અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એક દિવસ તો આવ પ્રભાત

From Ekatra Wiki
Revision as of 17:04, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક દિવસ તો આવ પ્રભાત? {{space}}એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ. જુગ જુગથી આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક દિવસ તો આવ પ્રભાત?
         એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ.

જુગ જુગથી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને :
         વરસોથી જોઉં વાટ. એક દિવસ.

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે
         ગીત અને પમરાટ. એક દિવસ.

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ! અડ એક વાર, ને
         પછી ન ચડશે કાટ. એક દિવસ.

અણખીલી મુજ કમળકળી આ,
         પડી રાતને હાથ;
આવ આવ તું ખિલાવ એને
         દે ને પૂરણ ઘાટ. એક દિવસ.

(બારી બહાર, પૃ. ૭૨)