અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૉકલૅન્ડ રોડને જોતાં

From Ekatra Wiki
Revision as of 07:09, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> રે સૂર્યમાં માછલીઓ તરી રહી; ઉલ્કા કશી આ નભથી ખરી અહીં. સમુદ્ર ને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રે સૂર્યમાં માછલીઓ તરી રહી;
ઉલ્કા કશી આ નભથી ખરી અહીં.
સમુદ્ર ને નીર સુપ્રાપ્ય શર્કરા!
હેમંતમાં આંહીં વસંતના ઝરા!
શાં પ્રીતિનાં પ્રેત? રહસ્ય ભીતિનાં?
અનંગ! તારી રતિની સ્થિતિ આ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૧૫)