અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/આજ

Revision as of 17:06, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ અંધાર ખુશબોભર્યો લાગતો, {{space}}આજ સૌરભભરી રાત સારી; આજ આ શાલની મં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
         આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
         પમરતી પાથરી દે પથારી. આજ.

આજ ઓ પારથી ગંધને લાવતી
         દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
         મહેકતી આવતી શી સુગંધી! આજ.

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
         મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
         ક્યાં થકી સૂર કેરી ફુવારી? આજ.

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું,
         હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
         આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ.

(બારી બહાર, પૃ. ૭૩)