{space}}{{space...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!

                  બ્હારની ખુલ્લી હવા
         આવે અહીં, ક્યાં લૈ જવા?
         જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!

                  એકલા ર્‌હેવું પડી?
         આ સૃષ્ટિ છે ના સાંકડી!
         એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
                  ચાલ, ફરીએ!

(છંદોલય, પૃ. ૨૬૭)