અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ ગઢવી/આ હવા


આ હવા

પ્રવીણ ગઢવી

આ–
હવા
આ–
જગંલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ડાળી,
વાસ ઝુંડની જાળી
વનવા સીના વૃદ્ધ ચ્હેરાની કરચલી.
આ–
મહુડાની છાક,
દીપડાની છલાંગ
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પ્હા ડ.
આ–
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ–
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ–
ખાપરીનું કોપરિ યું જળ
આહ્...
વા હ્...
આ હવા !