અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/રકતરંગી નીલિમા

Revision as of 04:42, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રકતરંગી નીલિમા|પન્ના નાયક}} <poem> દિવસ અને રાતના સંધિકાળને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રકતરંગી નીલિમા

પન્ના નાયક

દિવસ અને રાતના સંધિકાળને
નીરખવામાં
ખ્યાલેય ના રહ્યો
અણીદાર પથ્થર અને પગના સંયોગનો.
ધાર્યા કરતાં ઘા ઊંડો હતો.
ઘરમાં આવી
બ્લ્યૂ બાથટબમાં
નળ નીચે પગ ધર્યો
એ પહેલાં તો જાણે
ટબમાં નીલ ગગનના
સંધ્યાકાળના રક્તરંગ છંટકાઈ ગયા.
પળભર માટે દુઃખ વિસરાયું;
પાટો બાંધ્યો
પણ ધસી આવતા લોહીને પાટો ચૂસી ન શક્યો.
વહી જતા લોહીની મને ક્યાં નવાઈ છે?
દર ચાંદ્રમાસે આકાર ધર્યા વિના વહી જતું લોહી જોઉં છું
વહી જતું લોહી…
વહી જતી શક્તિની લાલિમા…
એ લાલિમા સાથે
હું જ
ઢળી જતી
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.