અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ભોપા ભગતનું ભજન, સ્વ-સમજણનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભોપા ભગતનું ભજન, સ્વ-સમજણનું|પ્રાણજીવન મહેતા}} <poem> ભોપા, તુ...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}}
{{Right|નવેમ્બર, નવનીત સમર્પણ}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં
|next =માણસ
}}

Latest revision as of 09:34, 23 October 2021


ભોપા ભગતનું ભજન, સ્વ-સમજણનું

પ્રાણજીવન મહેતા

ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
વીજ-કડાકે પરોવ પંડમાં તું પળ-દોરા
બેસ સાંધવા ફાટી વય તણાં લૂગડાં-લીરાં
ભોપા, માથે ઊંચકી ચલો ભીનો લક્કડ-ભારો
પિંડ પેટવી કર ધુમાડો જોવાને ધ્રુવ-તારો
ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
પોત ફાડીને પંડને વીંટ્યો જરા-તરા જ્યાં
પિંડ કરગરતું ઊભું ઉઘાડ અંગ ફરી ત્યાં
આંખની ઓછપ એટલી – પંડ પરખાય ક્યાં?
ભોપા, અવ સરવા કાને સુણ શબદ તિહારો.
ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
નવેમ્બર, નવનીત સમર્પણ