અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એક ગાય

From Ekatra Wiki
Revision as of 07:11, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ક્યાંકથી ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતનાં; તડકો પડ્યો;
ત્યાં કામ તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!