અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/આ અંધકાર શો મહેકે છે ! મ અડધો

From Ekatra Wiki
Revision as of 15:47, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! ને, શોભાથી વિસ્મિત વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને, શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સહન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ!
દિગ્દિગન્તમાં,—બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલ્બુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિશે આ કાલ તણું ઉર શાન્ત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો!
પૃથિવી કેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!